Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ ૫ તત્વજ્ઞાનનો ખજાનો મળ્યો ! વર્તમાન શ્રી સંઘમાં પ્રવચનકાર મુનિવરોની સંખ્યા ઠીક ઠીક નજરે ચઢે છે. જોકે કુલ સંખ્યાની સરખામણીમાં તે ઓછી જ છે અને તેમાં પણ જે બધા છે તેમાં તાત્ત્વિક પદાર્થની મૂલગામી છણાવટ સાથે ગ્રન્થ ગત ભાવોને માર્મિક રીતે નિરૂપીને શ્રોતાને નિર્ભ્રાન્ત કરે તેવા પ્રવચનકારો તો બહુ ઓછાં છે. ઓછા એવા તાત્વિક પ્રવચનકારોના નામમાં પંન્યાસશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજનું નામ હમણાં હમણાં ઠીક ઠીક જાણીતુ બન્યું છે. યોગદૃષ્ટિસમુચ્ચય જેવા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી રચિત તાત્ત્વિક ગ્રન્થના પદાર્થને નિરૂપવા તે કપરું કામ દીસે છે એ ભાવો આત્મસાત થાય તેને અનેકરીતે ચિંતન મનનની ભૂમિકામાથી પસાર કરીને શ્રુતચિંતાને પછી ભાવના સ્વરૂપે મનોરમણકરીને શ્રોતાને પ્રાયોગ્ય બનાવવા તે જેનું તેનું કામ નથી આમે તાત્ત્વિક પ્રવચનકાર જ્ઞાનમાર્ગી હોવાના. અને જ્ઞાનમાર્ગ જ ખરેખર મહાઉપકારક છે. સૂરિપુરન્દર આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ રચિત યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થ કદમાં-શ્લોક સંખ્યામાં નાનો લાગે છે પણ અર્થમાં ગંભીર છે. આવા ગ્રન્થના ભાવોને પ્રવચનમાં અવતરિત કરવામાં ઘણી ક્ષમતા જોઈએ અને પ્રવચનમાં કહેવું એક વાત છે. અને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવાની વાત આવે ત્યારે અનેકવાર વિષયને પરિમાર્જિત કરવો પડે છે. અને એ રીતે આ ગ્રન્થ ઘણીરીતે વિશદ બન્યો અઘરા વિષયને પણ રસાળ-સુબોધ છતાં તત્વસભર બનાવીને નિરૂપ્યો છે. આના વાંચનથી ઘણા બધા તત્વજિજ્ઞાસુવર્ગને ચોક્કસ લાભ થશે આ ત્રણે ભાગનું વાંચન પધ્ધતિસર વાંચે તો- સમજણપૂર્વક વાંચવા માટે વર્ષભર ચાલે. આઠે દૃષ્ટિ તેતે વ્યકિતની ભૂમિકાને સમજાવનારી છે. ગુણસ્થાનકની ભૂમિકા, લક્ષણો, અલગ છે અને યોગ ગ્રન્થ આધારિત દૃષ્ટિઓ અને તેની ભૂમિકા અલગ છે. સામાન્યરીતે સર્વજીવો ગુણસ્થાનકને અનુસરે તે જ ઠીક છે વિશિષ્ટ વ્યક્તિઓ આ દૃષ્ટિને ટપટ્ટી રૂપે રાખે તે બરાબર છે. બધાજીવો જો આ રીતે પોતાને માપે તો તેને દીનતા, નિરાશા, પુરુષાર્થહીનતાની સંભાવના વધે એવું લાગે છે. અહીં પ્રબોધ ચિંતામણિના આધારે આપેલા સાધકના લક્ષણો બહુ મહત્ત્વના Jain Education International 2010_05 For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 482