________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સમગ્ર ઈન્દ્રિયોનો જય કરવાનું મૂળ કારણ રસનેન્દ્રિયનો જય કરવો તે છે. તે રસનેન્દ્રિયનો જય ભોજન તથા વચનની વ્યવસ્થા વડે થાય છે. માટે નિર્દોષ કર્મથી દોષ રહિતપણે પ્રાપ્ત થયેલો પરિમિત આહાર શુભ ક્રિયાની પ્રવૃત્તિ માટે ગ્રહણ કરવો. અત્યંત આહાર કરવાથી નવા-નવા મનોરથોની વૃદ્ધિ થાય છે, પ્રબલ નિદ્રાનો ઉદય થાય છે, નિરંતર અપવિત્રપણું પ્રાપ્ત થાય છે, શરીરના અવયવો પુષ્ટ થાય છે અને તેથી કરીને સર્વ ક્રિયાઓમાં પ્રમાદ થાય છે, તેમજ ઘણું કરીને નિરંતર રોગીપણું પ્રાપ્ત થાય છે. માટે હંમેશાં રસનેન્દ્રિયને અતૃપ્તિવાળી જ રાખવી. એક રસનેન્દ્રિયને અતૃપ્ત રાખીએ, તો બીજી સર્વ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈને તૃપ્તિ પામે છે અને રસનેન્દ્રિયને તપ્ત રાખીએ તો બીજી સર્વ ઈન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઉત્સુક રહેવાથી અતૃપ્ત જ રહે છે. જુઓ રસનેન્દ્રિયમાં લોલુપ થયેલા મંગુસૂરિ અનેક દુર્ગતિનાં દુઃખો પામ્યા, તથા કંડરિક મુનિ પણ જિલ્લાની જ લોલુપતાથી હજાર વર્ષ સુધી પાલન કરેલ સંયમ હારી ગયા. માટે સાધુઓએ તથા શ્રાવકોએ અવશ્ય રસત્યાગ તપ કરવો. હવે કાયફલેશ નામના પાંચમા તપાચાર વિષે કહે છે -
वीरासनादिना क्लेशः, कायस्यागमयुक्तितः ।
तनुबाधनरूपोत्र, विधेयस्ततपः स्मृतम् ॥१॥ ભાવાર્થ:- “આગમમાં કહેલી યુક્તિ પ્રમાણે વીરાસન વગેરે આસનો વડે શરીરને બાધ પમાડવારૂપ જે કાયફલેશ સહન કરવો તે કાયફલેશ તપ કહેવાય છે.”
અહીં મૂળ શ્લોકમાં વીરાસનાદિ શબ્દમાં આદિ શબ્દ મૂક્યો છે, તેથી ઉગ્રાસન વગેરે આસનો જાણવાં તથા કેશકુંચન જાણવું. તે વિષે કહ્યું છે કે -
वीरासण उक्कुड आसणाई, लोआइओ अ विन्नेओ।
कायकिलेसो संसारवासनिव्वेअ हेउत्ति ॥१॥ ભાવાર્થ - “વીરાસન, ઉત્કટાસન વગેરે તથા કેશલોચ વગેરે કાયફલેશ સંસારવાસમાં નિર્વેદ (ખેદ) કરવાના હેતુભૂત જાણવા.” કેશલોચ વિષે બીજા શાસ્ત્રમાં પણ હ્યું છે કે -
પશાર્મ-પુર:M, નીવહિંસા-પરિગ્રહ છે.
दोषा ह्येते परित्यक्ताः, शिरोलोचं प्रकुर्वता ॥१॥ ભાવાર્થ :- “કેશનો લોચ કરનાર પુરુષે પશ્ચાત્કર્મ, પૂર્વકર્મ, જીવહિંસા અને પરિગ્રહ એટલા દોષોનો ત્યાગ કર્યો છે એમ સમજવું.”
સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારનો લોચ કહેલો છે. તેમાં પાંચ ઈન્દ્રિયોનો જય અને ચાર