Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ - -- -- - --- - - - - - -- - - - - --- સતત વિદ્ધર્યોનો યોગ એ આરાધના જીવનનું પરમ સદભાગ્ય. જૈન શાસનના એક પ્રચંડ મેધાવી, અધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરિ મહારાજાનો છેલ્લા ૪-૫ વર્ષથી અમને સતત આગ્રહ હતો કે આ. શ્રી કારસૂરિ આરાધના ભવન સંઘ જેવા અતિ જિજ્ઞાસુ સંઘમાં મુનિરાજશ્રી મુક્તિદર્શન વિજયજીનું ચાતુર્માસ કરાવો જેથી શ્રી સંઘની આરાધના વધુ સમજપૂર્વકની વધુ દૃઢ થશે. અમારી વારંવારની વિનંતી બાદ વિ.સંવત ૨૦૫૫ નું ચાતુર્માસ પૂ. પંન્યાસ ભગવંતશ્રી મુક્તિદર્શન વિજયજીએ અમારે આંગણે કરી અમને ધન્ય કર્યા, મુનિ ભગવંત પંન્યાસ પદારૂટ થયા બાદનું આ પ્રથમ ચાતુર્માસ હતું. પ્રભુવાણીના ગહન રહસ્યો પંન્યાસજી ભગવંતે અત્યંત સરળ ભાષામાં રજુ કરવા માંડ્યા “બરાબર બેસે છે ?” “સમજાય છે ?' પૂછીને જયાં સુધી વ્યાખ્યાન સભાને મુદ્દો ન સમજાય ત્યાં સુધી મુદ્દા અંગે સ્પષ્ટતાઓ થતી રહી. પરમાત્માની વાણીનું સ્પષ્ટ રહસ્યોદ્ઘાટન થતું રહ્યું. શ્રી સંઘ આ અભૂત ભક્તિ ગંગાથી ભીંજાતો રહ્યો. - સં. ૨૦૫૫નું પંન્યાસ ભગવંતશ્રીનું ચાતુર્માસ શ્રી સંઘ માટે આરાધના પુષ્ટિ અને શુદ્ધિ માટે શ્રેષ્ઠ ચાતુર્માસ હતું. પંન્યાસ ભગવંતે યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ ૧-૨ આ અગાઉ શાસનને ચરણે ધરી, આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાના ગ્રંથરત્ન ‘ચોગદૃષ્ટિ સમુચ્ચય' ઉપર સાધક, અધ્યાત્મરસિક, સુજ્ઞજનો આ મહાગ્રંથના અતિઉંડા અમૃત રહસ્યો પામે, આરાધનાનો માર્ગ ઉજ્જવળ બને તે માટે સશક્ત અને સફળ પ્રયાસ કર્યો હતો. આ બન્ને ભાગ એક અભ્યાસી ગુરૂભગવંતનું શ્રી જૈન શાસનને અપાયેલું મહામૂલું પ્રદાન છે. આરાધના નિષ્ઠ સૌ ચિંતકોએ આ ગ્રંથોને હાર્દિક આવકાર્યો છે. અમારા શ્રી સંઘની તીવ્ર ઈચ્છા હતી, પંન્યાસ ભગવંતની આ ધૃતધારાનો લાભ અમને પણ મળે. અમોએ પંન્યાસજીને યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ - ૩ પ્રકાશનનો લાભ આપવા વિનંતી કરી, અમારા સભાગ્યે પૂજ્યશ્રીએ સ્વીકારી અને આ મહામૂલા ગ્રંથનો ત્રીજો ભાગ પ્રગટ કરવા અમો બડભાગી થયા છીએ. આથી કારસૂરિ જ્ઞાનમંદિર ગ્રંથાવલિ ખૂબ જ ટૂંકા સમયમાં આ છઠું પુસ્તક પ્રગટ કરે છે., ગ્રંથાવલિ દ્વારા પ્રગટ થતાં પુસ્તકો શાસનમાં આદર પામી રહયાં છે તે અમારા માટે આનંદનો વિષય છે. સેવંતિલાલ અ. મહેતા. ટ્રસ્ટીગણ વતી -- - --- Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 482