________________
નિશ્ચયનયના મતે અપુનબંધક વગેરે જીવોમાં વચનપ્રયોગનો અવસર નથી. તેનું કારણ એ છે કે તે જીવમાં વચનપ્રયોગ કરવામાં આવે તો પણ તે વચનપ્રયોગ તેમને સૂક્ષ્મબોધ કરનારો થતો નથી. કારણ કે તે કાળમાં અનાભોગ ( યથાર્થ બોધને અનુકૂલ ક્ષયોપશમનો અભાવ) ઘણો હોય છે. ભિન્નગ્રંથિ વગેરે જીવો તો મોહ દૂર થવાના કારણે અતિનિપુણ બુદ્ધિવાળા હોય છે, અને એથી તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે જીવો તે તે કર્મરૂપવ્યાધિનો નાશ કરનારા થાય છે. (૪૩૩)
મિથ્યાષ્ટિનું સુખ પરમાર્થથી સુખ નથી પ્રશ્ન- અકાળ પ્રયોગમાં વચનરૂપ ઔષધના પ્રયોગથી રૈવેયકાદિ સુખની સિદ્ધિ કેમ સંભળાય છે ?
ઉત્તર- રૈવેયક વગેરેના સુખની પ્રાપ્તિ પ્રસ્તુત ઔષધના યોગથી થનારા સુખ તુલ્ય જાણવી. જેવી રીતે અસાધ્ય વ્યાધિમાં વૈદ્યશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સઔષધનો પ્રયોગ કરવાથી તે સઔષધ પોતાના સંબંધના સામર્થ્યથી ક્ષણમાત્ર સુખને લઈ આવે છે, અર્થાત્ ઔષધની અસર રહે ત્યાં સુધી સુખ આપે છે, પણ પછી અધિક વ્યાધિના પ્રકોપ માટે થાય છે, તેવી રીતે પ્રસ્તુત વચનરૂપ ઔષધનો પ્રયોગ પણ જેમના ભવ્યત્વનો પરિપાક થયો નથી તેવા જીવોને રૈવેયક વગેરેમાં માત્ર ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવીને પછી ક્રમે કરીને નરકાદિ દુર્ગતિમાં પ્રવેશ રૂપ ફળવાળો થાય છે. (૪૩૮)
કષ્ટ સાધ્ય વ્યાધિની પીડાથી જેનું શરીર વિહલ બની રહ્યું છે તે જીવને કોઈક ઔષધથી પણ સુખ થાય એવું બને. પણ તેવું સુખ તત્ત્વથી સુખ નથી. એ સુખ સ્વભાવથી (=સ્વાભાવિક રીતે) થયેલું નથી, કિંતુ ઔષધથી થયેલું છે. (રોગ દૂર થાય અને જે સુખ થાય તે સ્વાભાવિક સુખ છે.) આવા સુખમાં પણ તેનું અંતર અત્યંત ભયંકર રોગના કારણે સદા પીડાઈ રહ્યું હોય છે. આથી તેને થયેલો સુખલાભ બાહ્ય જ છે. જેવી રીતે શરદઋતુના કાળમાં સૂર્યના અતિશય પ્રચંડ કિરણો મોટા સરોવરોને તપાવી દે છે. આમ છતાં તે સરોવરોમાં પાણી બહારથી જ ઉષ્ણ હોય છે, પણ અંદરમાં તો અત્યંત શીતલ હોય છે. તેવી રીતે પ્રસ્તુતમાં સક્રિયાના યોગથી સુખનો બાહ્ય સંબંધ થવા છતાં તે જીવ ગાઢ મિથ્યાત્વ રૂપ ઉપદ્રવથી યુક્ત હોવાથી તેને દુઃખ જ હોય છે. (૪૪૦).
મિથ્યાષ્ટિ જીવ અવશ્ય અસદ્ આગ્રહવાળો હોય છે. તેથી તેનો વિષયોનું સાધન એવી સ્ત્રી વગેરે વસ્તુનો ભોગ પરમાર્થથી ભોગ નથી. હેય અને ઉપાદેય સર્વ વસ્તુમાં અસદ્ આગ્રહરૂપ ઉપદ્રવના કારણે તેનો ભોગ વિષવિકારથી વિહ્વલ બનેલા પુરુષના જેવો છે. વિષવિકારથી જેનું ચિત્ત વિદ્વલ બનેલું છે એવો પુરુષ માળા, ચંદન અને સ્ત્રી આદિનો