________________
૧૩૭
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ. પાસે કોઈ જ પ્રકારના ભેદભાવ, કપટ કે શંકા વિના ખોલી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ કરવી છે ? મનને ફોરું રાખીને જીવવું છે ? આ અને આવી અન્ય ઇચ્છાઓ જેને હોય તેણે આવું બધું કરવું આવશ્યક છે કે “સામાની ભૂલ જોવી નહીં, જોવાઈ ગઈ હોય તો યાદ કરવી નહીં, સંભળાવવી નહીં કે એનો સ્વીકાર કરાવવા પ્રયાસ કરવો નહીં. પોતાની ભૂલનો તરત સ્વીકાર કરી લેવો, બચાવ ન કરવો.” સામાની ભૂલ જોયા કરવી વગેરે દરેક પ્રવૃત્તિઓ સંક્લેશનું મૂળ છે. તેથી એના પર Full stop મૂકશો એટલે સંક્લેશો અને સંઘર્ષો પર આપોઆપ Full stop લાગી જ જાય.. મારતી હોય કે મર્સીડીઝ... જ્યાં સુધી તમે એક્સીલેટર દબાવ્યા કરશો.... ગીયર બદલતા રહેશો... ગાડી સડસડાટ દોડતી જ રહેશે.. અને જેવી તમે બ્રેક લગાવો છો.... ગાડી સ્વયં અટકી જશે.....
હવે, આ જ વિચારણામાં આનાથી પણ આગળ વધીએ. પોતાની ભૂલ હોય તોપણ બીજા પર ઢોળી દેવી એ માનવસહજ પ્રવૃત્તિ છે, અનાદિની ચાલ છે. આને ટોપલા મહોત્સવ કહે છે. ઈન્દિરાજી કહેતાંમારો કોઈ વાંક નથી. જનતા પાર્ટીએ ચાલબાજી કરી.. મોરારજી કહે છે-ચરણસિંહની ગદારીએ મારી ખુરશી હલાવી..... રાજીવ કહે છેવી.પી.એ. બોફોર્સના નામ પર મારી ખુરશી ઝૂંટવી લીધી. વી.પી. કહે છે-ભાજપે ગરબડ કરી...મુલાયમ કહે છે-હું તો મુલાયમ હતો. તિબેટની પોલીસ મિલિટ્રીએ કારસેવકોની ક્રૂર હત્યા કરી. હું બિલકુલ નિર્દોષ છું. ડાયમંડવાળા કહે છે-અમેરિકાની પાર્ટીઓ પાણીમાં બેસી ગઈ. ચીનવાળાએ બજાર ડાઉન કરી નાખ્યો, ગુનો અમારો નથી.
દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો... આ ટોપલા મહોત્સવની સર્વત્ર બોલબાલા છે, કારણ કે એ જીવની અનાદિની ચાલ છે. અનાદિની દરેક ચાલ જીવો સાથેની શત્રુતાને અને જડ સાથેના રાગને વધારનાર છે અને એ રીતે જીવોને દુઃખી કરનાર છે. એટલે એનાથી વિપરીત પ્રવૃત્તિ જીવો સાથેની શત્રુતાને કાપી મૈત્રી વધારનાર છે અને જડ પરના રાગને ઘટાડનાર છે. તેથી પોતાની ભૂલને બીજા પર ઢોળવાની કાયરતા
આચરવા કરતાં બીજાની ભૂલને પણ અવસરે પોતાના પર લઈ લેવાની - બહાદુરી કેળવવી જોઈએ. બીજા સેંકડો પ્રયાસોથી પણ એક વ્યક્તિના દિલમાં આપણા પ્રત્યે જે પ્રેમ અને સદ્ભાવ ઊભા થઈ શકતા નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org