________________
પૂજ્યપાદ જિનભદ્રાણિજી મહારાજે પણ ધ્યાનશતક ગ્રંથમાં સમાધિના આનંદને માણવા માટે ધ્યાનપૂર્વે અભ્યસ્ત કરાતી ચાર ભાવના જણાવી છે. જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વેરાગ્યભાવના. તેમાં તિક્ષ્મ ઉદાસીનભાવ તરફ લઈ જતી વેરાગ્યભાવનામાં નિઃસંગતા, નિર્ભયતા અને નિરાશંસતાને ઘૂંટવાની વાત કરી છે. ધ્યાન નિર્વિકલ્પતાની ભૂમિકા પર વધુ જામે છે. ને આપણા પરિણામોની સતત ચંચલતા એ ધ્યાન માટે જોખમી છે. એટલે તો પૂજ્યપાદ શ્રી આનંદઘનજી મહારાજાએ શ્રી સંભવનાથ પ્રભુના સ્તવનમાં પ્રભુ સેવનની ભૂમિકામાં ત્રણ ચીજનો અંગુલિનિર્દેશ કર્યો છે. તેમાં સૌથી પહેલાં અભયને ઉજાગર કર્યો છે. અભયની વ્યાખ્યા આપતાં તેઓશ્રીએ કહ્યું છે – “ ભય ચંચળતા હો પરિણામની રે ' પરિણામની ચંચળતા એ જ મહાન ભય છે. પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ લલિતવિસ્તરા ગ્રંથમાં “અભયદયાણં' પદને પરિણામની નિશ્ચલતાના સંદર્ભે જ ખોલ્યું છે.
એ પરિણામની ચંચળતા ટાળવા માટે ત્રણ સ્ટેપ પૂજ્યપાદ જિનભગણિજી મહારાજે મૂક્યા છે. (૧) નિઃસંગતાથી રાગનો સંગ ખરી પડે છે. (૨) નિર્ભયતા આવતા ભય ખરી પડે છે. (શરીર રાગ જતાં ભય જાય છે.) (૩) નિરાશંસતા આવતા - વધુ સારું મેળવવાની કે આ છે તે રાખવાની -
આશંસા રહેતી નથી. સંગ ભયને આશંસાનો ધુમાડો જયારે અધ્યવસાયમાંથી નીકળી જાય છે ત્યારે નિર્વિકલ્પતાના પ્રદેશમાં પ્રવેશ થાય છે. અને નિર્વિકલ્પતાની ભૂમિકા પર ધ્યાન સુનિશ્ચલ થાય છે ને તેવા ધ્યાનમાં આત્માનુભૂતિ દૃઢપણે થઈ આવે છે. આનંદ મહેલે પહોંચવાની આ પ્રક્રિયા છે. યોગના ગ્રંથોમાં મંઝિલે પહોંચવાની (ભિન્ન ભિન્ન સ્ટેપો દ્વારા) પ્રક્રિયાઓ બતાવવા દ્વારા એક અણમોલ ખજાનો ખૂલ્લો મૂકાયો છે.
જેમકે યોગવિંશિકામાં સ્થાનયોગ, સૂત્રયોગ, અર્થયોગ, સાલંબનયોગ અને નિરાલંબનયોગ એમ પાંચ સ્ટેપ બતાવ્યા છે. જયારે યોગશતકમાં | “સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્રચારિત્રનું એક જ આત્મામાં એકાત્મક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org