________________
૧૧૧
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે... મોંમાથી શબ્દ નીકળી ગયા કે, “બેસ બેસ હવે, તું કેવી છે તે હું જાણું છું. તેં તો મારા પિતાને મારી નાખવા માટે કુવામાં ધકેલી દીધા હતા.” “અરરર ! આ તો મારા દીકરાનેય ખબર પડી ગઈ ને એણેય મને સંભળાવ્યું. હવે તો બધાને ખબર પડી જશે ને બધા ડગલે ને પગલે મને સંભળાવ્યા કરશે..” પુત્રના શબ્દોએ માતાના દિલ પર વજ જેવો પ્રહાર કર્યો. આ વજાઘાતને એ જીરવી ન શકી. Heart attack and instant death..... એ મોતના મુખમાં ધકેલાઈ ગઈ... પિતાના દિલને પારાવાર દુઃખ થયું. જીવનભર જાળવેલું સૂત્ર– “બોલવા કરતાં ન બોલવું સારું એક વાર ગુમાવ્યું ને ભયંકર પરિણામ આવ્યું.
આગળના પ્રકરણમાં કહી ગયો કે કોઈની ભૂલ જુઓ નહીં. હવે મારે આ કહેવું છે કે, કદાચ કોઈએ આપણી નજર સામે જ કોક ભૂલ કરી અને આપણી નજરમાં આવી જ ગઈ છે, તો હવે એને ભૂલી જાવ. ભૂલ નામ જ એનું જે ભૂલી જવા યોગ્ય હોય. એને ભૂલી જવામાં આવે તો જીવનમાં શાંતિ-સમાધિ આવે છે, ને સામાના દિલમાં આપણા પ્રત્યેની પ્રેમસભાવની લાગણીઓ ઉછાળા મારવા માંડે છે. પણ એને યાદ કરી એટલે સમજી રાખો કે હેરાનગતિઓ ચાલું થઈ. એ પ્રૌઢ યુવકને ભોજન વખતે પત્નીની ભૂલ યાદ આવી તો હસવામાંથી ખસવું થયું ને ! યાદ જ ન આવી હોત તો ? ક્યારેય પત્નીની ભૂલને, ખુદ પત્નીની આગળ પણ એ બોલ્યો નહોતો તો એના જીવનમાં કેવો પ્રેમ અને આનંદનો ઉદધિ હિલોળા લેતો હતો. માટે કહું છું.... જીવનને પ્રસન્ન બનાવવું છે ? Forget the past.... દટાઈ ગયેલાં મડદાંઓને ઉખેડવાની બાલિશ ચેષ્ટા છોડી દ્યો...... જીવનની કટુતા ઘણે અંશે દૂર થઈ જશે... પણ જીવના જીવનમાં આનંદ રેલાય એ મોહરાજાને પસંદ નથી. એટલે એણે આ જીવડાને અનાદિની ઊંધી ચાલ પકડાવેલી છે. પોતાની ભૂલને કોઈ ગમે એટલી યાદ કરાવે તોપણ યાદ જ ન આવે એટલી હદે ભૂલી જનારો માણસ સામાની ભૂલને કોઈ રીતે ભૂલી શકતો નથી.
સામાની ભૂલ તો એના દિલમાં શિલાલેખની જેમ કોતરાઈ જાય છે.
નજર સામે પ્રસંગો તો ઘણા બને છે એનું પ્રતિબિંબ પણ દિલમાં પડે છે. પ્રતિબિંબને દર્પણ પણ ઝીલે છે ને ફોટોપ્રીન્ટ પણ ઝીલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org