________________
[ પુસ્તક અંગે બે શબ્દ... તમારી બુક વાંચી– હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... મૈત્રીભાવ અંગે સુંદર લખાણ થયું છે. એમાં તે તે સ્થળે મુકાયેલ યોગ્ય દૃષ્ટાન્ત પ્રતિપાદ્ય વિષયની સુંદર પુષ્ટિ કરે છે. જેલમાંનો કેદી કોર્ટે ફરમાવેલ માર ખાય ત્યાં જેલર પર ગુસ્સે નથી થતો.. એમ કર્મસત્તાની કોર્ટે ફરમાવેલ સજા અંગે આપણને પ્રતિકૂળ વર્તનાર પર ગુસ્સો ન કરાય.. વગેરે કલ્પના સુંદર અને કન્સ્ટ્રક્ટીવ છે, અમલમાં ઉતારી શકાય એવી છે. પુસ્તકના વાંચકને સારો લાભ કરશે. તમારી મહેનત સફળ થશે. આજના પડતા કાળે હીનસત્ત્વ જીવોમાં જ્યારે વૈરભાવ-વિરોધ-અસહિષ્ણુતા વધી ગયાં છે એવા સમયે તમારું આ પુસ્તક સમયસરનું છે. એ ખૂબ પ્રચાર પામો. અને જીવો જીવનને મૈત્રીભાવથી સુવાસિત કરો એવી પ્રભુને પ્રાર્થના
- સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસુ.મ.સા.
સાચે જ સુંદર લખાણ તમે કર્યું છે. ધર્મનો જે પાયો છે મૈત્યાદિ ભાવો- તેને તમે મજબૂત કરવાની સફળ કોશિશ કરી છે. કોઈ સમર્થ માનસશાસ્ત્રીની જેમ તમે માનવમનના દ્રોહાદિ પદાર્થોનું વિસ્તૃતીકરણ કરીને તેનું ઉમૂલન કરવા માટે સુંદર દૃષ્ટાન્તો આપીને સફળ યત કર્યો છે...
- પ્રખર શાસનપ્રભાવક પૂજ્યપાદ પંન્યાસ
પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજય ગણિવર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org