________________
અવસ્થાન તે યોગ’ કહી પૂજ્યપાદ વાચકવર ઉમાસ્વાતિજી મહારાજના શ્રી તત્ત્વાર્થસૂત્રના પ્રથમ સૂત્રને સુંદર અનુવાદિત કર્યું છે. ત્રણેયનું એકાત્મ અવસ્થાન તે જ સ્વરૂપ રમણતા, તે જ આનંદમહેલ. એજ રીતે યોગબિંદુમાં - મોક્ષ સ્વરુપ બનતી જીવની ઉચિત પ્રવૃત્તિ (અનુષ્કાન) તે યોગ કહી તેમાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા વૃતિસંક્ષયનાં પાંચ સ્ટેપો જણાવી યોગમાર્ગને સ્પષ્ટ કર્યો છે. ને યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં તો પૂજ્યપાદ હરિભદ્રસુરીશ્વરજી મહારાજાએ કમાલ કરી છે. આઠ સોપાનો જણાવીને મંઝિલે જતા માર્ગમાં કયાં કયાં શું શું મળે, શું શું ટળે ને આનંદની વૃદ્ધિ કેટલી થતી જાય તેનું સુરેખ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીની આ મૌલિક ભેટ જિનશાસનને છે. “ જયાં સારું ને સાચું છે તે મારું છે ' તે ન્યાયે પૂજ્યપાદશ્રીએ પાતંજલ યોગદર્શનમાંથી યોગની દૃષ્ટિઓનું જૈન સાધનાધારામાં સુ-અવતરણ કર્યું છે.
આવા અધ્યાત્મપ્રચુર ગ્રંથો પર લોકભોગ્ય ભાષામાં પ્રવચનો કરવા અને લોકોના દિલ સુધી લોકોત્તર શાસનના સૂક્ષ્મ પદાર્થો પહોંચાડવા ઘણા ઘણા કષ્ટપ્રદ હોય છે. તેમ છતાં તેવું અઘરું કાર્ય પણ સરળતાથી ને સહજતાથી ભાવજગતના સ્વામી, સૂક્ષ્મ પ્રજ્ઞાવાન પૂ.પં.શ્રી મુક્તિદર્શન વિજયજી મહારાજાએ કર્યું છે. જેનનગર-અમદાવાદ વિ.સ. ૨૦૫૨ ના ચાતુર્માસમાં યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ પરની પ્રવચન શ્રેણીની પ્રશસ્તિની પરિમલ આજે પણ એવીજ પ્રસરી રહી છે. તે પ્રવચનોની બે પુસ્તિકાઓનું સંકલન/સંપાદન તત્ત્વપ્રેમી સાધ્વીયુગલ શ્રી મયૂરકલાશ્રીજી મ.તથા સાધ્વીજી શ્રી નંદીયશાશ્રીજી મ. કરેલ છે ને જેનનગર સંઘે પ્રકાશિત કરેલ છે. જે શ્રી સંઘમાં ખૂબ જ આદરણીય બન્યા છે.
જયારે તત્ત્વજિજ્ઞાસુ, યોગરસિક જનોની બુલંદ માંગણીએ પ્રસ્તુત પુસ્તકનું (ભાગ ત્રીજાનું) લખાણ લખવા પૂ.પંન્યાસજી મ. ના હાથે કલમ ઉપાડાઈ ગઈ છે. ત્યારે આ ત્રીજા ભાગમાં ૪ થી ૮ દૃષ્ટિનું વર્ણન કરી યોગના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અશબ્દના ક્ષેત્રને શબ્દોમાં અવતરિત કરવું એ એક મોટી સિદ્ધિ છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રત્યાહારધારણા-ધ્યાન-સમાધિ જેવા અનુભવના મહેલે લઈ જતાં પ્રયોગાત્મક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org