________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
આ જિલ્લા બહાર કાઢીને શા માટે બતાવે છે?” તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને ખેદ સહિત સર્વ વૃત્તાંત કહી બતાવ્યો કે “હું ધર્મરૂપી માર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય, પ્રમાદથી મૂળોત્તર ગુણનો ઘાત કરીને મહાવ્રતનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છું, માટે તમારે રસમાં લોલુપ થવું નહીં. હું જિહ્વાના સ્વાદથી ભ્રષ્ટ થયો છું, તેવું જણાવવાને માટે જિલ્લા બહાર કાઢીને બતાવું છું.” આ સાંભળીને તે સર્વ સાધુઓ રસત્યાગરૂપી તપમાં તત્પર થયા અને સર્વ લોકોને ઉપદેશ કરવા લાગ્યા કે હે ભવ્ય પ્રાણીઓ ! પુરુષોને ઈન્દ્રિયવિજય મહાસંપત્તિનું કારણ થાય છે. કહ્યું છે કે :
इन्द्रियाण्येव तत्सर्वं, यत्स्वर्गनरकावुभौ ।
निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥१॥ ભાવાર્થ:- “સ્વર્ગ અને નરક એ બેની જે પ્રાપ્તિ થવી, તે સર્વ ઈન્દ્રિયો વડે જ છે; કેમ કે ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે અને તેમને છૂટી મૂકવાથી નરક પ્રાપ્ત થાય છે.”
સંગ્રામમાં જય મેળવનારા ઘણા જોવામાં આવે છે. પણ ઈન્દ્રિયોનો જય કરનારા દુર્લભ હોય છે. કહ્યું છે કે –
शतेषु जायते शूरः, सहस्रेषु च पंडितः ।
वक्ता शतसहस्त्रेषु, दाता भवति वा न वा ॥१॥ ભાવાર્થ:- “સો માણસોમાં કોઈ એક જ શૂરો હોય છે, હજાર માણસમાં એક પંડિત નીવડે છે, લાખ માણસમાં કોઈ એક જ વક્તા હોય છે અને સર્વ મનુષ્યોમાં દાતાર તો કોઈ હોય છે અથવા નથી પણ હોતા. કારણ કે –
न रणे निर्जिते शूरो, विद्यया न च पंडितः ।
न वक्ता वाक्पटुत्वेन, न दाता धनदायकः ॥२॥ ભાવાર્થ:- “યુદ્ધમાં જીત મેળવવાથી કાંઈ શૂરો કહેવાય નહીં, વિદ્યા ઉપાર્જન કરવાથી કાંઈ પંડિત કહેવાય નહીં, વાણીની ચતુરાઈથી કાંઈ વક્તા કહેવાય નહીં અને ધન આપે તેટલા પરથી કાંઈ દાતા કહેવાય નહીં.” ત્યારે ? ___इन्द्रियाणां जये शूरो, धर्मं चरति पंडितः ।
सत्यवादी भवेद्वक्ता, दाता भीताभयप्रदः ॥३॥ ભાવાર્થઃ- “જે ઈન્દ્રિયોનો જય કરે તે જ શૂરો કહેવાય છે, જે ધર્મનું આચરણ કરે તે જ પંડિત કહેવાય છે, જે સત્ય બોલે છે તે જ વક્તા કહેવાય છે અને ભય પામેલાને જે અભયદાન આપે તે જ દાતાર કહેવાય છે.”