________________
વિજળીની મદદથી પાકમાં થતો વધારો * ૨૧૦ બાજી પ્રમાણે થયો. પરિણામે ઝોપીરસ બેબિલોનનો મુખ્ય સરદાર નીમા અને કિલ્લાને બચાવ તેને સોંપાયો.
તુરતજ ડરાયસે શહેરની નજદીક લશ્કર દોર્યું અને ચારેબાજુ હલ્લો શરૂ કર્યો. બેબિલોનનું લશ્કર લડવામાં મશગુલ હતું તે વખતે ઝોપીયસે બીલસ અને સીસસના દરવાજા ખોલી નાખી ડરાયસને શહેરમાં દાખલ કર્યો. પછી શહેર પડયું-લૂંટાયું–શહેરીઓના લોહીથી નદીનું પાણું રક્ત થયું અને સમૃદ્ધિ લૂંટાઈ. હજારો સ્ત્રીપુરુષોને ડરાયસ કેદી તરીકે લઈ ગયો. છતાં શહેર હયાત રહ્યું.
પણ બેબિલોન પડયું તે પાછું ઉઠયું નહિ. તે ઈરાની ઝુંસરી નીચે કચરાતું ચાલ્યું અને ડરાયસ પછી તેના વારસ ઝરકસીસે તો તેનાં દેવળે અને મહેલો લૂંટી તોડી પાધર કર્યા અને ઘાતકીપણે બેબિલોનના વતનીઓને તારાજ કર્યા.
આજ એ બેબિલોનની ખ્યાતિજ રહી છે. બેબિલોન ફરી બંધાયું નથી ને બંધાશે નહિ.
જે વખતે યાંત્રિક અને વિજનિક શક્તિઓને અભાવ હતો, જે વખતે રસ્તા અને મુસાફરીનાં કે માલ લાવવાનાં સાધનો કેવળ સામાન્ય હતાં, જે વખતે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો અને ત્રિકે મતિની ઝીણી ગણત્રી કરી લાન એસ્ટીમેટ કરનાર ઈજનેર નહેતા, તેવા વખતે આવું જગવિખ્યાત શહેર રચનાર કલારસિક રાણી સીરામીસ કે તેના બચાવની મજબુત યુક્તિઓ
જનાર રાણી નાઈટીટીસના ગુણ ગાઈએ કે આવા સુવિખ્યાત શહેરને જેર કરનાર લોભી સાયરસ અને ડાયસ કે ધન અને સત્તાલોભી કરકસીસને શાપ આપીએ ? કે, જે વખતે રે, ટપાલ કે તારનાં સાધન નહોતાં, જે વખતે એક દેશમાંથી બીજા દેશમાં જવામાં જીવનું જોખમ હતું, મુસાફરી મોંધી, કંટાળાભરેલી ને લાંબી થઈ પડતી, જે વખતે તે માનપત્રો ને હતાં અને સ્થળની ખબર બીજે સ્થળે માસો કે વરસો વીત્યે પહોંચતી અને તે પણ અધુરી કે મીઠું મરચું ભરેલી; જે વખતે લેખનકળાનો વિકાસ નહોતે અને કાગળોની વિપુલતા નહતી, જે વખતે એક વરસમાં વીસ આવૃત્તિ પ્રસિદ્ધ કરી કમાઈ કરવાને અવકાશ નહોતો તેવે વખતે દેશદેશના રીતરિવાજો, બનાવો અને ઐતિહાસિક ઘટનાઓની શોધ કરી કેવળ પરોપકારાર્થે પદ્ધતિસર તવારીખ લખી ભવિષ્યની પ્રજાને વારસામાં આપી જનાર હરેડટસને વંદીએ ? .
બેબિલોન સેમીરામીસ, નાઇટીટીસ, સાયરસ, ડાયસ ને કરકસીસ એ બધા આ મહાન ઇતિહાસકારને લઈને આજ જીવે છે. હીરેટસ ન હોત તો ભૂતકાળના ઉંડા ઉદરમાં એ બધાં સમાઈ ભૂંસાઈ ગયાં હેત, માટે એ મહાન વ્યક્તિને વંદી વિરમીશ.
વિજળીની મદદથી પાકમાં થતો વધારે
(ખેતીવાડી–તા-૨૩-૮-૨૫ ) ક્રાંસના એક શોધક ક્રિસ્ટો ફલરોએ વિદ્યુતશકિતને ઉપયોગ કરીને પાકમાં કલ્પી પણ ન શકાય એટલો વધારો કરી બતાવ્યો છે. હવામાંની વિદ્યુત, પૃથ્વી ઉપરનું લોહચુંબક અને સૂર્યપ્રકાશમાંની વિજળીને ઉપયોગ કરીને તે ઝાડની પેદાશ વધારે છે. તેણે સાદા ઝાડની પેદાશ વધારી છે અને વાંઝી ઝાડોને ફળફૂલવાળાં બનાવ્યાં છે. ૨૫ ફીટ ઉંચા થાંભલા જમીનમાં દાટીને તેણે પિતાનું યંત્ર બનાવ્યું. દક્ષિણ તરફ પગ રાખી સૂનારાઓને ઘસઘસાટ ઉંધ આવે છે, એ કલ્પનાના આધારે ક્રિસ્ટો ફલરે પિતાનું યંત્ર દક્ષિણોત્તર ગોઠવ્યું. દરેક થાંભલા ઉપર એક ધાતુનો કાંટો દક્ષિણ તરફ ફેરવી રાખેલો હોય છે. આ કાંટાવતી હવાના જુદા જુદા પ્રવાહને કાયદો લઈ શકાય છે. દરેક થાંભલાને એક એટીના હોય છે અને તે હવામાંની વિજળી એકઠી કરે છે. એ સિવાય તે થાંભલા ઉપર એક ધાતુની નળી હોય છે. ત્રાંબાના અને જસતના ટુકડા ભેગા બાંધીને તે બનાવેલી હોય છે. આ નળી સૂર્યની ગરમી માંથી વિદત બનાવે છે. એ યંત્રવડે એક પ્રવાહ ચાલુ થાય છે. એના સિવાય બીજો પ્રવાહ નળીની અંદર અને વાયુગતિદર્શક ગાળ ગોળ ફરનારા પદાર્થો વડે બહાર ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જે શક્તિ હવામાંથી, પૃથ્વીમાંથી અને સૂર્યમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, તે લોખંડના તારદ્વારા જમીનમાં લઈ જવામાં આવે છે. આ વિજળી જમીનમાંનાં જીવડાંને મારી નાખે છે અને પાકમાં વધારો કરે છે.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com