________________
બોધને સૂક્ષ્મ બનાવવાનો રાજમાર્ગ ગુરુકુલવાસ અને ગુર્વાજ્ઞાપાલન પૂર્વક સતત શાસ્ત્રાભ્યાસ, ચિંતન, મનન અને નિદિધ્યાસન છે. કુતર્ક આત્મામાં અભિનિવેશ પેદા કરાવવા દ્વારા સાધનામાર્ગથી વંચિત રાખે છે. ભગવાનની આજ્ઞા અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં તદવસ્થ પાળવાની હોય છે, પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે ત્યારે ક્ર કરીને પાળવાની હોય છે. જિનાજ્ઞા ઉત્સર્ગ અપવાદમય છે. જ્ઞાનરૂપે સિદ્ધિ તે નિર્ણયરૂપે સિદ્ધિ છે, દર્શનરૂપે સિદ્ધિ તે પ્રતીતિરૂપે સિદ્ધિ છે, ચારિત્રરૂપે સિદ્ધિ તે પ્રાતિરુપ સિદ્ધિ છે. વિકલ્પોની પરંપરા એ વિકલ્પનું અમરત્વ છે, વિકલ્પમાંથી રાગ-દ્વેષ-મોહનું નીકળી જવું તે વિકલ્પનું મરણ છે – નિર્વિકલ્પતા છે. આત્મપ્રદેશની સ્થિરતા અને ઉપયોગની નિશ્ચલતા એ બે આત્મસંબંધે મહત્ત્વનાં છે કે જેની સાધકે સાધના કરવાની છે. કપડું મેલું છે તે વિકારી ભાવ છે, કપડું જ્ઞહ્યું છે તે વિનાશીભાવ છે. કોઈને માટે પણ મનમાં ખરાબ અભિપ્રાય બાંધવા એ ભાવપાપ છે, . જે દ્રવ્યપાપ કરતાં મોટું છે : કોઈપણ પુણ્યાંગ પરાકાષ્ઠાનું અને નિસ્વાર્થભાવે હોય ત્યારે તે જ પૂણ્યાંગ બીજાભવમાં મોક્ષાંગ બની જાય છે. ૪ થી ૧૧ ગુણસ્થાનકમાં થતું આનંદવેદન બિંદુતુલ્ય છે, જયારે કેવળજ્ઞાનમાં થતું આનંદવેદન સિંધુ તુલ્ય છે. નિરીહતા, સહનશીલતા અને સત્ર સમાધાનવૃત્તિ એ ભાવ જૈનત્વ છે. ધર્મપુરુષાર્થમાં બહારના સાધનની પ્રધાનતા છે, જ્યારે મોક્ષપુરુષાર્થમાં બાહ્ય સાધનની ગણતા હોય છે અને ઉપયોગની સાધના જ નિશ્ચયરૂપે હોય છે. અજ્ઞાનીને સજીવ અહંકાર હોય છે જ્ઞાનીને નિર્જીવ અહંકાર.. અજ્ઞાની શબ્દાર્થ કરે જ્ઞાની પરમાર્થ કરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org