________________
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ.
૧૩૧ ખાસ હેરફેર રહેતી નહોતી. એક વાર એક પોલીસમેન તેમને જોઈ ગયો. “કેમ મિસ્ટર ! સાંકળ બાંધ્યા વિના કૂતરાને ફરવા લાવીને તમે શું વિચાર્યું છે ? આ કાયદાનું ઉલ્લંઘન છે તે તમે જાણો છો ? પોલીસે સત્તાવાહી સૂરે બોલવાની ખણજને સંતોષી. “હા, હું જાણું છું, પણ મારો કૂતરો કોઈને હેરાન કરે એવું હું માનતો નથી.” એ સજ્જને સ્વબચાવ કર્યો. “તમે શું માનો છો ને શું નથી માનતા એની સાથે કાયદાને કોઈ નિસ્બત નથી. રખે ને કોઈ બાળકને કરડી જશે તે ? આ વખતે જવા દઉં છું, પણ બીજી વાર જો તમને જોઈશ તો કોર્ટમાં હાજર થવું પડશે.”
થોડા દિવસ તો એ સજ્જને પોલીસની વાતનો અમલ કર્યો. પણ કૂતરાને પટ્ટો ગમતો નહોતો. એ પટ્ટો નાખવા દેવા માટે ઘણી આનાકાની કરતો. એટલે થોડા દિવસો બાદ એ ભાઈ કૂતરાને વગર બંધને લઈને ફરવા લાગ્યા. પુનઃ એક દિવસ પોલીસની નજરે ચડ્યા. પણ એ સજ્જનમાં બે પૈસાની અક્કલ હતી... સમજદાર હતા એ.. એટલે, દૂરથી જ પોલીસની નજર પડી કે તરત ભાગવાનો કે છૂપાઈ જવાનો પ્રયાસ ન કરતા સીધા જ પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસ એને ખખડાવી નાખે એ પહેલાં જ પોતાના ગુનાનો એકરાર કરતાં બોલ્યા કે, “હું અપરાધી છું. થોડાક દિવસો પૂર્વે જ તમે મને ચેતવણી આપી હતી. છતાં હું આજે રેડહેન્ડેડ પકડાઈ ગયો છું. મારી પાસે કોઈ બચાવ નથી. હું મારા ગુનાને સ્વીકારું છું.” પોલીસે આ જેવું સાંભળ્યું કે એ અચંબો જ પામી ગયો. હવે તો આને પકડી લઉં, ભાગવા પ્રયાસ કરે તો ય ન છટકવા દઉં, ગુનાની કબુલાત પણ કરાવું જ..... આવો બધો મનમાં જે જુસ્સો આવેલો તે શાંત પડી ગયો. ગુનાની કબુલાત માટે એણે જે કાંઈ વિચારી રાખેલું હતું તે તો હવે બોલવાનું રહ્યું જ નહીં. ઉપરથી એણે તો કહ્યું “ઠીક છે, આજુબાજુ કોઈ ન હોય ત્યારે આવી લાલચ થઈ જાય એ હું સમજું છું.” “સાચી વાત છે, મને પણ આવી લાલચ થઈ આવી. પણ એમાં કાયદાનો તો ભંગ જ છે.” મહાશયના આ કથન પર વધુ સહાનુભૂતિવાળા થઈને પોલીસે કહ્યું કે “પણ આવો નાનો કૂતરો કોઈને ઈજા કરવાનો નથી.” “છતાં સંભવે છે. એ ક્યારેક કોઈને કરડી પણ લે....” “તમે ચિંતા ન કરો, જુઓ, એવી જગાએ ફેરવજો કે મારી નજર ન પડે.” એમ ઉપરથી રજા આપીને સિપાઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org