________________
પાપભીરતા ,ભવભય વગેરે પ્રગટે છે ત્યારે અન્યદર્શનમાં રહેલા આત્માઓ પણ યોગની વિશુદ્ધિ પામે છે અને તેથી તેઓ સર્વજ્ઞ તત્ત્વનાં ઉપાસક છે. પોતાની કક્ષા અનુસાર સર્વજ્ઞતત્ત્વની ઉપાસનામાં દૂર નજીકપણું હોઈ શકે છે પણ તેટલા માત્રથી અન્યદર્શનના યોગીઓમાંથી પણ સર્વજ્ઞનું સેવકપણું હણાતું નથી આ વાત ગ્રંથકારે શ્લોક ૧૯૭-૮-૯ માં જણાવી છે.
આના દ્વારા હરિભદ્રસૂરીજી મહારાજા એક જ વાત કહેવા માંગે છે કે
* ૧. મોક્ષ એ કોઈ જાતિ, લિંગ, વેષ, સંપ્રદાય કે સામાચારી સાથે બંધાયેલો નથી પણ.
* ૨. આંતર વિશુદ્ધિ સાથે સંકળાયેલો છે. જે આંતરવિશુદ્ધિને પામવાનો રાજમાર્ગ સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલ મોક્ષમાર્ગ છે. ક્ષમા, સંતોષ, સરળતા, નમ્રતા, ભવભય વગેરે દ્વારા અંતઃકરણની વિશુદ્ધિ વધતાં આત્મા મોક્ષ પામી શકે છે તે સિવાય નહી.
* ૩. માટે પરદર્શનીનું વચન પણ જો સાચું અને સારું હોય તો તે જિન વચનથી. ભિન્ન નથી માટે તેના ઉપર પણ સાધકે દ્વેષ ન કરવો.
* ૪. કારણકે તેમ કરવામાં દ્વાદશાંગીની આશાતના છે.
ઓદયિક ભાવમાં રહેલા ક્રોધાદિ ભાવોને સાધના દ્વારા ક્ષાયોપથમિક એવા ક્ષમાદિ ભાવોમાં વવાના છે અને પછી પણ તેમાં નિરંતર રસની હાનિ કરતાં રહેવાનું છે તે દ્વારા ક્ષાયિકભાવ તરફ પ્રયાણ કરવાનું છે. આ મનુષ્યભવ પામીને ઘોર ત્યાગ, પ્રચંડ તપ અને ઉગ્રસંયમની સાધના કરવાની છે સાથે સાથે જ્ઞાન અને ધ્યાનમાં ડૂબકી લગાવવાની છે. તે માટે પ્રમાદની સામે નિરંતર ઝઝુમવાનું છે પ્રમાદની સામે ઝઝુમ્યા વિના સુંવાળા બનીને ક્યારે પણ સાધનાના માર્ગ ઉપર ડગ માંડી શકાતા નથી. આ ઉગ્રકોટિની કરાયેલી સાધના પણ ત્યારે જ મોક્ષ આપવા સમર્થ બને છે જયારે તે ઉપાસનાથી રસાયેલી હોય. ઉપાસના વિનાની સાધના શીઘ ળદાયી બનતી નથી. ઉપાસના એટલે દેવ, ગુરુ પ્રત્યે ઝળહળતા આદર, બહુમાન અને ભક્તિ. જીવો પ્રત્યે મંત્રી, પ્રમોદ, કરૂણા, વાત્સલ્યનો ધોધ, ગુરુવચનનો વિકલ્પ વિના સ્વીકાર અને પાલન એ ઉપાસના છે. * १. सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा लहइ मोक्खो न संदेहो॥
સંબોધ - પ્રકરણ -૩. २. न श्वेताम्बरत्वे न दिगम्बरत्वे , न तत्त्ववादे न च तर्कवादे।
न नैयायिके, न मीमांसके च, कषायमुक्तिरेव किल मुक्तिः । ३. तस्यापि न सद् वचनं सर्वं यत्प्रवचनादन्यत् ।।
૧૬-૧૩ ષોડશક. ૪. તવિસ્તુ તત્ત્વતો દૃષ્ટવા પર્યવસાયિની | પોડશક-ચોગદીપિકાવૃત્તિ ૧૬-૧૩.
=
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org