________________
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ
૧૨૯ આનું કારણ સ્પષ્ટ છે કે મેં કપ ફોડી નાખ્યો' એવું બોલવામાં પોતાની ભૂલ મોટી હોવી પ્રતીત થાય છે, જ્યારે “મારાથી કપ ફૂટી ગયો' એવું બોલવામાં પોતાની ભૂલ કંઈક નાની-ક્ષન્તવ્ય હોવાની પ્રતીતિ થાય છે. એમાં કંઈક રાહત અનુભવાય છે. ભૂલનો સ્વીકાર કરી લેવાની હિંમત કેળવનારની પણ પોતાની ભૂલ મોટી હતી’ એવી પ્રતીતિ માટે તૈયારી હોતી નથી. પોતાની ભૂલ મોટી છે. એવું માણસ બહુધા મહસૂસ જ કરી શકતો નથી. પોતાની ભૂલ પોતાને નાની જ લાગે છે.
મિત્રને જેલ થયેલી જાણીને બીજો મિત્ર જેલમાં મુલાકાતે આવ્યો. કેમ દોસ્ત ! તને કાંઈ જેલની સજા થઈ ?” “અરે યાર ! શું કહું ? એક નાની-શી ભૂલ થઈ ગઈ ને સરકારે જેલની સજા ઠોકી દીધી.” “નાની-શી ભૂલમાં ?” “હાસ્તો, નાની જ ભૂલમાં ને !” “શું નાની ભૂલ થઈ હતી ?
“જો ને યાર, બેંકમાંથી ઑફિસના લાખ રૂપિયા ઉપાડેલા તે ઑફિસમાં લઈ જવાને બદલે બાજુમાં જ આવેલા મારા ઘરે લઈ ગયો, એટલામાં તો સરકારે કેદ ફટકારી દીધી.”
હા, આ પણ એક અનાદિની ચાલ છે, કે જીવને પોતાની પહાડ જેવી ભૂલ પણ રાઈના દાણા જેવી નાની લાગે છે ને બીજાની રાઈના દાણા જેવી નાની ભૂલ પણ પહાડ જેવી મોટી લાગે છે. (તેથી બીજાની ભૂલ પર, તેં કપ ફોડી નાંખ્યો એમ કર્તરિ પ્રયોગ કરે છે, પણ “તારાથી કપ ફૂટી ગયો’ એમ કર્મણિપ્રયોગ લગભગ નહીં.) આ જ કારણ છે કે જેથી પોતાની ભૂલ એને નીગ્લેક્ટ કરવા જેવી લાગે છે જયારે સામાની ભૂલ એવી લાગતી નથી. એટલે પોતાની ભૂલ વખતે માનવ બચાવ કરવાનો પ્રયાસ કરે છે ને અન્યની ભૂલ વખતે કબુલાત લેવાનો પ્રયાસ કરે છે. એ વખતે આટલો વિચાર આવતો નથી કે જેમ મને મારી ભૂલ નેગ્લીજીબલ લાગે છે એમ એની ભૂલ નેગ્લીજીબલ લાગે છે.
એક ગરીક ફિલોસોફરે કત્વ છે કે જો કોઈ તમને કપકો આપે તો તરત વીકારી લ્યો અને એને કહો કે હજ તો તમે મને પહેપરો
ઓળખત નથી. જો તમે મને વધારે ઓળખશો તો તમને આના ક૨તાં માં પણ વધારે છકો આપવા જેવું લાગશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org