________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૧૯ વસાવેલા બહુ સમૃદ્ધ શ્રેષ્ઠ નગરોથી રમણીય છે. તેના શિખર ઉપર સિદ્ધકૂટ વગેરે નવ કૂટો રહેલા છે. આવા શિખરોથી તે શોભે છે. તે શિખરો સવા છ ગાઉ ઊંચાં છે. તેમાં મધ્યના ત્રણ શિખરો સુવર્ણના છે. બાકીના છ શિખરો રત્નના છે. સિદ્ધકૂટ ઉપર રહેલ મણિ-સુવર્ણમય, કંઈક ન્યૂન એક ગાઉ ઊંચા, અર્ધા ગાઉ પહોળા અને એક ગાઉ લાંબા શાશ્વત જિનમંદિરથી અલંકૃત છે. તે પર્વત પચીસ યોજન ઊંચો અને પચાસ યોજન વિસ્તારવાળો છે. દશ યોજન ઉપર જઇને દક્ષિણ-ઉત્તરમાં નગરોની બે શ્રેણિઓ છે. ત્યાં દશ યોજન પહોળી પર્વતવાવડીઓ છે. આ પ્રમાણે તે શ્રીસેનરાજાનો જીવ સૌધર્મ દેવલોકથી Aવીને અહીં વૈતાદ્યપર્વતમાં ઉત્તર શ્રેણિમાં રથનુપૂર ચક્રવાલપુર નગરમાં અમિતતેજ નામનો વિદ્યાધર રાજા થયો. સત્યભામાનો જીવ પણ તેની જ સુતારા નામની બહેન થઈ. અભિનંદિતાનો જીવ આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પોતનપુરનગરમાં સંપૂર્ણ પૃથ્વીમંડલ ઉપર આક્રમણ કરનાર શ્રીવિજય નામનો મહાન રાજા થયો. તેણે તેવા પ્રકારની ભવિતવ્યતાના સંબંધથી અમિતતેજની બહેન સુતારાને પરણીને પટ્ટરાણી બનાવી. આ પ્રમાણે તે કાલ પસાર કરે છે. કેવી રીતે કાળ પસાર કરે છે ? (તે આ પ્રમાણે) સમુદ્ર સુધી સુંદર સંસ્કારોથી રાજાઓ સ્નેહવાળા કરાયા. સ્નેહવાળા કરાયેલા રાજાઓ તેના ચરણકમલમાં પ્રણામ કરતા હતા. તેના ચરણકમળમાં આળોટેલો રાજસમૂહ તેનું ઘણું સન્માન કરતો હતો. ગુરુજનોના સન્માનથી ઉપાર્જન કરેલા સમર્થ કલ્યાણથી તેનો ધનસમૂહ વધી રહ્યો હતો. તેણે ધનસમૂહરૂપ જલધારાથી સર્વયાચકોને શાંત કર્યા હતા. બાણથી હણાયેલા રાજાઓનો કેદ કરાયેલી અનેક રમણીજનનો સમૂહ તેની પાસે હતો. (એણે રાજાઓને બાણથી હણી નાખ્યા હતા અને હણાએલા તે રાજાઓની સ્ત્રીઓને તેણે કેદમાં રાખી હતી). એ રમણીજનોનો સમૂહ નિત્ય અંજલિઓ વડે તેના લાવણ્યનું પાન કરી રહ્યો હતો. પરિપૂર્ણ મંડલવાળો, સુતારાના યોગને પામેલો અને પૂર્ણિમાના ચંદ્ર જેવો શ્રીવિજય રાજા “વિઘ્નો અને બીજાઓથી કરાતા ઉપદ્રવો જેમાં શાંત થઈ ગયા છે તેવા રાજ્યનું પાલન કરતો હતો.
૧. પ્રાકૃત કોશમાં નીગમ દેશ્યશબ્દ છે અને તેનો “સુંદર' એ અર્થ જણાવ્યો છે. રાજા વડે સુંદર સંસ્કારોના
સિંચનથી રાજાઓ સ્નેહવાળા કરાયા હતા. ૨. ઉપનંત એ પા ધાતુનું કર્મણિ વર્તમાનકૃદંત છે. શબ્દાર્થ આ પ્રમાણે થાય- રમણીજનસમૂહની નિત્ય
અંજલિઓથી પીવાઈ રહ્યું છે લાવણ્ય જેનું એવો રાજા હતો. ૩. રાજાના પક્ષમાં મંડલ એટલે પૃથ્વીનો વિશાળ પ્રદેશ. ચંદ્રના પક્ષમાં મંડલ એટલે ચંદ્રનો ઘેરાવો. ૪. રાજાના પક્ષમાં સુતારા એટલે સૂતારા નામની રાણી. ચંદ્રના પક્ષમાં સુતારા એટલે આકાશમાં રહેલા સુંદર તારા. ૫. દિનિ= વિનાઃ | ૬, વિરાળ = પરોપદ્રવ:
ઉ. ૩
ભા. ૧