________________
લોકસેવાના સાચા ઉમેદવારે માટે ઉત્તમ તક
૧૭૫
લોકસેવાના સાચા ઉમેદવારો માટે ઉત્તમ તક
(મુંબઈ સમાચાર ના ૧૯૮૨ ના દીપેસવી અંકમાં-લેખક-થી. અમૃતલાલ વિ. ઠક્કર)
આપણા બાપદાદાઓએ અફઘાનિસ્તાનને માર્ગે હિંદમાં ઉતરી આવી વસવાટ કર્યો, તે વખતે આ દેશ ઉજજડ ન હતો. આ હિંદુસ્થાનમાં અથવા ભારતવર્ષમાં આવ્યા તે પહેલાં આ દેશમાં ઘણી કોમે વસતી હતી અને રાજ્ય પણ કરતી હતી; પણ નવા આવનાર આ પુરાણી વસ્તીના કરતાં વધારે બુદ્ધિમાન, વધારે હિંસક હથિયારોથી સજજ અને વધારે સ્વરક્ષાને બહાને લડાયક હોવાથી અસલી કેમેને ફળદ્રુપ પ્રદેશમાંથી મારી મારીને ઉજજડ અને ટેકરાવાળા તથા જંગલવાળા ભાગેમાં નસાડતા ગયા. આ અસલી કામના લોકોને રાક્ષસ, દાનવ, દસ્ય, વાંદરા ( એટલે વાનરમી.), અનય એવાં નામોથી આ ઓળખવા લાગ્યા. બારમા સૈકામાં પંજાબ તરફથી રાજપૂત લોકોએ ઉતરી આવીને રાજપૂતાનામાં પોતાનાં રાજ્ય સ્થાપ્યાં, તે વખતે ત્યાંના અસલી ભીલ રાજાઓને મારી હઠાવ્યા, તેના વિજચન્હતરીકે હજુ કેટલાક ૨જપૂત રાજાએ ગાદીનશીન થાય છે. ત્યારે બીલની આંગળી કાપીને તેમાંથી નીકળેલા લેહીથી ટીકા અથવા ચાંલ્લો કરે છે. સુરત પાસે ડાંગના જંગલમાં નાનાં નાનાં રાજ્ય હતાં, તે ચાલુ સૈકાની શરૂઆતમાં જ વધારે સારે રાજ્યવહિવટ ચલાવવાને બહાને અંગ્રેજ સરકારે લઈ લીધાં. આસામના પહાડીઓમાં નાગા, લુશાઈ ખારી વગેરે અસલી કમેનાં રાજ્યો ગયા સૈકામાંજ, જૂદે જૂદે બહાને લશ્કર મોકલાવી લઈ લીધાં છે તેનું વર્ણન ગેઝીટિયરોના પાનામાં મેજુદ છે. મધ્યહિંદના ગાંડ રાજાએ એક ઉધાર અંગ્રેજ સિવિલિયનના કહેવા પ્રમાણે મહારાજાઓ હતા અને તેમનું રાજ્ય મધ્યપ્રાંતના મેટા ભાગ પર મોગલ શહેનશાહતના વખતમાં હતું.
રાક્ષસ મટીને દુબળા સમયના વહેવા સાથે આ જૂની કામો રાક્ષસ મટીને “ દુબળા” થયા, રાજા મટીને હિમાલ થયા અને માલીક મટીને ગુલામ થયા. તેમની જૂની મહત્તા ભૂલાઈ ગઈ અને જાણે કે તેઓ આથોન દાવ અને હલકું કામ કરવા હજારો વર્ષથી સરજાયા હોય એવી માન્યતા થઈ ગઈ. કેટલીક કામોને અંત્યજનું, મએલાં ઢોર ઢસડવાનું અને મનુષ્યનાં મળ-મૂત્ર ઉઠાવવાનું કામ ગળે ઘાલવામાં આવ્યું, જેથી તેઓ અસ્પૃશ્ય થઈ ગયા. આજ મિતિએ પણ સાબરમતીની પ્રસિદ્ધ જેલમાં પંચમહાલના જે ભીલોને કેદી તરીકે જવા પ્રસંગ આવે છે, તેમની પાસે ઘણેભાગે પાયખાનાં સાક કરાવવાનું કામ કરાવાય છે. ગઈ મોટી યૂરોપીય લડાઈમાં આસામમાં “નાગા’ કામના મજારો મોકલવામાં આવ્યા તેમને કાસમાં, મેસોપોટેમી આમાં અને બીજા સ્થળેએ લશ્કરના સિપાઈએના ભંગીતરીકે મેલું ઉપાડવાને જબરજસ્તીથી કામે લગાડવી. આવી રીતે વધારે સંસ્કારી મનાતી જાતે પછાત પડેલી કેમોને આજ પણ દાબીને, કચરીને, નીચ મનાતું કામ જબરજસ્તીથી કરાવતાં જરા પણ પાછું વાળી જેતી નથી.
આસામને ચોથા ભાગ ‘જગલી પણ કાઈ કહેશે કે એ તે બહુ જુજ સંખ્યાની, કે છેકજ જંગલી લોકો જેઓ, ઓસ્ટ્રેલિચાના કે અમેરિકાના અસલ વતનીઓની માફક નાશ થવાને સરજાયેલા છે, તેમની આ વાત છે અને તેને અણઘટતું મહત્ત્વ આપવાની કાંઈ જરૂર નથી; પણ આપણા વસ્તીપત્રકના આંકડાઓ આ દલીલનું પોકળ બતાવી આપે છે. મધ્યપ્રાંતની ૧ કરોડ ને ૬૦ લાખની વસ્તીમાં પૂરા ૩૨ લાખ, એટલે આખી વસ્તીને પાંચમો ભાગ આવી અસલ વતની ગાંડ, હલકા વગેરે લોકોનો જ છે. આસામની ૮૦ લાખની વસ્તીને એ ભાગ, એટલે પૂરા ૨૦ લાખ નાગા, ખાસી, લુશાઈ, અબોર, મીશ્ની, કાચારી, ગારો એવી પુરાણું જાતિઓના છે. મુંબઈ ઇલાકાની લગભગ બે કરોડ ૬૭ લાખની વસ્તીમાં ૧૮ લાખ ઉપર ભીલ, કાળીપરજ, ઠાકુર, વારલી, કેકણ, કાતકરી એવી વસ્તીની સંખ્યા છે. આખા દેશની ૩૨ કરોડની વસ્તીમાં તેમની કુલ સંખ્યા ૧ કરોડ ૬૦ લાખની, એટલે સેંકડે પૂરા પાંચ ટકાની છે. એટલે દર સોની વસ્તીમાં પાંચ માણસ “જગલી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com