________________
'11. ફઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ |
નિશાળમાં ઇન્સ્પેકશન ચાલી રહ્યું હતું. ઈન્સ્પેકટર સાહેબ ગુજરાતી વ્યાકરણ અંગેના પ્રશ્નો પૂછી રહ્યા હતા. એક વિદ્યાર્થીને ઊભો કરીને તેમણે પૂછયું કે “બોલ, કર્તરિ પ્રયોગ કોને કહેવાય ? અને કર્મણિ પ્રયોગ કોને કહેવાય ?' ચતુર અને વાચાળ વિદ્યાર્થીએ તુરત જવાબ આપતાં જણાવ્યું કે “સર ! જેનાથી પોતાને કંઈક જશ મળશે, વાદ્વાહ મળશે એવું લાગતું હોય તેવા સારા કામનું નિવેદન કરવા માટે માણસ મોટે ભાગે જે સાહજિક વાક્યપ્રયોગ કરે છે તે કર્તરિ પ્રયોગ હોય છે, અને એનાથી વિપરીત કોઈ ગુનારૂપ કાર્ય કર્યું હોય તો તેના નિવેદન માટે જે સાહજિક પ્રયોગ ઘણુંખરું થઈ જાય તે કર્મણિ પ્રયોગ હોય
છે.”
વિદ્યાર્થીએ માનવમનની કેવી સચોટ રજૂઆત કરી ! “આ વસ્ત્ર મેં સીવ્યું છે.” “આ ચિત્ર મેં દોર્યું છે.” “હા, તમારી એ પ્રશંસા મેં કરી હતી' ઇત્યાદિ બાબતોમાં સહજ રીતે કર્તરિ પ્રયોગ કરી નાખનારો માણસ “આ કપડું મેં ફાડી નાખ્યું “આ ચિત્ર મેં બગાડી નાખ્યું “હા તમારી એ નિંદા મેં કરી હતી ઇત્યાદિ કર્તરિ પ્રયોગો, પોતાના એ ગુનાની કબૂલાત કરતી વખતે ય સહજ રીતે બોલી શકતો નથી. પોતે કંઈક ભૂલ કરી છે કે હવે એનો એકરાર કરવાનો છે એવા અવસરે મોટે ભાગે કર્મણિપ્રયોગ જ થઈ જાય છે. “આ વસ્ત્ર મારાથી ફાટી ગયું.” “આ ચિત્ર મારાથી બગડી ગયું.” “હા, કદાચ મારાથી નિંદા થઈ ગઈ હશે” એવો જ વચનપ્રયોગ જીભ પર આવે છે. પોતે સાવ બેદરકારી રાખીને કપ ફોડી નાખ્યો હોય, તો પણ “મારાથી કપ ફૂટી ગયો’ એવું એ બોલે છે, “મેં કપ ફોડી નાખ્યો' એવું વચન ઉચ્ચારવા માટે જાણે કે જીભ તૈયાર જ થતી નથી. હા, થોડી નફફટાઈ કે બેફિકરાઈ આવી હોય, ને એથી એમાં એને કંઈ ભૂલ જેવું જ ન લાગતું હોય, ઉપરથી
મોટી ધાડ મારી ન હોય એવું લાગતું હોય, તો “હા, તમારી એ નિંદા મેં કરી હતી. (શું કરી લેવાના છો ?'' ઇત્યાદિ કર્તરિ પ્રયોગ હજુ થઈ શકે છે, પણ જ્યાં પોતે કંઈક ખોટું કર્યું છે, એવો ભાસ થાય છે ને એ અંગે કંઈક ફિકર થાય છે, એવા સ્થાને મોટે ભાગે કર્મણિપ્રયોગ જ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org