________________
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે.....
૧૨૧ એટલે ખાડા-ટેકરા દેખાતા બંધ થવાના જ. ને રમણીયતા દેખાવાનો પ્રારંભ થવાનો જ, પત્નીનો નિરંતર સહવાસ હોય તો, ભૂલ જોવાની અને નોંધવાની ચાલુ થયેલી પ્રવૃત્તિ ચાલુ જ રહેવાની, તે એક જાતની ટેવ બની જવાની. આવી ટેવ પડી જાય અને ભૂલો ઘૂંટાઈ ઘૂંટાઈને ઘટ્ટ અસહ્ય જેવી બની જાય, એ પહેલાં જ પત્ની આ રીતે બે-ત્રણ મહિના માટે દૂર થઈ જાય. તો એની ભૂલો દેખાતી બંધ થવાથી એના ગુણો જોવાનું ચાલુ થાય, જયારે વસ્તુ કે વ્યક્તિનો અભાવ થાય છે ત્યારે જ માણસને એની ઉપયોગિતાનો ખ્યાલ આવે છે. એક શાયરે કહ્યું છે – મહેંદી રંગ લાતી હૈ, સૂખને કે બાદ,
દોસ્તી યાદ આતી હૈ બિછૂડને કે બાદ !
પત્ની પીયર જાય ત્યારે, પતિને, એ ઘરનાં કેટકેટલાં કામો કરતી હતી, પોતાનું કેટલું કેટલું સંભાળતી હતી, પોતાને કેવી કેવી સગવડો પૂરી પાડતી હતી, ઇત્યાદિ ખ્યાલ આવે છે. આપણી નજીકમાં રહેલ કોઈ વ્યક્તિ એવી નથી હોતી, જે આપણા જીવનમાં ભાગ ભજવીને કોઈ ઉપકાર ન કરતી હોય. ઘડિયાળનો નાનામાં નાનો અવયવ પણ એને ચાલુ રાખવામાં પોતાનો ભાગ ભજવતો જ હોય છે. પર્વતથી દૂર થયા એટલે એ ઉપકારોની સુંદરતા દેખાવાની ચાલું થઈ જ સમજો. જેમ જેમ આ ખ્યાલો આવતા જાય છે તેમ તેમ તેના પ્રત્યે પાછી પ્રેમની-આદરની લાગણીઓ ઊભી થવા માંડે છે. ઘૂંટાયેલી ભૂલના કારણે આવેશમાં આવીને ‘હવે તો મને સાવ પરેશાન જ કરે છે, મારે આની કોઈ જરૂર નથી.” એવું પણ સહવાસ દરમ્યાન વિચારી ચૂકેલો પતિ નહિ, આ પત્નીની મારે પણ જરૂર છે. આટઆટલી બાબતોમાં એ મારે ખૂબ આવશ્યક છે, એના વગર મારાં આટલાં કામો બગડી જાય કે અટકી જાય.” એ વાતને દિલથી સ્વીકારતો થઈ જાય છે. આ રીતે ઉપકારને જાણવાથી ને આવશ્યક્તાને નિહાળવાથી એ વિચાર કરતો થઈ જાય છે કે તો પછી આજ સુધી હું એને સાવ નકામી વ્યક્તિ જ સમજતો હતો તે ખોટું હતું. હંમેશાં એની ભૂલો જ જોયા કરીને ક્યારેક આવેશમાં આવીને એને કાઢી મૂકી હોત તો ? હવે પુનઃ આવે ત્યારે, કદાચ કંઈક ભૂલ જોવા મળે તો પણ આવેશને પરવશ બની કંઈક અયોગ્ય પગલું ન ભરાઈ જાય એનો મારે ખ્યાલ રાખવો પડશે, એ માટે મારે મનને થોડું ઉદાર બનાવવું પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org