Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ વિચાર્યું જેના આધારે આ ત્રીજા ભાગનું લખાણ થયું છે. સિદ્ધાંતદિવાકર, પરમગીતાર્થ, ગચ્છાધિપતિ આચાર્યદેવેશશ્રી જયઘોષસૂરિજી મહારાજાની પ્રબળ | પ્રેરણા, આશીર્વાદ અને સહાય પ્રસ્તુત કાર્યમાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. પહેલાં બે ભાગની જેમ ત્રીજો ભાગ પણ બહાર પડે જેથી જે અર્થી જીવો હશે તેને જરૂર લાભ થશે- એવી તેમની હિતશિક્ષાને અનુસરીને આ કાર્ય કરવાનો આરંભ કર્યો અને લખાણ દરમ્યાન સહસ્રણી પાર્શ્વપ્રભુની કોઈ અચિંત્યસહાય અનુભવમાં આવી. જેમ જેમ લખાણ આગળ વધતું ગયું તેમ તેમ જરૂરી સહાય મળતી ગઈ અને કાર્યની નિર્વિદને સમાપ્તિ થઈ. પ્રસ્તુત લખાણમાં ક્ષયોપશમને અનુરુપ શક્ય એટલો પદાર્થને ખોલવાનો પ્રયત્ન થયો છે. તેમાં જયાં જયાં જરૂર લાગી ત્યાં ત્યાં મેં તે તે વિષયના જાણકારોની સલાહ લીધી છે. જે પદાર્થ સમજવામાં કઠિનતા લાગી ત્યાં તેમને પૂછયું છે. યોગના અર્થી જીવોને આના દ્વારા લાભ થાય, તેઓનાં આંતરચક્ષુ ખૂલે, તેઓ યોગમાર્ગે ચાલીને પોતાનું આત્મકલ્યાણ સાધે એવા એક માત્ર કલ્યાણકારી આશયથી આ પ્રયત્ન કર્યો છે. જેમાં પ્રમાદના યોગથી , છર્મસ્થતાના યોગથી કે અજ્ઞાનના યોગથી કાંઈ પણ ક્ષતિ રહી જવા પામી હોય તો વાચકવર્ગ મને ઉદાર દિલે ક્ષમા કરે. પ્રસ્તુત ત્રીજા ભાગનું મેટર સંઘ એકતાના શિલ્પી, તીવમેધાવી સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશશ્રી ઓમકારસૂરિજી મ. સા.ના સમુદાયના વિદ્વદ્વર્ય મુનિરાજશ્રી ભાગ્યેશ વિજયજીએ પોતાના કિંમતી સમયનો ભોગ આપીને જોઈ આપ્યું, તેમાં સુધારા-વધારા કરવા સૂચવ્યા તેમજ સુંદર પ્રસ્તાવના લખી આપી તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આ લખતા તેમના હૃદયની વિશાળતા, ઉદારતા, સહાયકભાવ, હસમુખો ચહેરો આ બધા ગુણોની સહેજે અનુમોદના થઈ જાય છે. શાસનસમ્રાટના સમુદાયના આગમજ્ઞાતા, સરળ સ્વભાવી, આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ના પટ્ટધર પ્રખર વિદ્વાન અને સ્વ-પર સમુદાયમાં સમ્યજ્ઞાનના પ્રસારક-પ્રચારક તરીકે પ્રસિદ્ધિ પામેલ આચાર્ય દેવશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજાએ ત્રીજા ભાગ ઉપર સુંદર પ્રસ્તાવના લખીને પુસ્તકની ઉપયોગીતામાં વધારો કર્યો છે તેથી તેઓશ્રીની શુભ પ્રવૃત્તિને હૃદયથી આવકારું છું. પહેલા બે ભાગની જેમ આ ત્રીજા ભાગનું પણ સઘળું સંપાદનનું કાર્ય તીર્થાધિરાજ શત્રુંજયના અનન્ય ઉપાસક અને પરમભક્ત, તપસ્વીરત્ન , ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી અરિહંતસિદ્ધસૂરિ મહારાજાના સમુદાયના વિદુષી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રી મ.સા.ના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજી શ્રી મયૂરકળાશ્રીજી તથા સાધ્વીજીશ્રી નંદીયશાશ્રીજીએ કર્યું છે. તેઓએ પણ સમગ્ર મેટરને પોતાના ક્ષયોપશમ પ્રમાણે સંપૂર્ણપણે જોઈને સુઘારાવધારા સૂચવ્યા તે બદલ તેઓશ્રીની શુભકરણીને અંતરથી આવકારું છું. પોતાના કોઈપણ જાતના અંગતસ્વાર્થ વિના એકમાત્ર પરોપકારની ભાવનાથી કરાયેલ તેઓનો આ પુરુષાર્થ અને શુભભાવના અનેક જીવોના ઉત્થાનનું કારણ બને એજ એક અંતરની અભિલાષા. પંન્યાસ મુક્તિદર્શન વિજય. ઓમકારસૂરિ આરાધનાભવન - ગોપીપુરા - સુરત. વિ.સં. ૨૦૫૫, ચિત્રકૃષ્ણા પંચમી, ૧૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 482