________________
૧૩૮
હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં
તે પ્રેમ અને સદભાવ આ પ્રવૃત્તિથી ઊભા થઈ જાય છે.
બત્રીસ વર્ષની ઉંમરના એક શ્રીમંત સર્જનની પત્ની મરી ગઈ. મિત્રો અને સ્વજનોએ બીજી પત્ની કરી લેવા સલાહ આપી, આગ્રહ કર્યો. પણ સાવકી મા ઘરમાં આવે તો બિચારા પાંચ વર્ષના પુત્રનું શું થાય ? પોતાના સુખ ખાતર પુત્રને દુઃખી કરવા એ ઇચ્છતો નહોતો. એટલે એણે બીજીવારના લગ્નની વાતનો ઇનકાર કરી દીધો. એ પોતે જ પૂરી કાળજીથી છોકરાનો વિકાસ કરવા લાગ્યો. એમ બે વર્ષ વીતી ગયાં. પણ એ સજ્જનને લાગ્યું કે વેપાર વગેરે કારણે હું પુત્ર પાછળ ધ્યાન આપી શકતો નથી. વળી ગમે તેમ હોય એક માતૃહૃદયા સ્ત્રી બાળકનું જેવું સંસ્કરણ કરે એવું હું કરી શકતો નથી. તેથી પુત્રના યોગ્ય ઉછેર માટે પણ મારે પરણવું જોઈએ. એટલે પુનઃલગ્ન કરવાનો નિર્ણય કરી એણે છાપામાં જાહેરખબર આપી. એમાં જ ભેગી નોંધ આપી કે, “પૂર્વ પત્નીના પુત્રને સ્વપુત્રવત્ ગણીને માતૃપ્રેમ જે આપી શકે એવી સ્ત્રીએ જ આ લગ્ન માટે પ્રયાસ કરવો.” એક મધ્યમવર્ગની યુવતી આ જાહેરખબર વાંચી એમની પાસે આવી. આ સજ્જને મુખ્ય વાત આ જ કરી કે હું મારા સુખ માટે નથી પરણતો, પણ આ પુત્રના ભવિષ્ય માટે પરણું છું એ વાત તમારે બરાબર ખ્યાલમાં રાખવી પડશે. ત્યારે એ યુવતીએ બાંહેધરી આપી કે તમારે એ બાબતની કોઈ ફિકર ન કરવી. મારા સગા પુત્ર કરતાંય સવાયા વહાલથી એને રાખીશ. લગ્ન નક્કી થઈ ગયાં. આડોશી-પાડોશીએ એ સાત વર્ષના બાળકને આમ સમજાવ્યું કે “જો ભાઈ ! હવે તારા ઘરમાં તારી અપરમાં આવશે, એ તને કદાચ બહારથી ઘણો પ્રેમ દેખાડશે, ઘણું હેત ઊભરાવશે, પણ એ તારી સાચી મા નહીં, એ તો સાવકી મા જ, એનો પ્રેમ સાચો ન હોઈ શકે.” અનેક આડોશી-પાડોશીઓએ પોતપોતાની રીતે કરેલી વાત એ પત્રના મનમાં બરાબર ઠસી ગઈ. એના મનના આકાશમાં એક પૂર્વગ્રહ નામનો ગ્રહ ચકરાવા માંડ્યો.
લગ્ન થઈ ગયાં. પત્ની અને માતા બનીને યુવતી ઘરમાં આવી ગઈ. એ પોતાના વચનને પાળવા કટિબદ્ધ હતી. પુત્રને સગી મા મળવાની પ્રતીતિ થાય, એવું ગમે તે ભોગે કરવાની એની ઇચ્છા હતી. એટલે એ જ રીતે એણે પ્રથમ દિવસથી જ પુત્ર પર પ્રેમ અને વાત્સલ્યનો ધોધ વહાવવા માંડયો. એક સગી માની જેમ પોતાના મોજશોખ, ઇચ્છા અને અંગત સ્વાર્થને ગૌણ કરીને એ બાળકનું ધ્યાન રાખવા લાગી. પણ સામેથી એવો પ્રતિસાદ ન મળ્યો. એ બાળક આ યુવતીને ‘મા’ કહેવા તૈયાર નહોતો. “એની પાછળનો મારો ભોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org