________________
૨૭
ઉત્તર– ગુણસ્થાનમાં સ્થિર રહેલા જીવોને ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય એ માટે સૂત્રાર્થ પોરિસીનું વિધાન છે. દરરોજ સૂત્રાર્થનો અભ્યાસ કરવા દ્વારા નવું નવું શ્રુતજ્ઞાન મેળવવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. માટે તે જીવો માટે દરરોજ , સૂત્રાર્થ પોરિસીનું વિધાન છે. (૫૦૧-૫૦૨)
ગુણ-દોષના અલ્પ-બહુતનો વિચાર વ્રતપરિણામ વિદ્યમાન હોય ત્યારે જીવ તપશ્ચર્યા વગેરે સર્વકાર્યોમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુણ-દોષના અલ્પબદુત્વનો બરોબર વિચાર કરે. એવો વિચાર કર્યા પછી જેમાં ગુણ વધારે થાય તેવી પ્રવૃત્તિ કરે અને તે તે કાર્યનો જે પરિશુદ્ધ ઉપાય હોય તે ઉપાય કરવા પૂર્વક કરે. આ રીતે પ્રવૃત્તિ કરવાથી વર્તમાનમાં તો ઘણી નિર્જરા થાય જ, કિંતુ ભવિષ્યમાં પણ તેની પરંપરા ચાલે.
વ્રત પરિણામ ન થયા હોય તેવા ઘણા જીવો લોકોત્તરમાર્ગમાં પ્રવેશેલા હોવા છતાં ગુરુ-લાઘવની (=લાભ-હાનિની) વિચારણાથી રહિત હોય છે અને એથી જ વિપર્યાસ દૂર ન થયો હોવાના કારણે તે રીતે પ્રવર્તે છે કે જેથી દિમૂઢ બનેલા નિર્યામકની જેમ સ્વપરના અકલ્યાણનું કારણ બને છે. જેવી રીતે વહાણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે એવું જેને ભાન નથી એવો નાવિક પોતાનું અને નાવમાં બેઠેલાઓનું અહિત કરે તેમ લાભહાનિની વિચારણાથી રહિત જૈન હોય તો પણ પોતાનું અને પોતાની નિશ્રામાં રહેલાઓનું અહિત કરે. (૫૪૧)
સાધુ રોગની ચિકિત્સા ક્યારે કરાવે? કર્મોનો ક્ષય વિના મોક્ષ નથી. આથી કર્મક્ષયના અર્થી જીવે ઉપસર્ગો ઉપસ્થિત થાય તો આર્ત-રૌદ્ર ધ્યાન કર્યા વિના સહન કરવા જોઈએ. જો ઉપસર્ગો સહન ન થઈ શકે તો સૂત્રાનુસારે (Fગુરુલાઘવના વિચારપૂર્વક) પ્રતિકાર કરવાની પ્રવૃત્તિ પણ હિતકર છે. (૫૪૨) આર્તધ્યાન ન થાય તો રોગને સહન કરવો જોઈએ. આર્તધ્યાન થાય કે સંયમયોગો સદાય તો વિધિથી ચિકિત્સાનો પ્રારંભ કરવો જોઈએ. (૫૪૩)
પ્રશ્ન- સહન થઈ શકતું હોવા છતાં માયાથી સહન ન કરે એવું ન બને ?
ઉત્તર- જેને પરમાર્થથી વ્રતપરિણામ થયો છે, તે જીવ શ્રાવકસંબંધી કે સાધુસંબંધી અનુષ્ઠાનમાં માયા કરતો નથી. સમ્યગ્બોધવાળો હોવાથી બુદ્ધિમાન તે જગતમાં અન્ય સર્વ પદાર્થોથી અધિક પ્રિય એવા આત્માનો માયા કરીને ક્યારેય દ્રોહ કરતો નથી. (૫૪૪)