________________
૩૦
છે. વળી દોષનું સેવન કર્યા પછી જો સાચો પશ્ચાત્તાપ થાય તો અકાર્ય કરવાથી બંધાયેલાં અશુભ કર્મોનો નાશ થાય છે. આ વિષે ચોરનું દૃષ્ટાંત મનનીય છે. જેવી રીતે ભાવવિશેષથી ચોર પણ અચોર થયો તેમ, હમણાં મોક્ષપ્રાપ્તિને યોગ્ય કાળ ન હોવા છતાં, જેવી રીતે સાચા માર્ગે ચાલનારાઓ ઈષ્ટ સ્થળે પહોંચે છે તેમ, દુઃષમા કાળમાં પણ સન્માર્ગમાં પ્રવૃત્ત સાધુઓ ભાવવિશેષથી કાળના વિલંબથી પણ મોક્ષમાં જરૂર જાય છે.
જેવી રીતે રોગનાશની મૃદુ પણ ક્રિયાથી લાંબા કાળે આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ, જિનાજ્ઞા મુજબ સાધારણ પણ મૂલગુણ-ઉત્તરગુણોના પાલનથી જીવો મોક્ષને પામે છે. આથી યથાશક્તિ આજ્ઞાપાલનમાં તત્પર જીવોને હમણાં ચારિત્ર ન હોય એમ માનવું એ મૂઢતા છે. કારણ કે યથાશક્તિ આજ્ઞાપાલન જ ચારિત્રરૂપ છે, અને તે હમણાં પણ છે. (૮૦૧ થી ૮૦૮)
ગુરુકુલવાસનું મહત્ત્વ ગુરુકુલવાસ, સૂત્રાર્થપોરિસી, વિનય, વૈયાવચ્ચ આદિનો ત્યાગ કરીને શુદ્ધભિક્ષાવૃત્તિ, ઘોરતપ, મલિનવસ્ત્ર આદિમાં કરાતો પ્રયત્ન શબરે પીછા માટે શૈવ સાધુઓને હણીને કરેલા ચરણસ્પર્શના ત્યાગસમાન છે. કારણ કે ગુરુથી છૂટા પડનારાઓ અવસગ્ન વગેરે સાધુઓનો પરિચય કરીને શિથિલ બની જાય, યાવત્ મિથ્યાત્વને પણ પામે. ગુરુકુલવાસના ત્યાગથી શુદ્ધભિક્ષા પણ હિતકર બનતી નથી. જ્યારે ગુર્વાષામાં રહેલાને આધાકર્મ વગેરે દોષો પણ શુદ્ધ બની જાય છે. કારણ કે ગચ્છમાં દોષોનું સેવન કારણિક અને યતનાપૂર્વક થાય. ગીતાર્થ યતનાથી દોષો સેવે તો તેમાં પ્રાયશ્ચિત્ત નથી. તથા ગુરુકુલવાસમાં બીજા જે ઘણા લાભો થાય છે એ અપેક્ષાએ અશુદ્ધભિક્ષા વગેરે દોષો તદન અલ્પ ગણાય.
ધર્મ તીર્થંકરની આજ્ઞામાં છે. તીર્થંકરોએ આચારાંગના પહેલા જ સૂત્રમાં ગુરુકુલવાસ સાક્ષાત્ કહ્યો છે. ગુરુકુલવાસને કરતો સાધુ જ્ઞાનનું ભાજન બને છે, દર્શન અને ચારિત્રમાં અતિશય સ્થિર થાય છે. તેથી ધન્ય સાધુઓ માવજીવ ગુરુકુલવાસને છોડતા નથી. તેથી ગુરુકુલ વાસનો ત્યાગ કરીને પરોપદેશ વિના જાતે જ કરાતા શુદ્ધ ભિક્ષાવૃત્તિ વગેરે અનુષ્ઠાનો કોઈ લાભ કરતા નથી. (૬૭૩ થી ૬૮૨).
સ્વાધ્યાયનું મહત્ત્વ રત્નના ગુણોનું જ્ઞાન ન હોય ત્યારે રત્નમાં જેટલી શ્રદ્ધા હોય, તેના કરતાં અનંતગણી શ્રદ્ધા રત્નના ગુણોનું જ્ઞાન થતાં રત્નમાં થાય છે. એ તીવ્રશ્રદ્ધાથી તે રત્નનું રક્ષણ અને પૂજા-સ્તુતિ વગેરે અતિશય ગાઢ આદરથી વિધિપૂર્વક થાય. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં