SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬. હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં કદાચ આપણી કલ્પનાઓ સાચી હોય અને તેનામાં અમુક અમુક ખામીઓ રહેલી પણ હોય, તોપણ એટલા માત્રથી એની સામે ફરિયાદો જ ઊભી કર્યા કરવી, ભાગી જવાનો જ પ્રયાસ કરવો એ કોઈ શાંતિપ્રાપ્તિનો ખરો ઉપાય નથી. જેમ એની ખામીના કારણે આપણને કંઈ ને કંઈ વેઠવું પડતું હોય છે તેમ એની ખુબીના કારણે આપણને કંઈ ને કંઈ ફાયદો પણ થતો જ હોય છે. અમુક રીતે એ નુક્શાનકર્તા છે તો અમુક રીતે એ લાભકર્તા પણ છે જ. પણ એક વાર મનમાં એક આગ્રહ બંધાઈ ગયા પછી આપણે એ વ્યક્તિનો ગમે એટલો વિચાર કરીએ, આપણો વિચાર એ પૂર્વગ્રહની લાઈન પર જ ચાલે છે. ટાઈલ્સ પર એક વાર પાણી ઢોળાય ને જે રેલો ચાલે, એ રેલો સૂકાયા પછી પણ ટાઈલ્સ પર એક એવી અસર મૂકી ગયો હોય છે કે બીજી વાર પાણી ઢોળાય તો ત્યારે એ રેલાની ઝાંખી રેખા પર જ પાણીનો પ્રવાહ ચાલે છે. એમ એક વાર બંધાઈ ગયેલો પૂર્વગ્રહ મનમાં એક એવી સંસ્કારરેખા અંકિત કરે છે કે જેથી પછી એ વ્યક્તિ અંગેની વિચારસરણી એ જ રેખા પર દોડ્યા કરે છે. જમીન પર રેલવે ટ્રેક નંખાઈ જવી જોઈએ. પછી સેંકડો કિલોમીટર કેમ પસાર ન થઈ જાય, ટ્રેન એક ઈંચ જેટલી પણ એ ટ્રેકથી આધીપાછી થતી નથી. એમ એક વાર મનોભૂમિ પર પૂર્વગ્રહની ટ્રેક કંડારાઈ જવી જોઈએ, પછી કલાકોના કલાકો વિચાર કરવામાં કેમ પસાર ન થઈ જાય, વિચારધારા એ પૂર્વગ્રહની રેખાને એક તસુ જેટલી પણ ઉલ્લંઘી શકતી નથી. આ એકતરફી વિચારધારાને રોકીને જો થોડાઘણા પણ મધ્યસ્થ બનાય. તો તે વ્યક્તિ એટલી ખામીવાળી ન લાગે કે એકલી ખામીવાળી ન લાગે, તેનામાં પણ કંઈ ને કંઈ ખૂબી જોવા મળે. ખુબીઓ જોવાનું થાય તો ખામીઓ જોવાનું ટળે, ખામીઓ જોવાનું ટળે તો સ્થપાયેલા પ્રેમ-વાત્સલ્યના સંબંધો જળવાઈ રહે. નહીંતર તો એ સંબંધો તૂટીને શત્રુતા ઊભી થઈ જાય છે. અને તો પછી સર્વ જીવો સાથે મૈત્રીસંબંધ તો કેટલો દુષ્કર થઈ જાય ? મૈત્રીભાવનાને અખંડિત રાખવા માટે બીજાઓની ભૂલોને ભૂલવી જ પડશે. એ માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy