________________
૧૬૫
અન્યની ભૂલની દુરસ્તી એના રૂંવાડે રૂંવાડામાં અગનજવાળાઓ ચંપાશે. પણ મને વિચાર એ આવે છે કે આટલા લાંબા પત્રને એ ધ્યાનથી વાંચશે ખરો ? તમે જાણો છો કે એ પોતાનાં કાર્યોમાં કેટલો બધો રચ્યોપચ્યો રહે છે. જો આટલાં પાનાં જોઈને જ એ એને વેસ્ટબોક્ષમાં નાખી દેશે તો ? તમારી ધારણા સફળ ન થાય એવું આપણે કરવું નથી. એટલે શું તમને એમ લાગતું નથી કે આ પત્રને થોડો ટુંકાવી દેવો જોઈએ ?” લિંકને પોતાની મુત્સદી દાખવી.
“સારુ, વકીલ સાહેબ ! તો હું એને ટુંકાવી દઉં” ત્રણ-ચાર દિવસમાં એ પત્રને ટુંકાવી લાવ્યો. પત્રની લેન્થમાં ૫૦% ઘટાડો જાણી લિંકનને આનંદ થયો. “સરસ, ઘણું સરસ ! તમે બહુ જ સુંદર કાર્ય કર્યું. આ જુઓ ને, પેલાં ૪૦ પાનાં કરતાંય આ ૨૦ પાનાંમાં પત્ર ભલે ટુંકાઈ ગયો, પણ શબ્દો કેવા અસરકારક ને વધુ ચોટ લગાડે એવા બની ગયા છે. મને લાગે છે કે હજુ જો શબ્દ ઓછા કરી નાખવામાં આવે તો એ વધુ અસરકારક બનશે. લાંબા પત્ર કરતાંય ટૂંકો ટેલિગ્રામ કેવી અસર ઊભી કરે છે !” લિંકને નવો પાસો ફેંક્યો. દિનપ્રતિદિન અસીલનો જુસ્સો ને ગુસ્સો તો ઘટી જ રહ્યા હતા. એણે લિંકનની વાત સ્વીકારી લીધી. ચારપાંચ દિવસની મથામણ કરીને એણે વજન ઓર અડધું કરી નાખ્યું. દશ પાનાંનો પત્ર લઈને એ લિંકન પાસે પહોંચી ગયો. “નાઈસ, વેરી નાઈસ !” લિંકન જાણે કે ખુરશીમાંથી ઊછળી પડ્યો. એણે અસીલની હોંશિયારીનાં ભારોભાર વખાણ કર્યા. ફુલણશી ફુલાઈ ગયા. “તો આ પત્ર હવે મોકલી આપું ને ? એના દિલમાં જબ્બર ચોટ લગાડશે, કેમ ખરું ને વકીલ સાહેબ !” લિંકન તો પૂરા ખેલાડી હતા. શતરંજના પ્યાદાને કઈ વખતે કઈ ચાલ આપવી એમાં પૂરા હોશિયાર. એણે વાતનો ઢંગ બદલીને કહ્યું : “તમારા પર એણે જે પત્ર લખ્યો હતો તેના પર કઈ તારીખ છે ? જુઓ ને !” પેલાએ તારીખ જોઈને કહ્યું. એટલે છેલ્લી બાજી અજમાવતાં લિંકને કહ્યું કે, “જુઓને મહાશય ! એણે તો પત્ર લખ્યાને મહિના ઉપર કાળ પસાર થઈ ગયો. તમારા ઉત્તરની શરૂ શરૂમાં પ-૭ દિવસ એણે રાહ જોઈ હશે. પણ ત્યાં સુધીમાં જવાબ ન મળવાથી ધીમે ધીમે એનોય ધમધમાટ ઓછો થઈ ગયો હશે, અને હવે તો એ પોતાના પત્રને ભૂલી પણ ગયો હશે. હવે એક મહિના બાદ તમારા પત્રની એક પર શી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org