________________
કઠિનતમ વાક્ય : મારી ભૂલ થઈ.
વ્યક્તિ અવસરે અન્યની ભૂલને પણ પોતાના માથે લઈ લે છે એ જરૂર મોટા ભાગ કરતાં જુદી વિશિષ્ટ તરી આવવાની અને આદરપાત્ર બનવાની. બીજાની ભૂલ પોતાને શિરે આવી પડે તોય ખરેખર ભૂલ કરનારનું નામ ન કહેતાં જે પોતે અપમાન વેઠી લે છે, ઠપકો સહી લે છે, અન્યનો આક્રોશ ઝીલી લે છે, અવસરે માર ખાઈ લે છે એ વ્યક્તિ, ભૂલ કરનાર વ્યક્તિ અને એ બાબતને જાણનાર અન્ય વ્યક્તિઓના દિલમાં એક ઊંડી અસર પાડે છે. અનેક સુંદર કાર્યો કરવા છતાં જે ગહરી છાપ ઊભી થતી નથી, એવી ગહરી છાપ આનાથી ઊભી થાય છે, કારણકે બાહ્ય તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, કે દાન વગેરેનું સુકૃત્ય હજુ સહેલું છે, પણ અન્યની ભૂલને જાણવા છતાં કે એના કારણે સ્વયં કંઈક ઓછું-વત્તું સહેવા છતાં, જાહેર ન કરવી એ એટલું સરળ કાર્ય નથી.’’ આ વાત લગભગ બધાને સ્વાનુભવસિદ્ધ છે.
ભવોદધિતા૨ક પરમારાધ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજની તારક નિશ્રામાં નવસારીના ચાતુર્માસ બાદ ખાનદેશમાં વિચરવાનું થયું. પૂજ્યપાદ ગુરુદેવના પાવન પગલાથી પવિત્ર થતી ધરતીઓમાં ક્રમશઃ માલેગાંવનગરનો નંબર આવ્યો. ત્યાં એક દિવસ વિશાળ સંખ્યામાં સાધુઓની ભોજનમાંડલી બેઠી હતી. તેમાં ગોચરી ખૂટી. એટલે એક મહાત્મા પુનઃ ભિક્ષાર્થે ગયા.
ગોચરી લઈને પાછા ફર્યા ને પૂજ્યપાદ ગુરુદેવને ભિક્ષા દેખાડી. રોટલીદાળ-ભાતની સાથે થોડું ફ્રૂટ પણ જોયું. એટલે ગુરુદેવ કડક થઈ ગયા. પોતે મહાન ત્યાગી તો ખરા જ, પણ આશ્રિતો પણ ત્યાગી બની રહે, નજર સામે ત્યાગનો આદર્શ તરવરતો રાખે એ માટે સદા જાગૃતેય ખરા. એટલે ગુસ્સો દેખાડીને કહ્યું કે, ‘‘જે મળ્યું તે વહોરી લાવો છો ? વધઘટમાં તો રોટલી-દાળભાત જ લાવવાં જોઈએ ને, કે જેટલું મળ્યું એટલું લઈ લેવું ? આવું નહીં ચાલે. વસ્તુઓ તો ઘણી મળે, કંઈ ના કહેવાની જ નહીં ? આપણે તે ત્યાગી છીએ કે ભોગી ?’’ ગુરુમહારાજે તો ઘણા કડક શબ્દો કહ્યા, પણ એ મહાત્માનો જવાબ આટલો જ હતો. ‘સાહેબજી ! મારી ભૂલ થઈ ગઈ, મિચ્છામિ દુક્કડમ્.'
હું તો એમનો આ જવાબ સાંભળી તાજ્જુબ થઈ ગયો. કારણ મારી બાજુમાં જ જે મહાત્મા બેસેલા એમને મસાની તકલીફ હોવાથી ડૉક્ટરની સલાહ મુજબ એમણે જ ફ્રૂટ મળે તો લાવવાનું કહ્યું હતું, તેથી એ કનાનુસાર જ એ મહાત્મા લાવ્યા હતા.
એટલે, બહારથી ગરમીમાંથી ભિક્ષા લઈને આવ્યા હોઈએ, આપણો
Jain Education International
૧૪૧
For Personal & Private Use Only
www.jainelibrary.org