________________
૨૫
નાખેલાં દૂધ અને સાકર વગેરે મધુર દ્રવ્યો ખરાબ થઈ જાય તેમ મિથ્યાદષ્ટિ જીવમાં જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયના કારણે વિપરીત ભાવને પામે છે. (૪૪૪ થી ૪૪૮)
અભિગ્રહોનું મહત્ત્વ પોતાના તીવ્ર ક્રોધ, તીવ્ર વેદોદય વગેરે દોષોને અને અભિગ્રહને પાળવાનું સામર્થ્ય જાણીને જેનાથી પોતાના દોષો દૂર થાય તેવા “મારે ક્ષમા રાખવી, શરીરનું પ્રતિકર્મ ન કરવું વગેરે પ્રકારના અભિગ્રહોને સ્વીકારવા. કારણ કે મુમુક્ષુઓને એક ક્ષણવાર પણ અભિગ્રહથી રહિત રહેવું એ યોગ્ય નથી. (૪૫૦) અભિગ્રહો લેવા માત્ર ફળ આપનારા થતા નથી. માટે લીધેલા અભિગ્રહોને પરિશુદ્ધ પાળવા. અભિગ્રહ લીધા પછી અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ક્રોધ વગેરે કર્મની ઘણી નિર્જરા થાય. | અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ– કોઈ ગમે તેટલું પ્રતિકૂળ વર્તન કરે તો પણ ક્ષમા રાખવી, = ગુસ્સો ન કરવો, આવો અભિગ્રહ લીધા પછી કોઈપણ માણસ પ્રતિકૂળ વર્તન ન કરે તો ક્ષમા કરવા યોગ્ય મનુષ્યની પ્રાપ્તિ ન થઈ. જેના ઉપર ક્ષમા રાખવાની હોય તે ક્ષમાના અભિગ્રહનો વિષય કહેવાય. પ્રતિકૂળ વર્તન કરનાર ઉપર ક્ષમા રાખવાની હોય છે. આથી પ્રતિકૂળ વર્તન કરનાર ક્ષમાનો વિષય છે. (૪૫૧)
અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ઘણી નિર્જરા થાય. કારણ કે અભિગ્રહના સ્વીકારમાં અભિગ્રહને પૂર્ણ કરવાનો (પાળવાનો) પરિણામ તૂટ્યો નથી. અભિગ્રહનો વિષય પ્રાપ્ત થાય તો પણ અભિગ્રહને પૂર્ણ કરવાના પરિણામથી જ નિર્જરા થાય. (૪પર)
સારી રીતે પાળેલા અભિગ્રહથી પૂર્વકૃત પાપ ક્ષય પામે છે, અને શુભાનુબંધ થાય છે. આ વિષે યમુનરાજાનું દૃષ્ટાંત અત્યંત મનનીય છે. (૪૫૭)
પાપના પ્રતિકારનો પ્રભાવ પ્રશ્ન- જો આ પ્રમાણે ઈરાદાપૂર્વક ઉત્સાહથી દંડ મુનિનો બોધિલાભના મૂળમાં અગ્નિ મૂકવા સમાન ઘાત કરવા છતાં યમુન રાજાને પરિશુદ્ધ પ્રવ્રજ્યાનો લાભ થયો અને એનાથી સુગતિની પ્રાપ્તિ થઈ તો પૂર્વે કહેલા ક્ષુલ્લક વગેરેનો માત્ર સાધુપ્રàષ વગેરે અલ્પદોષથી અનંત સંસાર કેમ થયો? કેટલાકોને સંખ્યાત સંસાર અને કેટલાકને અસંખ્યાત સંસાર કેમ થયો ?
ઉત્તર- ક્ષુલ્લક વગેરેનો અલ્પદોષ પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિકારથી રહિત હતો. યમુનરાજર્ષિનો દોષ પ્રતિકારસહિત હતો. જેનો પ્રતિકાર કરવામાં આવ્યો હોય તેવું ઘણું પણ વિષ મારતું નથી. તેમ અહીં જેનો પ્રાયશ્ચિત્તરૂપ પ્રતીકાર કરવામાં આવ્યો હોય તેવું ઘણું પણ પાપ