________________
ભૂલ ભૂલી જવા યોગ્ય હોય તે....
૧૧૩
એકવાર આવી કલ્પના Fix depositમાં મૂકી દીધી... એટલે પછી વ્યાજ ચાલુ... જયારે જ્યારે એ વ્યક્તિ મળશે, ત્યારે ત્યારે આના મનમાં સીધી આ જ છાપ આગળ ધસી આવશે. “જોજે ભાઈ ! આની સાથે વાતો કરવામાં ને કામ લેવામાં સંભાળજે.. ગમે એટલું મીઠું બોલે, ફસાઈ ન જતો.” બસ પછી આ જ ગણતરી મુજબ એ એની સાથે વાતો કરશે, વર્તશે, જાણે કે પોતાના મનમાં રહેલી એની એ ઇમેજ સાથે જ વાત કરતો ના હોય ! પછી ભલે ને પેલો ખરેખર આના હિતની બે સારી વાતો કેમ કરતો ન હોય !
વળી મોહરાજાની મુત્સદી તો જુઓ. માનવીનું મન ફોટોપ્રીન્ટની જેમ જે પ્રતિબિંબ ઝીલે છે તે સામાની ભૂલનું જ. એના દિમાગમાં પહેલી ઇપ્રેશન જે પડી જાય છે તે મોટે ભાગે સામાના અપરાધની જ. દિલમાં ઇમેજ જે ઊભી થાય છે તે સામાના કોક નરસા વર્તાવની જ. સામાનાં સારાં કાર્યોનું ફોટોપ્રીન્ટ જેવું પ્રતિબિંબ માનવમન લગભગ ઝીલતું નથી, દિમાગમાં મોટે ભાગે એની ઈમેશન એવી દૃઢ થતી નથી, દિલમાં એની એવી જોરદાર ઇમેજ ઊભી થતી નથી. સારાં કાર્યો માટે તો માનવમન દર્પણ જેવું જ બની જાય છે. એ પ્રસંગ પસાર થયો ને ભૂલાઈ ગયો, કોઈ જ અસર નહીં. જાતઅનુભવ જ તપાસો ને ! કોકને ત્યાં જમણવારમાં જમવા ગયા. એક પછી એક ટેસ્ટફુલ વાનગીઓનો આસ્વાદ લેવાઈ રહ્યો છે. એમાં ચટણી આવી. ભૂલમાં એમાં મીઠું ડબલ પડી ગયું છે. મોં ખારું ખારું થઈ ગયું, સાથે દિલ પણ. પછીય બીજી સારી સારી વાનગીઓ આરોગી. જમણવાર પૂરો થયો. પછી કઈ વસ્તુ યાદ આવશે ? પાંચ-પચ્ચીશ દિવસ પછીય જ્યારે વાત નીકળે ત્યારે દિલમાંથી કઈ ફોટોપ્રીન્ટ બહાર પડશે ? સત્તર સારી વાનગીઓની કે ખારી ચટણીની ? ભલું હશે તો, બીજી કઈ કઈ વાનગીઓ હતી એ પણ ભૂલાઈ જશે, પણ આ ખારી ચટણી નહીં ! કોઈ વ્યક્તિ આપણી પ્રશંસા-સન્માનનાં સો વાક્યો બોલે અને નિંદા-અપમાનનાં બે વાક્યો બોલે તો કયાં વાક્યો યાદ રહી જાય ? શેનો પ્રત્યુત્તર વાળવાનું મન થાય ? સવારે એક કલાક સુધી માથું ધુણાવી ધુણાવીને ગોખેલી ગાથા સાંજ પડે ને ભૂલાઈ જાય છે, ને કોકે આપેલી ગાળ, વગર પ્રયાસે વરસોનાં વરસો સુધી યાદ રહે છે !
મોહરાજાએ કરેલી આ કેવી વિડંબના ! આવું બધું જ યાદ રાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org