________________
૨૪
ભોગ કરે તો તેનો એ ભોગ પરમાર્થથી અભોગ જ છે. એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવને ચક્રવર્તી આદિનું પદ પ્રાપ્ત થવા છતાં વિપર્યાસના કારણે કોઇ ભોગ ન હોય, અર્થાત્ સુખ સુખરૂપે વેદાતું નથી. (૪૪૨)
મિથ્યાદૃષ્ટિને જીવાદિ કોઇપણ વસ્તુનો સમ્યગ્બોધ હોતો જ નથી. તે ન હોવાના કારણે તેના ભોગો પણ અંધપુરુષના ભોગતુલ્ય છે. જેણે મહેલ, શય્યા, આસન અને સ્ત્રી વગેરેનું રૂપ જોયું નથી તેવો અંધ પુરુષ મહેલ આદિનો ભોગ કરે તો પણ પરમાર્થથી તેના એ ભોગો ભોગપણાને ધારણ કરતા નથી. તે પ્રમાણે મિથ્યાદૃષ્ટિના પણ પ્રસ્તુત મહેલ આદિના ભોગો પરમાર્થથી ભોગપણાને ધારણ કરતા નથી. (૪૪૩)
મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કેમ છે ?
સત્પદાર્થ અને અસત્પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી, ભવનો હેતુ હોવાથી, પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી, જ્ઞાનના ફળનો અભાવ હોવાથી મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે.
ભવનો હેતુ– મિથ્યાર્દષ્ટિ જીવ તત્ત્વભૂત અરિહંતદેવ વગેરેની નિંદા કરે છે. અતત્ત્વભૂત કુદેવ વગેરેને કુયુક્તિઓ લગાડીને સ્વીકારે છે. આમ મિથ્યાષ્ટિનું જ્ઞાન પ્રાયઃ અસત્પ્રવૃત્તિનું અને અસત્પ્રવૃત્તિના અનુબંધનું કારણ હોવાથી સંસારનું કારણ છે.
પ્રશ્ન- પ્રાયઃ અસત્પ્રવૃત્તિનું કારણ હોવાથી એમ ‘પ્રાયઃ’ કેમ કહ્યું ?
ઉત્તર– યથાપ્રવૃત્તિકરણના છેલ્લા ભાગે રહેલા, જેમનો ગ્રંથિભેદ નજીકના કાળમાં થવાનો છે તેવા, જેમનો મિથ્યાત્વરૂપ જ્વર અત્યંત જીર્ણ બની ગયો છે તેવા, દુ:ખી જીવો પ્રત્યે દયા, ગુણવાન જીવો ઉપર દ્વેષનો અભાવ અને ઉચિત આચરણ રૂપ પ્રવૃત્તિ કરનારા કેટલાક ઉત્તમ મિથ્યાદૃષ્ટિ જીવો પણ સુંદર પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી નિયમનો (મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અસત્પ્રવૃત્તિનું કારણ છે એવા નિયમનો) ભંગ ન થાય એ માટે અહીં પ્રાયઃ એમ કહ્યું છે.
વિરતિનો અભાવ– જ્ઞાનનું ફળ વિરતિ અને પુણ્યમાં પ્રવૃત્તિ છે. મિથ્યાર્દષ્ટિને પરમાર્થથી પાપથી વિરતિ ન હોય. વિરતિ જ્ઞાન-સ્વીકાર-યતના હોય તો પ્રાપ્ત થાય. મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન વિપરીત બોધથી દૂષિત થયેલું હોવાથી પહેલાં તો મિથ્યાર્દષ્ટિને જ્ઞાન જ હોતું નથી. જો જ્ઞાન જ ન હોય તો સ્વીકાર અને યતના કેવી રીતે હોય ? મિથ્યાદૃષ્ટિને પરમાર્થથી પુણ્યપ્રવૃત્તિ પણ ન હોય.
આમ અનેક રીતે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. જેવી રીતે અશુદ્ધ તુંબડાના પાત્રમાં