________________
સામે આવ્યો ત્યારે થયો. આવા ગ્રંથો પર કાંઈપણ લખવાની અસમર્થતા હોવા છતાં પૂજ્યપાદ યોગવિદ્ આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાએ તથા પૂ.પંન્યાસજી મ.ની લાગણીએ ઉત્સાહિત - પ્રેરિત કર્યો છે. બંને પૂજ્યોનો હું ઋણી છું
સોનું જ્યારે ઘરેણું બને છે ત્યારે વધુ શોભાસ્પદ બને છે.સોના જેવા આવા યોગ ગ્રંથો પર જ્યારે આવી ઘરેણું બનાવવા જેવી વિવેચના લખાયા છે. ત્યારે તે ગ્રંથસુવર્ણની ઉપાદેયતા/શોભનીયતામાં વૃદ્ધિ થાય છે. ૪૦૦ પાનાનાં વિશાળ સાહિત્યને વાંચતા કાંઈક તોષ જરૂર અનુભવાયો છે. સંપૂર્ણ સંતોષ તો વારંવારના વાંચનથી મળે. માટે જ વાચકવર્ગને ભલામણ છે એક એક પૃષ્ઠને ધ્યાનથી વાંચશો. કોઈક પંક્તિ કોઈકના માટે દીપકનું કામ કરી જશે. પ્રાતઃકાલીન સૂર્યપ્રકાશ જો લોકોના જીવનને ધબકતું કરે છે તો પ્રસ્તુત ગ્રંથ જરૂર સાધકની ચેતના યોગમાર્ગે ધબકતી કરશે. સહુ વાંચનમનન-ચિંતન દ્વારા અનુભવનું અમૃત પામો એજ શુભેચ્છા.
પૂજ્ય પંન્યાસજી મ. દ્વારા પણ આવા પથદર્શક પુસ્તકોનું આલેખન થતું રહે એ જ મંગલ કામના.
કલ્યાણકારિણી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્
જૂના ડીસા, | જૈન ઉપાશ્રય, બનાસકાંઠા. પ્ર.જે.વ.૧૧ શુક્રવાર
પૂજ્યપાદ આ.ભ.શ્રી ૐકારસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ચંદ્રયશ વિ.મ.ના શિષ્ય
મુનિ ભાગ્યેશ વિજય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org