________________
૧૫૧.
અન્યની ભૂલની દુરસ્તી વૈષ કે સંક્લેશ થતા નથી, પણ પરસ્પર પ્રેમભાવ વધવા સાથે બધું જ થાળે પડી જાય છે.
સામાની ભૂલ અમુક રીતે કહેવામાં આવે તો એનો સ્વીકાર અને સુધાર શક્ય બને છે. ભૂલ એટલે મન, વચન કે કાયાની પ્રવૃત્તિનો એક પ્રકારનો બગાડો છે. એમાંય મુખ્યતયા મનનો. એ દૂર કરવાના ઉપાયો આડેધડ અજમાવવાથી એ દૂર થઈ શકતો નથી. કઈ રીતે એને દૂર કરી શકાય ? એ માટે, શરીરમાં થયેલા સડાને દૂર કરવા ડૉક્ટર શું કરે છે ? એ તપાસીએ. ડૉક્ટર ઑપરેશન કરી એ સડો દૂર કરે છે. આ ઑપરેશન ડૉક્ટર ક્યારેય ખુલ્લામાં કરતા નથી, કિન્તુ ઑપરેશન થિયેટરમાં લઈ જઈને કરે છે. એમ કોઈની ભૂલરૂપ બગાડો દૂર કરવો હોય તો એને યથાયોગ્ય સલાહ આપવી, જરૂર પડ્યે ચાર કડક શબ્દો પણ કહેવા કે ક્યારેક આવશ્યતા અનુસાર બે લાફી પણ મારવા, આ બધું એક પ્રકારનું ઓપરેશન કરવા તુલ્ય છે. એ જાહેરમાં ન કરી શકાય. ગમે ત્યાં ન કરી શકાય, એકાંતમાં કરવું જોઈએ. સામી વ્યક્તિની ભૂલ કાંઈ એકાંતમાં જ થાય છે, એવું નથી હોતું. એટલે તરત સંભળાવવાની ટેવવાળો આ શરતને પાળી શકતો નથી. અને તેથી, ચારની વચમાં મને ખખડાવ્યો એવું અપમાન લાગવું વગેરે રૂપ જર્મ્સ બીજા અનેક પ્રકારના બગાડા ઊભા કરે છે.
" વળી ઑપરેશન કરનાર સર્જન જેટલી અત્યંત આવશ્યકતા હોય એટલો જ ચીરો મૂકે છે, એટલી જ કાપકૂપ કરે છે, એક તસુ જેટલોય વધારે ચીરો મૂકતો નથી. એમ ભૂલ સુધારવા માટે કડક શબ્દો કહેવા કે બે લાફા મારવા વગેરે રૂપ જે કાપકૂપ કરવાની હોય છે, તે પણ જેટલી અત્યંત આવશ્યક હોય એટલી જ થવી જોઈએ. જરાય વધુ નહીં. ભૂલને તરત ઠપકારનારો આવેશમાં હોવાથી પોતાના પર કંટ્રોલ ધરાવતો હોતો નથી. તેમજ કેટલો ચીરો આવશ્યક છે એ વિચારવાનો એ વખતે એને અવકાશ હોતો નથી. એટલે આ બાબતમાં પણ એ વધારે ચીરો મૂકીને ભૂલ કરનાર દર્દીને વધુ નુકસાન કરે છે.
ઑપરેશન કરવા માટે ચીરો મૂકવાનો અધિકાર એને જ હોય છે જેને બગાડો દૂર કર્યા પછી ટાંકા લઈ સાંધતાં આવડતું હોય. એ જ ખરેખર સર્જન ડૉક્ટર કહેવાય છે. જે શરીર પર છેદ કરીને એને સાંધતો નથી, પણ લોહી નીગળતી અવસ્થામાં માણસને છોડી જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org