________________
૧૪૪
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં અહંકારમાંથી પેદા થયેલી હોય છે. હું ક્યારેય કોઈ ભૂલ કરતો નથી ને બીજાઓ ભૂલ સિવાય કાંઈ કરતા નથી.” આ એક પ્રચંડ અભિમાન સિવાય બીજું શું છે ? જ્યારે અમુક ઢીલી પ્રવૃત્તિ પોતે કરી હોય ત્યારે એના વિચારો આવા હોય છે કે “ભાઈ ! એ તો પરિસ્થિતિ જ એવી નિર્માણ થયેલી કે હું જ નહીં, અન્ય કોઈપણ હોય તોય આવું જ કરે. આનાથી વધારે સારી પ્રવૃત્તિની એ વખતે અપેક્ષા જ ન રાખી શકાય. એટલે મેં જે કર્યું છે તે એકદમ બરાબર છે. એમાં કાંઈ જ ખોટું નથી.” એ જ પ્રવૃત્તિ જ્યારે અન્ય વ્યક્તિએ કરી હોય તે છે ત્યારે એ માણસનો અહંકાર એના દિમાગમાં આવા વિચારોને જન્માવે છે કે, “એમ પરિસ્થિતિને જ હંમેશાં આગળ કર્યા કરીએ તો આગળ જ ન વધાય. થોડા સહનશીલ બનવું જોઈએ, મનને થોડું મક્કમ કરવું જોઈએ. પણ આવું તો ન કરવું જોઈએ. આ એણે બહુ ખોટું કર્યું.” ને ઘણી વાર તો એનો અહંકાર અને પરિસ્થિતિનો વિચાર જ આપતો નથી.
આવા માણસોને “બીજાની ભૂલ જોવી નહીં, યાદ કરવી નહીં, કહેવી નહીં' આવી આવી વાતો પસંદ ન પડે એ સ્વાભાવિક છે. તેઓ તો જાણે કે આખી દુનિયાને સુધારવાનો ઠેકો લઈને બેઠા ન હોય એવું માનતા હોય છે, પોતે બીજાઓની ભૂલ કાઢવાનું ને કહેવાનું છોડી દે તો આખી દુનિયા વધુ ને વધુ ભૂલો કરવા માંડે ને બગડી જાય એવો તેઓનો અભિપ્રાય હોય છે. પોતે જે અન્યની ભૂલો જોયા કરે છે, ને જણાવ્યા કરે છે એનાથી જ બધા ક્ષતિરહિત બની શકશે. એવો તેઓનો દઢ વિશ્વાસ હોય છે. આવાને બિચારાને કોણ સમજાવી શકે કે ભઈલા ! આ તારું મિથ્યા અભિમાન છે. બીજા-ત્રીજાઓ જે ભૂલો કરે છે અને એના કારણે જે નુકશાન વહોરી લે છે એના કરતાં તારી આ અન્યની ભૂલોને જોયા-ગાયા કરવાની પ્રવૃત્તિ અનેકગણી મોટી ભૂલ છે ને એનાથી તને ઘણું જ ભયંકર નુકશાન થવાનું છે. બધા જીવો પર દ્વેષ, તિરસ્કાર ને શત્રુતા ઊભી થવી અને જાતનું પ્રચંડ અભિમાન એ જ શું એક મોટું નુકશાન નથી ?
એક વાર માનવે ચન્દ્રને કહ્યું કે, તારી સૌમ્યતા ને શીતળતા ઘણી જ સુંદર છે, પણ આ કાળો ડાઘ એ એક મોટું કલંક છે. નદીને કહ્યું કે તારી નિર્મળતા ને પવિત્રતા પ્રશંસનીય છે, પણ તું વીફરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org