________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૪પ ત્યારે ગામોનાં ગામો તારાજ કરી નાખે છે એ તારી મોટી બ્લેક સાઈડ છે. સાગરને કહ્યું કે, તારી ગંભીરતા ને વિશાળતાનો વિશ્વમાં જોટો જડે એમ નથી. પણ તું ખારો છે એ બહુ મોટો દોષ છે. ગુલાબને કહ્યું કે, તારી નોખી સુંદરતા અને અનોખી સુગંધ ખરેખર મનહર છે, પણ તારી આસપાસ રહેલા આ કાંટા બધી મઝા બગાડી નાખે છે. માનવની આ વાત સાંભળીને ચારેય ભેગા બોલી ઊઠ્યા કે, “હે માનવ ! તારી બુદ્ધિ અને શક્તિ તો ખરેખર અદ્વિતીય છે. પણ તારી આ દોષદષ્ટિ એ આ દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ હકીકત છે.'
દોષદૃષ્ટા ઊંટને વીંઝાયેલા ચાબુકના આ શબ્દો એને કોણ સંભળાવે ? : “સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે...'
જે કોઈ સંપર્કમાં આવ્યો તેનું ઉધાર પાસે જોયા કરવું ને એને દેવાદાર તરીકે જાહેર કર્યા કરવો એના જેવો ભયંકર દોષ બીજો કયો હોઈ શકે ?”
હા, ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે કે નોકરની ભૂલને શેઠે, પુત્રની ભૂલને પિતાએ, વિદ્યાર્થીની ભૂલને શિક્ષકે જોવી ને કહેવી આવશ્યક હોય છે. એને જ નજરમાં લેવામાં ને લાવવામાં ન આવે તો એ શેઠ વગેરેને કે ખુદ નોકર વગેરેને ઘણું નુકસાન થવાનો સંભવ હોય છે. પુત્ર વગેરેની એવી ભૂલોની ઉપેક્ષા કરવામાં એ ભૂલો ફૂલે-ફાલે છે. તેથી પુત્ર વગેરેનો વિકાસ તો અટકી જાય, પણ વિનાશ થઈ જાય એવું જોખમ રહેલું હોય છે. એટલે પુત્ર વગેરેની કોઈની પણ ભૂલ જોવી જ નહીં કે કહેવી જ નહીં એવો એકાંત પકડી શકાતો નથી. પણ એ ભૂલ જોવાને કોણ અધિકારી છે ? કહેવાને કોણ અધિકારી છે ? ક્યારે કહેવી ? કઈ રીતે કહેવી ? આ બધુંય વિચારણીય છે. ગમે તે વ્યક્તિ, ગમે ત્યારે, ગમે તે રીતે, આડેધડ જોવા ને કહેવા માંડે તો એ પુત્ર વગેરેની ભૂલ નિવારાતી નથી, વિકાસ થતો નથી કે વિનાશ અટકતો નથી. પણ ઉપરથી દ્રષ-તિરસ્કાર-દુર્ભાવ ને શત્રુતા પાંગરવાથી સ્વપરને મહાનુશાન થાય છે.
જેના પર પોતાનો અધિકાર હોય, જેના વિકાસ વગેરેની પોતાના પર જવાબદારી હોય તેવી વ્યક્તિની ભવિષ્યમાં મોટું નુકશાન કરે એવી ભૂલોને જરૂર જોઈ શકાય અને કહી શકાય, ક્યારે કહેવી ? એ પ્રશ્નનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org