________________
૧૫૬
હંસા !.. તું ઝીલ મૈત્રીસરોવરમાં કાર્નેગી, એ જમાનામાં, ચાર્લ્સ શ્લેબને વર્ષે ૧૦ લાખ ડોલર પગાર આપતો હતો. એનામાં માણસો પાસેથી કામ લેવાની જે કુશળતા હતી, અને માણસોમાં ઉત્સાહ જગાડવાની જે શક્તિ હતી, એ જ એની આ જંગી પગાર માટેની મોટી લાયકાત હતી. એની આ કુશળતા અને શક્તિનું વર્ણન કરતાં એ કહેતો કે, પોતાના બૉસની વારંવારની ટીકાથી માણસનો ઉત્સાહ જેટલો ભાગી જાય છે એટલો અન્ય કશાથી ભાંગી જતો નથી. એટલે એ બને ત્યાં સુધી કોઈની ખામી દેખાડતો નહીં, પણ જેટલી ખુબી હોય, એની દિલથી સરાહના કરતો. આપણી પ્રવૃત્તિ આનાથી વિપરીત હોય છે. ખુબીની પ્રશંસા લગભગ નહીં, અને ખામીની ટીકા ન કરવી” એવુંય લગભગ નહીં. રોજ ઘરને વાળીઝૂડીને બરાબર સાફ રાખનારી કામવાળીની આપણે પ્રશંસા નથી કરતા, અને એક દિવસ પણ જરા કચરો રહી ગયો હોય, તો કહ્યા વગર રહી નથી શકતા !
જ્યાં સુધી આપણે સામી વ્યક્તિને પ્રિય ન બનીએ-એના મનને આવર્જિત કરી વિશ્વાસનું સંપાદન ન કરીએ-ત્યાં સુધી એ આપણી વાત સ્વીકારી લે, અને એ પ્રમાણે સુધરવા માટે પ્રયાસો કરે, એ વાતમાં ખાંડ ખાવાની છે. એવી આશા રાખવી એ ઝાંઝવાના જળ જેવી છે. અન્યને પ્રિય બનવા માટે એની વિશેષતાઓને વખાણવી આવશ્યક છે. અને એ માટે “ભૂલ થઈ ને સંભળાવવી” એ વૃત્તિ છોડવી આવશ્યક છે. વળી ઘણીવાર તો આપણને અન્ય વ્યક્તિની જે ભૂલ લાગે છે, એ આપણી તેવી કલ્પનાના કારણે જ લાગતી હોય છે. સામી વ્યક્તિના અમુક આચરણને આપણે ભૂલ તરીકે કલ્પી લઈએ છીએ, પણ જો એવી પરિસ્થિતિમાં આપણે મૂકાયા હોઈએ, તો Most probably આપણે પણ એવું જ આચરણ કરતા હોઈએ, અને એને ભૂલરૂપે નહીં, પણ યોગ્ય જ માનતા હોઈએ, એવું બને છે. કારણકે આપણને પરિસ્થિતિ પણ દેખાતી હોય છે. સામી વ્યક્તિએ જ્યારે એવું આચરણ કર્યું હોય છે, ત્યારે આપણને એનું આચરણ માત્ર દેખાય છે, પરિસ્થિતિ નહીં, તેથી આપણે એને ભૂલ તરીકે કલ્પી લઈએ છીએ.
ઘાટીના શરીરમાં આજે કળતર છે, તાવ આવવાની તૈયારી છે.
નુકશાનકતાં પર ક્રોધ કરવો છે તો ક્રોધ પર જ કરો ને !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org