________________
12. અન્યની ભલની કુરતી -
ગ્રીષ્મઋતુના ધોમધખતા તાપમાં એક પથિક પંથ કાપી રહ્યો હતો. ગરમી અને શ્રમથી ખિન્ન થયેલી કાયા છાયા ઝંખતી હતી. પૂર્વમાં કંઈક સુકૃત કરીને પુણ્યનું બીજ નાખ્યું હશે તે ઘેઘુર વડલા રૂપે સામે આવ્યું. તુરંત થોડો આરામ કરવાનો નિર્ણય કરી વડલા નીચે ઝુકાવ્યું. બાજુમાં ખળખળ વહી જતા એક ઝરણાની નજીકમાં વેલ પર મોટું તરબૂચ જોયું. પાછી નજર ઉપર ગઈ ત્યાં વડના ટેટા જોવા મળ્યા. ને એ બિરાદરને ઈશ્વરની પણ ભૂલ દેખાઈ.....
“આ ઈશ્વરે ય કેવી ભૂલો કરે છે. આ બિચારી સુકોમલ વેલડી પર આવું તોતીંગ કલિંગર ઉગાડે છે જેના ભારથી નમેલી વેલડી બિચારી ઊંચી ય થઈ શકતી નથી. ને આ વિશાળ વડલા પર સાવ નાના નાના ટેટા ઉગાડે છે. મારી સલાહ માંગે તો હું તો બન્નેને ટ્રાન્સફર કરવાનું કહી દઉં.” આમ ઈશ્વરની ભૂલ વિચારે છે ત્યાં જ એક ટેટો બરાબર એના નાક પર પડ્યો. એક ક્ષણ તો આંખ મીંચાઈ ગઈ, પણ પછી ટેટો જો ને પાછો વિચાર આવ્યો “ના, ના, ખુદાએ ભૂલ નથી કરી, નહીંતર જો વડલા પર તરબૂચ હોત ને મારા પર પડત તો?”
કેટલાક માણસોનો એવો સ્વભાવ થઈ ગયો હોય છે કે દરેકની ભૂલ જોયા કરવી. દૂધમાંથી ય પોરા કાઢવાનો એટલો બધો અભ્યાસ એને થઈ જાય છે કે પછી ગમે એટલી પૂજનીય, ઉપકારી, સન્માનનીય ને આદરપાત્ર વ્યક્તિ કેમ ન હોય, એને પણ એ છોડી શકતો નથી. એના કાર્યમાં પણ એને કંઈક ને કંઈક અજુગતું ભાસ્યા કરે છે. દરેકની પ્રવૃત્તિ પર ચેકીંગ રાખવા માટે જાણે કે એને ઈન્સ્પેક્ટર તરીકે નીમવામાં આવ્યો ન હોય એમ એ દરેકની ક્રિયાઓનું પોસ્ટમોર્ટમ કરતો જ રહે છે. ડુંગર ખોદીને છેવટે ઉંદર તો કાઢે જ છે. અને હું કેવું દરેકના કાર્યનું નિરીક્ષણ કરી શકું છું !' એવા મિથ્યાગર્વથી ફુલાયા કરે છે. અન્યની પ્રવૃત્તિઓનું પોસ્ટમોર્ટમ કરવામાં એ એટલો બધો વ્યસ્ત રહેતો હોય છે કે એને પોતાની પ્રવૃત્તિઓનું ઈન્સ્પેકશન કરવાનો સમય જ મળતો નથી. અરે ! અન્યની પ્રવૃત્તિઓનું ચેકીંગ કર્યા કરવાની પોતાની આ પ્રવૃત્તિ યોગ્ય છે કે નહીં ? એટલુંય એ બિચારો ક્યારેય ચેક કરતો નથી. બીજાની ભૂલો જોયા કરવાની આવી ટેવ જાતના જોરદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org