________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ કષાયોનો ત્યાગ એ નવ પ્રકારે ભાવલોચ કહેલો છે અને દશમો કેશલોચ એ દ્રવ્યલોચ કહેલો છે. તે દ્રવ્યલોચ નવ પ્રકારના ભાવલોચપૂર્વક કરવો જોઈએ. અહીં ચાર ભાંગા થાય તે આ પ્રમાણેકોઈક પ્રથમ ભાવલોચ કરીને પછી દ્રવ્યલોચ કરે છે. કહ્યું છે કે – “સાધુ હોય તે જ સાધુ થાય છે.” આ ઉપર બૂસ્વામી વગેરેના દાંત જાણવાં (૧) કોઈક પ્રથમ ભાવલોચ કરે છે, પછી દ્રવ્યલોચ કરતા નથી. અહીં મરુદેવી માતા વગેરેના દષ્ટાંતો જાણવાં. (૨) કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરે છે. તે ઉપર ઠુમ્મક સાધુ વગેરેના દૃષ્ટાંત જાણવાં અને (૩) કોઈક પ્રથમ દ્રવ્યલોચ કરીને પછી ભાવલોચ કરતા નથી. અહીં ઉદાયિ રાજાને મારનાર વિનયરત્નનું દષ્ટાંત જાણવું. અથવા આધુનિક વેશધારી અને આજીવિકા માટે યતિલિંગ ધારણ કરનારના દષ્ટાંતો જાણવાં. (૪)
અહીં કોઈ શંકા કરે કે – “પરિષદમાં અને આ કાયફલેશમાં શો તફાવત છે?” તેનો જવાબ આપે છે કે – “પરિષહ પોતાથી અને બીજાથી એમ બંને પ્રકારથી ઉત્પન્ન થતાં ક્લેશરૂપ હોય છે અને કાયફલેશ માત્ર પોતે કરેલા ફલેશના અનુભવરૂપ હોય છે. એટલો તેમાં તફાવત છે. આ કાયફલેશ તપ કરવાથી નિરંતર કર્મક્ષયરૂપી ગુણ પ્રાપ્ત થાય છે, તેથી છદ્મસ્થ જિનકલ્પી વગેરે પ્રાયે નિરંતર ઊભા જ રહે છે અને કદાચ બેસે છે તો પણ ઉત્કટિક વગેરે વિષમ આસન વડે જ બેસે છે. તે જ ભવમાં સિદ્ધિગામી શ્રી વિરપ્રભુએ આ તપ સારી રીતે આચર્યું છે. કેમકે શ્રી વિરપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી રહ્યા, તેમાં કોઈ પણ વખતે તે પર્યસ્તિકા (પલાંઠી) વાળીને એક ક્ષણવાર પણ બેઠા નથી, તેમજ એક મુહૂર્ત માત્ર નિદ્રા લીધી છે તે પણ ઊભા રહીને જ લીધેલી છે.
આ કાયફલેશ તપ પણ સિદ્ધાન્તની યુક્તિને અનુસરીને કર્યું હોય તો જ ફળદાયી થાય છે. નહિ તો બાળ તપસ્વીઓ ઘણા પ્રકારના કાયફલેશને સહન કરે છે. કમઠાદિકની જેમ પંચાગ્નિ તપ કરે છે, સૂર્ય સન્મુખ દૃષ્ટિ રાખીને તથા ઊંચા હાથ રાખીને ઊભા રહે છે, પંચકેશ વધારે છે, તથા વૃક્ષની શાખા ઉપર પગ બાંધીને નીચે મસ્તક લટકે છે, પૂરણ, જમદગ્નિ અને કૌશિક વગેરે તાપસીની જેમ મહાકષ્ટ સહન કરે છે, પરંતુ તે સર્વ આપ્ત આગમની યુક્તિરહિત હોવાથી નિષ્ફળ છે.
જે ભવમાં અવશ્ય સિદ્ધિ મળવાની છે તે ભાવમાં પણ વીતરાગ પ્રભુ રૂડા આગમને અનુસરીને આ કાયક્લેશ તપનું આચરણ નિરંતર કરે છે, માટે તપના અર્થી મુનિઓએ આ તપનું આરાધન અવશ્ય કરવું.”