________________
‘યોગદૃષ્ટિનાં અજવાળાં' માં અજવાળાં પાથર્યા છે. હૃદયને સાથે રાખી બહુમાનભાવ સાથે જો આ ગ્રંથરત્નને વાંચવામાં કે પીવામાં આવે તો જરૂર આંતરપ્રકાશ પ્રાપ્ત થાય. ભગવતીજીમાં કે જ્ઞાનસારમાં ‘તેનો તેશ્યાવિવૃદ્ધિર્યા’
પાઠ દ્વારા મુનિની તેજો લેશ્માની જે વાત જણાવી છે તે તેજો લેશ્યાના પદાર્થને અધ્યાત્મયોગી પૂ. દેવચંદ્રજી મહારાજે જ્ઞાનસારની જ્ઞાનમંજરી ટીકામાં આત્મરમણતાથી જન્ય ચિત્તપ્રસન્નતાના સંદર્ભે ખોલી છે ને આવા ગ્રંથો-તથા આવી વિવેચના જરૂર ચિત્તપ્રસન્નતા પ્રગટાવી ‘તેજોલેશ્યાના' શાસ્ત્રકથનને
મૂર્તિમંત બનાવે છે. માટે જ આત્માનુભૂતિના સાધકને દૃષ્ટિનો ઉઘાડ કરવા તથા આનંદ માણવા આ પુસ્તકનું વાંચન કરવાની ભલામણ કર્યા વિના રહેવાતું નથી. મીઠાઈનો આસ્વાદ સહુ માણે..
પ્રસ્તુત યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ-૩ના પ્રકાશનનો મુખ્ય યશ પ.પૂ. આચાર્ય દેવશ્રી નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી પ.પૂ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.સા. ના શિષ્યા- પ્રશિષ્યા સાધ્વીજી શ્રી મયૂરકળાશ્રીજી તથા સાધ્વીશ્રી નંદીયશાશ્રીજીના ફાળે જાય છે. કારણકે અથાગ પરિશ્રમ લઈને જો પહેલા બે ભાગનું સંપાદન તેઓશ્રીએ ના કર્યું હોત તો ત્રીજો ભાગ બહાર પાડવાને કોઈ અવકાશ જ ન હતો. મૂર્ણ નાસ્તિ ત: શાલ્રા ?
૨૦
તેઓશ્રીની ઉદાર, વિશાળ અને ગુણગ્રાહી દષ્ટિથી જ પહેલાં બે ભાગનું સંપાદન થયું. જેનાથી તેને વાંચનારો એક ચાહક વર્ગ ઉભો થયો, જેના દ્વારા ત્રીજા ભાગની માંગણી વારંવાર આવતી ગઈ. માધ્યસ્થ અને ગુણગ્રાહી દૃષ્ટિથી જેણે જેણે આ પુસ્તકને વારંવાર ચિંતન-મનન પૂર્વક વાંચ્યું છે તેને કાંઈને કાંઈ લાભ થયો છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી તેઓની શ્રુતભક્તિ અનુમોદના ને અભિનંદનને પાત્ર છે.
જેમના જીવનમાં ભક્તિ/વિરક્તિ અને સ્વાધ્યાયની મસ્તી જામી છે, એક મિનિટ પણ ખોટી વેડાઈ જાય તો જેમને વેદના થાય છે તેવા અપ્રમત્ત સાધક પૂજ્ય પંન્યાસજી મહારાજાએ પ્રસ્તુત પુસ્તકની વાંચનસામગ્રી મને મોક્લીને વાત્સલ્યતા/આત્મીયતાનો ધોધ વર્ષાવી અનુપમ ઉપકાર કર્યો છે.
કોલેજના પુસ્તકની પ્રસ્તાવના પ્રાથમિક શાળાના વિધાર્થીને લખવાનું કોઈ કહે તેવો ઘાટ આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનો પ્રસ્તાવ જ્યારે મારી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org