Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ કાકંદીનો ધન્નો, શાલિભદ્ર, ધનાજીને ભોગમાં વિડંબના દેખાઈ, ત્રાસ જણાયો તો યોગમાર્ગે ચાલી શીધ્ર આત્મ કલ્યાણ સાધ્યું . યોગને પામેલો સર્વત્ર સાક્ષીભાવે રહેવાનું પસંદ કરે છે. સાક્ષી બનેલાને પેસા પોતાના ખિસ્સામાં હોય કે બીજાના ખિસ્સામાં તેને કશો જણાતો નથી. સાક્ષી બન્યા પછી ગરીબ કે તવંગરપણામાં કોઈ ભેદ રહેતો નથી. એ ભેદ તો રહે છે કર્તા-ભોક્તાભાવમાં ડૂબેલા અને અહંકારના નશામાં ચકચૂર બનેલા અજ્ઞાનીઓમાં. યોગમાર્ગ સમજાવે છે કે તમે માન, અપમાન, સળતા, નિષ્ફળતા બધામાં સાક્ષી રહી શકો છો અને અંદરના આનંદને માણી શકો છો. જેણે અંદરમાં રહેલા પરમાત્માને ઓળખી લીધા અનુભવી લીધા, તે તો ધનવાન - થઈ ગયો. તેને સાચું ધન મળી ગયું. “હારે હું તો રામરતન ધન પાયોરે...”પરમાત્મા રૂપી પરમધન પામ્યા પછી હવે શું મેળવવાનું બાકી રહે છે ? પરમધનને પામીને માટીના ધન પાછળ કોણ ભમે ? અંદરમાં પરમાત્મા અનુભવાયા પછી સંસારની સઘળી, રિદ્ધિ, સિદ્ધિ, પદ, પ્રતિષ્ઠા એ બધું રમકડાં તુલ્ય જણાય છે. પછી એને માટે કોઈ સંઘર્ષ રહેતો નથી. સ્પર્ધા રહેતી નથી. વિરોધી ભાવ રહેતો નથી. રમકડાંને તો બાળક ઝંખે, રમકડાં માટે બાળક ઝધડે. રમકડાં જવામાં પોતાનું સર્વસ્વ ચાલી જવાનો અનુભવ તો બાળકને થાય કે જે અજ્ઞાની છે, જ્ઞાનીને કદાપિ નહિ. યોગમાર્ગે પ્રયાણ કરવા ઈચ્છતા સાધકે કર્તવ્યની કેડી કંડારતા જવાનું છે અને તેના ઉપર કદમ કદમ બઢાવી આગળ વધવાનું છે. દરેક સાધકે પોતાના સંયોગો અનુસાર પોતાનું કર્તવ્ય શું હોઈ શકે તે વિચારવું જ રહ્યું. આ પ્રસંગે મને અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઈ આવેલા પ્રેસીડન્ટ કેનેડીના શબ્દો યાદ આવે છે તે એ છે કે Ask me not that what your country can do for you, But you only see that what you can do for your country, તમે મને એ તો કયારે પણ પૂછતા જ નહિ કે તમારો દેશ તમારા માટે શું કરી શકે ?, પણ તમે માત્ર એટલું જ જોજો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો? આ વાક્ય સાધકને સાધના માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. બીજા મારા માટે શું કરે છે તે ન જોતા હું મારા આત્મા માટે તેમ જ બીજા માટે શું કરી શકું તેમ છું એજ સતત વિચારવામાં આવે તો ધરતી પરથી સર્વત્ર લેશનો અંત આવે અને રામરાજ્ય સ્થપાય. કોઈપણ જાતના અધિકાર વિના બીજાની બાબતમાં માથું મારવાથી, બીજાની વાતમાં રસ લેવાથી, વણમાંગી સલાહ આપવાથી, રીદ્રધ્યાન સિવાય કશું જ પોતાના હાથમાં આવતું નથી અને અંતે યોગમાર્ગથી ભ્રષ્ટ થવાય છે. આત્મા જયારે ગાઢ કદાગ્રહથી મુક્ત બને છે અને તત્ત્વરચિ, તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે ત્યારે પરમાત્મભક્તિ, ગુરુ શરણાગતિ, જીવ પ્રત્યે મૈત્રી, વાત્સલ્યાદિના માધ્યમે તેને અન્યદર્શનમાં રહેલા આત્માઓમાં પણ યોગદૃષ્ટિનો વિકાસ જોવા મળે છે. આત્મામાંથી દ્વેષ, પકડ, કદાગ્રહ નીકળી જાય છે ને સરળતા, નમ્રતા, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 482