SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦. લ મૈત્રીસરોવરમાં કરે છે ને ! આ જ અનાદિની ચાલને પરવશ બનેલો જીવ સ્વજીવનમાં પણ અપનાવે છે. પત્ની સારી સારી રસોઈ ખવડાવે છે, ઘરને સ્વચ્છ રાખે છે. મહેમાનોની સરભરા કરે છે, પોતાને જીગરથી ચાહે છે, આવી ઢગલાબંધ વાતોની પતિ નોંધ લઈ શકતો નથી, ને પોતાના વચન કે વિચાર વિરુદ્ધ પત્નીએ કાંઈ પણ કર્યું હોય, તો જોઈ લ્યો, નૈગેટીવ ઊતરી જ ગઈ, એ પ્રસંગની ટેપરેકોર્ડ થઈ જ ગઈ. જેમ જેમ દિવસો ને મહિનાઓ વીતવા માંડે છે તેમ તેમ આમાં એક પછી એક પૃષ્ઠો ઉમેરાતાં જાય છે ને જાણે કે પત્નીની ભૂલોનો એક એનસાઈક્લોપીડિયા તૈયાર થાય છે. સુવર્ણ અક્ષરે લખવાના લગભગ કોઈ જ પ્રસંગો લખાતા નથી ને કાળા અક્ષરે લખવાનો લગભગ કોઈ જ પ્રસંગ બાકી રહેતો નથી. જાણે કે સુવર્ણ બહુ મોઘું છે ને કોલસા સસ્તા છે એ જ કારણ આમાં ભાગ ભજવતું ન હોય ! અને પછી તો ! ગ્રામોફોનની રેકર્ડને પીન મળવી જોઈએ, એક પછી એક ગીત ચાલુ, એમ આ માનવીને કોઈ પ્રસંગ બનવો જોઈએ. એટલે રેકર્ડ થયેલી આ ભૂલો સંભળાવવાની ચાલુ. પેલો બકનળીનો સિદ્ધાંત આવે છે ને, પાણી વહેવાનું ચાલુ થયું એટલે બધું ખાલી થઈને જ અટકે. એમ ભૂલો સંભળાવવાનું ચાલુ કર્યું, એટલે જેટલી યાદ આવે એ બધી બહાર નીકળવી જ જોઈએ. આવું માત્ર પતિના પક્ષે જ નથી હોતું, પત્નીના પક્ષે પણ હોય જ છે. પતિ તરફથી મળતા અનેક પ્રકારના સહકારને પત્ની મગજની ડાયરીમાં ટપકાવતી નથી ને નાનામોટા કોઈપણ અસહકારને ટપકાવવાનું ચૂકતી નથી. વારંવાર થતી આવી નોંધો એની યાદો અને એને સંભળાવવાની પ્રવૃત્તિઓ ચૂંટાઈ ઘંટાઈને એવી ઘટ્ટ બની જાય છે કે જે પતિ-પત્ની વચ્ચે એક દિવાલનું કામ કરતી થઈ જાય છે. પછી એક જ કમરામાં રહેનાર પતિ-પત્ની દિલથી ઘણાં દૂર થઈ ગયાં હોય છે. એકબીજાની ભૂલો વારંવાર ચૂંટાઈને દિવાલરૂપ બની ન જાય, એના કારણે પતિ-પત્નીના જીવનમાં એક પ્રકારનું ઝેર ફેલાઈ ન જાય, ને એના પરિણામે એક પ્રકારનું સામાજિક પ્રદૂષણ ઊભું ન થઈ જાય, એ માટે ભારતદેશની એક સામાજિક સંસ્કૃતિ આવી હતી કે પરણ્યા પછી પત્ની સુવાવડના નામે કે પીયરમાં આવેલા પ્રસંગના નામે લગભગ દર વર્ષે બે-ત્રણ મહિના પીયરમાં રહી આવતી. ડુંગરથી દૂર ગયા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy