________________
૨૯
જેવી રીતે, પોતાના દેશની જેમ પરદેશમાં પણ સંકટ પ્રાપ્ત થવા છતાં ધીર પુરુષોનું સત્ત્વ ચલિત થતું નથી, તેમ મુનિઓ પણ પ્રતિકૂળ દ્રવ્યાદિમાં ભાવમાં ખામી આવવા દેતા નથી. જેમ દુકાળમાં પણ દાનશૂર પુરુષોમાં દાનના ભાવ અકબંધ રહે છે તેમ દુકાળ વગેરેમાં પણ પ્રત્યુપેક્ષણા વગેરે કરવાનો મુનિઓનો ઉત્સાહ ભાંગી જતો નથી.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–ભોજનરસનો જાણકાર તેવી આપત્તિમાં નિરસભોજન કરતો હોય તો પણ તેનું મન તો સદાય ક્યારે મને સ્વાદિષ્ટ ભોજન મળે એવી ભાવનામાં રમતું હોય છે અને ક્યારેક તેવી અનુકૂળતા મળી જાય ત્યારે સ્વાદિષ્ટ ભોજનને મેળવવાનો પ્રયત્ન પણ કરે છે, એ રીતે ભાવસાધુ તેવા સંયોગોમાં પ્રત્યુપેક્ષણા આદિ ન થઈ શકે કે બરોબર ન થઈ શકે તો પણ તેનું મન તો ક્યારે હું પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓ પૂર્ણપણે કરનારો બનું એવી ભાવનામાં રમતું હોય છે અને અવસરે એ માટે શક્ય પ્રયત્ન પણ કરે જ છે. (૬૬૫ થી ૬૭૦)
- વર્તમાનમાં પણ સુસાધુઓ છે પૂર્વે સાધુઓ કેવા હોય એવું જે વર્ણન કર્યું તેના આધારે કોઈને શંકા થાય કે આ પાંચમા આરાના પડતા કાળમાં આવા સાધુઓ ક્યાંથી હોય ? આ શંકાનું નિવારણ કરવા કહે છે કે અસગ્ગહ આદિથી રહિત, પ્રજ્ઞાપનીય, શ્રદ્ધાળુ અને ક્ષમાદિથી યુક્ત ચારિત્રીઓ જેમાં નિરંકુશપણે અનુચિત આચારો પ્રવર્તેલા છે તેવા દુઃષમા કાળમાં પણ વિદ્યમાન જાણવા.
કલહ-ઉપદ્રવ કરનારા અને અસમાધિને કરાવે તેવા સ્વપક્ષના અને પરપક્ષના લોકોથી ચારે બાજુથી ભરચક હોય તેવા દુઃષમાં કાળમાં પણ ભાવસાધુઓનું કાળને અનુરૂપ બાહ્ય અનુષ્ઠાન (પરંપરાએ) મોક્ષફળવાળું જાણવું. તે આ પ્રમાણે–જેવી રીતે ધનવાન તેવા પ્રકારના દેવપૂજનાદિના સમયે ક્રોડ રૂપિયા ખર્ચીને જેવી પરિણામવિશુદ્ધિને પામે તેવી પરિણામવિશુદ્ધિ દરિદ્ર પુરુષ કાકિણી જેટલા પણ ધનના વ્યયથી પામે એવા લૌકિકના દાંતના બળે જિનપ્રવચનમાં સરળ પ્રકૃતિવાળા અને વર્તમાનકાળને અનુરૂપ ધર્માચરણ કરનારા વર્તમાનકાળના સાધુઓ તીર્થંકરના કાળે થનારા સુસાધુઓની જેમ જેનાથી (પરંપરાએ) મોક્ષફળ મળે એવા ચારિત્રના ભાગી થાય છે. (૭૩૫).
જો કે વર્તમાનકાળમાં નબળું સંઘયણ આદિના કારણે દોષો સેવવા પડે એવું બને. આમ છતાં બિમારી વગેરે પુષ્ટ આલંબનથી થતું દોષોનું સેવન પરમાર્થથી અસેવન જ જાણવું. કારણ કે “આ અવસ્થામાં ભગવાને આ કરવાનું કહ્યું છે' એવા અધ્યવસાયના કારણે ભાવ તો આજ્ઞામાં જ હોય છે. આજ્ઞામાં રહેલ ભાવ શુદ્ધ છે અને મોક્ષનું કારણ