Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ ૭ શ્રી સહસ્રણો પાર્શ્વનાથાય નમઃ મુમુક્ષુના નેત્રો અને શુક્લ અંતઃકરણ પંચપરમેષ્ઠિમાં પ્રથમ નંબરે રહેલા અને ત્રિલોકમાં આદરણીય, માનનીય સ્થાનને પામેલાં તારક તીર્થંકરના આત્માઓએ પોતાના પૂર્વના ત્રીજા ભવમાં સર્વોચ્ચ સાધના કરી જગતના જીવો પ્રત્યે ભાવકરૂણાનો ધોધ વહાવ્યો. નિગોદથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના તમામે તમામ જીવોને ભવરોગમાંથી મુક્ત કરવાની ભાવના કરી. તેના ફ્ળરૂપે તેઓશ્રીના આત્મા પર તીર્થંકર નામકર્મના દલિકો ખેંચાઈ આવ્યા. નિકાચિત થયા અને અંતિમભવમાં રાજકુળમાં જન્મ પામવા છતાં રાજકુળના ભોગોને છોડી ચારિત્રના પરાક્રમ કર્યા. કર્મશત્રુઓને મૂળમાંથી પરાસ્ત કરવા માટે જંગ ખેલ્યો. કર્મશત્રુઓનો નાશ કરવાનો દૃઢ સંકલ્પ, પ્રચંડ પુરુષાર્થ અને પ્રબળ આત્મજાગૃતિના બળે મોહમલ્લને વિદારી નાંખ્યો. પ્રભુને લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાન પ્રગટ્યું. મોહના પાંજરામાંથી સિંહ બહાર નીકળ્યો. તીર્થંકર નામકર્મનો વિપાકોદય શરૂ થયો. દેવતાઓ દેવલોકમાંથી દોડી આવ્યા, માનવો પણ ઉમટ્યા. તિર્યંયો પણ આવી મળ્યા. નરકમાં અજવાળાં થયા, નારકીઓ પણ ક્ષણવાર સુખ પામ્યા. બારે પર્ષદા ભેગી થઈ. પ્રભુએ ગણધરોને ત્રિપદી આપી, દ્વાદશાંગી રચાઈ, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ, ધર્મતીર્થ પ્રવર્ત્યે. એ પ્રભુ શાસનની અવિચ્છિન્ન પરંપરામાં અનેકાનેક આચાર્યદિ મહાપુરુષો થયા જેઓએ પોતાની તીવ્રમેધાવી શક્તિથી અમૂલ્ય શ્રુતનો વારસો આપી જૈનશાસનની સમૃદ્ધિમાં અજબગજબનો વધારો કર્યો. પૂર્વધર આસનવર્તી પૂ. પાદ હરિભદ્રસૂરિજી મહારાજા પણ તેમાંના એક છે જેમના અમુલ્ય શ્રુતદાનથી આજે પણ જૈનશાસનના રહસ્યો પામી શકાય છે. તેઓશ્રીના અનેકાનેક ગ્રંથોમાંથી યોગદૃષ્ટિ સમુચ્ચય એ યોગનો અદ્ભૂત ગ્રંથ છે જેમાં તેમને પાતંજલાદિ અનેક યોગગ્રંથોમાંથી સારભૂત તત્ત્વ લઈ જૈનદર્શનની શૈલીથી મિત્રા, તારાદિ દૃષ્ટિના માધ્યમે યોગનું નિરૂપણ કર્યું. આ વાત તેઓએ શ્લોક ૨૦૭ અને યોગશાસ્ત્રમ્ય... માં કહી છે. આ યોગદૃષ્ટિના તલસ્પર્શી અભ્યાસ, મનન, ચિંતનથી આત્મા પરથી અનાદિકાલીન મોહાંધકાર દૂર થાય છે. અને સમ્યજ્ઞાનનો પ્રકાશ આત્મા પર પથરાય છે. ભવોભવ ચારેગતિમાં ભટકતા આત્માને પૌદ્ગલિક સુખની ઈચ્છાનો રોગ લાગુ પડ્યો છે. આત્માની આ અનાદિકાલીન માંદગીથી તેનો ગુણવૈભવઆત્મવૈભવ નષ્ટ પ્રાયઃ થયો છે. આ વૈભવને પાછો કેમ પ્રાપ્ત કરાય તેની વિચારણા આ ગ્રંથમાં કરવામાં આવી છે. દૃષ્ટિના માર્ગે આગળ વધવા નીકળેલા સાધકને વચમાં ઘણા ઘણા અવરોધો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 482