________________
વાસ્તવિકતા આ જ છે કે અનુભવ એ બૌદ્ધિક નથી-હાર્દિક છે.
બુદ્ધિ બતાવી શકે છે,
હૃદય બદલાવી શકે છે. અનુભવ માત્ર વિસ્તૃત સમજણથી નથી મળતો પણ સઘન પ્રયોગથી મળે છે. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ સમજણપૂર્વકનો સઘન પ્રયોગાત્મક ગ્રંથ છે. આ ગ્રંથરત્ન કહે છે કે તમે હૃદયથી સાધનાના માર્ગે યોગમાર્ગે ચાલો. પૂછવાથી ગામ નથી આવતું, આવે છે ચાલવાથી.. બસ તમે ચાલો, જરૂર પહોંચાશે અનુભૂતિના આનંદ મહેલમાં. - પૂજ્યપાદ યોગાચાર્ય | સાધનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આમંત્રણ આપે છે- સાધનામાર્ગમાં ચાલવાનું, ચાલો ને આનંદ માણતા જાવ. મંઝિલે તો સંપૂર્ણ આનંદ (મહાઆનંદ) છે જ પણ માર્ગમાં ય કેટલો આનંદ વચ્ચે મળતો જાય છે. તેનું વર્ણન એટલે જ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ.
સ્વરૂપ પ્રાપ્તિના બિંદુએ કેન્દ્રિત થયેલી આપણી તમામ સાધનાઓ છે. આત્મસ્વરૂપને સંપૂર્ણ પ્રાપ્ત કરવું એ પ્રત્યેક સાધકની ખ્વાઈશ છે. અનુભૂતિ વિના વાસ્તવિક આનંદની ઝાંખી પણ માણી શકાતી નથી. અનુભૂતિ અઘરી તો છે જ પણ સરળ પણ છે.
આમ તો માત્ર બે કદમ ચાલો ને અનુભૂતિ થઈ જાય. સશક્ત વિરક્તિ + અનન્ય શરણાગતિ = આત્માનુભૂતિ. ધબકતો વૈરાગ્ય ચાહ અને અણચાહની ખાણમાંથી બહાર લાવે છે. ઊંડી વિરક્તિ આવ્યા પછી
નથી રહેતો પદાર્થજન્ય સ્નેહ કે અસ્નેહ નથી રહેતો વ્યક્તિજન્ય સ્નેહ કે અસ્નેહ નથી રહેતો શરીરજન્ય સ્નેહ કે અસ્નેહ,
હોય છે માત્ર જે સમયે જે આવે તેનો ઉદાસીનભાવે સ્વીકાર. આમ વિરક્તિ ત્રણ હૃદ્ધોની પેલે પાર લઈ જાય છે તો અનન્યશરણાગતિ એક અગત્યના હૃદ્ધને મીટાવે છે કે જે ઢંઢ પરિભ્રમણના મૂળમાં છે. અહજન્ય રતિ - અરતિના હૃદ્ધને ઉડાવી દેવાનું કામ અનન્ય શરણાગતિથી થાય છે. જયારે “હું ” નું વિલીનીકરણ થાય છે. ત્યારે જે બચે છે તે છે આત્માનુભૂતિનો આનંદ. સર્વ હૃદ્ધોની પેલે પારની આ ઘટના છે, પેલે પારનો આ આનંદનો મુલક છે.
૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org