________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
તેં આ રોગીને મારી નાંખ્યો, અથવા અજ્ઞાની શું ન કરે ?” તેથી તે નવીન તાપસે વિચાર્યું કે - “હું અજ્ઞાની છું, તેથી મારે જ્ઞાન શીખવું જોઈએ.” પછી અભ્યાસ કરતાં તેણે સાંભળ્યું કે “તપ કર્યા વિના જ્ઞાન નિરર્થક છે, તપથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે તપસ્વી પુરુષો આ સચરાચર ત્રૈલોક્યને જુએ છે.” ઈત્યાદિક સાંભળીને ‘પોતાને જ આધીન એવું તપ હું કરું” એમ વિચારીને કોઈને પણ કહ્યા વિના તે નવીન તાપસ પર્વતની ગુફામાં ગયો. ત્યાં તપ કરવાનો આરંભ કર્યો. કંદ, મૂળ અને ફળાદિકનો પણ ત્યાગ કરીને તેણે કેટલાએક દિવસો નિર્ગમન કર્યા. ક્ષુધાની પીડાથી કંઠગત પ્રાણ થયો, તેવામાં તેની શોધ કરવા નીકળેલા કેટલાક તાપસોએ તેને જોયો અને કહ્યું કે – “આ રીતે તપ થાય નહીં, કેમકે ‘શરીરમાદ્ય વસ્તુ ધર્મસાધન' ‘ધર્મનું પહેલું સાધન શરીર છે’ એવું વચન છે, માટે શરીરનું રક્ષણ કરવું અને ધર્મનું મૂળ કારણ સમાધાન (સમતા) છે તેમાં યત્ન કરવો. તે સાંભળીને ‘સમતાને વિષે હું યત્ન કરું' એમ નિશ્ચય કંરીને તે તાપસ કોઈ ગામમાં ગયો. ત્યાં ભક્તજનોથી પૂજા પામવા લાગ્યો. કેટલેક દિવસે તેને ધન પ્રાપ્ત થયું. તે જાણીને કેટલાક ધૂર્ત માણસોએ તેનો પરિચય કરવા માંડ્યો. તે ધૂર્તો ઉપર વિશ્વાસ આવવાથી તેણે સમાધાનમૂલક ધર્મ કહ્યો કે – “જે કાંઈ સુવર્ણ, સ્ત્રી વિગેરે સહેજે પ્રાપ્ત થાય તેનો ઉપયોગ કરવો અને પ્રાપ્ત ન થાય તેની આગળ કે પાછળ સ્પૃહા કરવી નહીં.” આ પ્રમાણે સમાધાનમૂળ ધર્મ સાંભળીને તે ધૂર્તોએ ઉપાય હાથ લાગવાથી તેની પાસે ગણિકા મોકલીને સર્વ ધન હરી લીધું. તે વાત જાણવામાં આવવાથી લોકોએ તેને કાઢી મૂક્યો. આ પ્રમાણે તે તાપસ શ્રવણમાત્રથી જ ધર્મને ગ્રહણ કરનાર, શાસ્ત્રવચનના ભાવાર્થને નહિ જાણનાર, શાસ્ત્રના ઉપદેશને અયોગ્ય તથા સંલીનતા તપના રહસ્યને નહિ જાણનાર હોવાથી અનેક ભવપરંપરાને પામ્યો.
ચાર પ્રકારના સંલીનતા તપયુક્ત સ્કન્દક સાધુનું દૃષ્ટાંત
પાંચમા અંગમાં કહ્યું છે કે - કલિંગપુરીના ઉદ્યાનમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. તે પુરીની સમીપે શ્રાવસ્તિ નામની નગરીમાં સ્કન્દક નામે એક તાપસ રહેતો હતો. તે બ્રાહ્મણના સમગ્ર શાસ્ત્રો જાણતો હતો. એકદા મહાવીરસ્વામીના શિષ્ય પિંગલ નામના મુનિએ સ્કન્દકને પૂછ્યું કે “હે સ્કંદક ! લોક સાન્ત છે કે અનન્ત છે ? જીવ સાન્ત છે કે અનન્ત છે ? સિદ્ધિ સાન્ત છે કે અનન્ત છે ? સિદ્ધ સાન્ત છે કે અનન્ત છે ? અને કેવા પ્રકારના મરણથી જીવ સંસારની વૃદ્ધિ અથવા હાનિ પામે ?” આ પ્રશ્નો સાંભળીને સ્યાદ્વાદને નહિ જાણનાર સ્કન્ધક તાપસે મૌન ધારણ કર્યું. પિંગલ મુનિએ ત્રણવાર તે પ્રશ્નો કર્યા, પણ સ્કંદક ઉત્તર આપી શક્યો નહીં. તેવામાં શ્રાવસ્તિનગરીના લોકો શ્રી વીરપ્રભુને વાંદવા જતા હતા, તે જોઈને સ્કંદકે પણ પ્રભુના શિષ્ય પૂછેલા પ્રશ્નોના ઉત્તરો જાણવા માટે પોતાના ત્રિદંડ, કમંડલુ, વૃક્ષના પલ્લવ, અંકુશ, રુદ્રાક્ષની માળા અન ગેરુથી રંગેલા વસ્ત્ર વગેરે ઉપકરણો લઈને શ્રી વીરપ્રભુ પાસે આવવાનો સંકલ્પ કર્યો,. તે વખતે શ્રી જિનેશ્વરે ગૌતમ ગણધરને કહ્યું કે : “આજે તમને તમારા પૂર્વ મિત્ર સ્કન્દકનો સમાગમ થશે.” ગૌતમે પૂછ્યું કે – “હે સ્વામિન્ ! ક્યારે થશે ?” પ્રભુ બોલ્યા કે “હમણા તે
-
-
ઉ.ભા.-૫-૨