SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ હંસા !... તું ઝીલ મૈત્રીસરોવરમાં કેવો ધીબેડી નાખશે એની કલ્પનામાત્રથી એ થરથરવા લાગ્યો. એક બહુ જ ઊંડી ભયની રેખા મુખ પર તરવરવા લાગી. વચલો એક કલાક જાતજાતની કલ્પનાઓમાં ને ત્રાસમાં એણે પસાર કર્યો. એનો ફફડાટ એની માતાએ જોયો હતો તેમજ પતિના ગુસ્સાને જીરવવા માટે છોકરો સમર્થ નથી એ પણ એ માતા બહુ સારી રીતે સમજતી હતી. પિતા આવ્યા ને એ પુત્રનો ફફડાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો. એ તો કબાટની પાછળ લપાઈ ગયો. હજુ તો છત્રી હાથમાંથી મૂકી નથી ને નજર ટેબલ પર ગઈ. ફૂલદાની ન દેખી, ને ગરજયા- ફૂલદાની ક્યાં ગઈ ? પત્રમાં એનો જવાબ આપવાની કોઈ હિંમત ન હતી, થોડીવાર સન્નાટો છવાયો. પિતાએ પુનઃ રાડ પાડી કેમ ફૂલદાની તૂટી ગઈ ? કોણે તોડી નાખી ?” પિતા ગુસ્સાથી કંપી રહ્યા હતા અને પુત્ર ભયથી. હમણાં આ સાવકી મા મારું નામ દઈ દેશે અને પિતાજી મને કબાટની પાછળથી બહાર ખેંચી કાઢશે અને પછી... પછી શું થશે ? એ ક્રૂજી ઊઠ્યો. બાજુ પર ઊભેલી એ યુવતી પતિનો ગુસ્સો ને પુત્રની ધડકન બને જોતી હતી. ને એનું માતૃત્વ ઊભરાઈ આવ્યું. એ તો હું ફૂલદાની જરા સાફ કરી રહી હતી ને મારા હાથમાંથી પડી ગઈ, ફૂટી ગઈ.” પતિના ગુસ્સાએ માઝા મૂકી. અર્જુનના ધનુષ્યમાંથી તીરની પેઠે એના હાથમાંથી છત્રી છૂટીને પત્નીના કપાલમાં જોરથી વાગી, પતિ તો ધમધમાટ કરતો બાજુના કમરામાં ચાલી ગયો. પત્નીને કપાળમાં ઊંડો ઘા થઈ ગયો. લોહીનો ફુવારો ઊડ્યો, ઘા પર હાથ દબાવીને એ જમીન પર બેસી ગઈ. પુત્રે કબાટ પાછળથી આ બધું જોયું હતું. એ દોડી આવ્યો. સહસા એના મુખમાંથી શબ્દો સરી પડ્યા. મા ! મા ! તે મારે માટે કેટલું બધું સહન કર્યું ? જો ને.. આ કેટલું બધું લોહી વહી જાય છે. તું કેટલી દુ:ખી થઈ.” “મારા લાલ ! હું દુ:ખી નથી થઈ, હું તો મહાસુખી થઈ. તેં આજે મને ‘મા’ કહીને બોલાવી એની સામે આ લોહી વહી ગયું એની શું કિંમત ? બેટા ! આજે તો મારે પુત્રપ્રાપ્તિનો મહાન ઉત્સવ થયો.” અવર્ણનીય આનંદના અફાટ સાગરમાં ડૂબેલી માએ પુત્રને છાતીસરસો ચાંપીને કહ્યું. એ યુવતીની ચાર ચાર વર્ષની તનતોડ ને મનમોડ મહેનતથી જે પરિણામ સર્જાયું નહીં તે પરિણામ બાળકની ભૂલ પોતાના શિરે લઈને બાળકને ભયમુક્ત કર્યો એનાથી પ્રાપ્ત થઈ ગયું. પોતાની ભૂલને પણ જયારે મોટો ભાગ સ્વીકારવા તૈયાર નથી તો જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy