________________
૨૫૬
તપસ્વીની તેજધારાઓ મધરાતને સમય છે. ચોમેર ચુપકીદી છવાયેલો છે, કેવળ ગંગાને મંદ રવ ગુંજે છે અને વાલની કાઇ કાઈ લહરિમાં ઝાડપરનાં પાંદડાં ખડખડે છે. સ્વામીજી ધ્યાનમગ્ન છે, થોડે અંતરે ભક્ત કૈથલસિંહ ગાઢ નિદ્રામાં પડયા પડવા નસ્કોરાં બોલાવે છે.
એ સમયે કર્ણસિંહના ત્રણ કરે હાથમાં નાગી તરવાર લઈને ચૂપચાપ ચાલ્યા આવ્યા, પણ અંગે થરથર ધ્રુજે છે. કલેજાં ધબકારા મારે છે. તરવારો તે તીક છે, પણ એક નિર્દોષ વીતરાગપર એ તરવારે ચલાવવા જેટલી હિ મેત તઓના હાથમાં નથી.
બહુ વારસુધી તેઓ ઉભા રહ્યા. આખરે થાકથા, છાતી ન ચાલી. પાછા વળીને રાવની પાસે આવ્યા. રાવે ધમકાવીને ફરીવાર મોકલ્યા. તે વખતે સ્વામીજીની સમાધિ ઉતરી ગઈ હતી અને રાવે પિતાના નોકરને દીધેલી ધમકી પણ સ્વામીજીએ કાનોકાન સાંભળી હતી. બીજી વાર પણ નોકરો પાછા વળ્યા; પણ રાવની જીદ તો આજે ઋષિના દેહની સાથે મતની હીચકારી રમત રમા નાખવા ચાહતી હતી. એણે ફરીવાર ધમકાવીને નોકરોને ધકેલ્યા.
એ આવ્યા. સ્વામીજીએ બીજું કાંઈ જ ન કર્યું. ઉડીને ગગનભેદી હુંકાર ગજવ્યું. જમીનપર એક લાત મારી. તરવારધારીઓની ભુજાઓમાંથી તરવારો પડી ગઈ, એ નાઠા.
કૈથલસિંહજીની આંખ પણ ઉઘડી ગઈ. સ્વામીજીને એણે વિનવ્યા “હત્યારાઓ હજુ ફરીવાર આવશે હ. મહારાજ ! માટે ચાલો, કયાંક છુપાઈને રાત વીતાવીએ.” સ્વામીજીને મુખમાંથી ગીતાપાઠ ગુંજી ઉઠે કે
નૈન ફિનિત સાળિ નૈનં રુત ઘાવ: કૈથલ ભાઈ ! સંન્યાસી તે ગઢગુફાના આશરા કયાં સુધી શેલતે ફરશે ? મારો રક્ષણહાર તો પ્રભુ જેવડ હજાર હાથવાળો બેઠા છે. તું ગભરા નહિ. ભાઈ ! હું જો ધારત તે એ ત્રણેના હાથમાંથી તરવારો છીનવીને તેઓનાં માથાં વાઢી લેત.”
તે દિવસે જ રાજઘાટ ઉપર પંજાબી સેનાની એક ટુકડીનો પડાવ હતો. તે લેકને રાવ કર્ણસિંહના આ અત્યાચારની જાણ થઈ ગઈ. તેઓનું ખૂન તપી આવ્યું. પચીસ પંજાબી વીર શસ્ત્રો બાંધીને સ્વામીજીની પાસે આવી ગર્જા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે:-“એક અમને આજ્ઞા આપે ને પછી જોઈ લો, કે અમે એ સાધુઓના શત્રુને કેવો સ્વાદ ચખાડીએ છીએ. ભલે અમારી નોકરી તૂટી જાય, પણ એને તો પૂરે કરીને જ પાછા ફરીશું.”
પ્રેમભરપૂર શબ્દો વડે સ્વામીજીએ એ સૈનિકોને શાંત કર્યા અને સત્સંગમાં બેસી એક શીતળ ઉપદેશ સંભળાવ્યો.
- અમૃતસરમાં છ-સાત હજાર મનુષ્યની મેદની જામી છે. આજે પંડિતો અને મહર્ષિની વચ્ચે પ્રશ્નોત્તરીનો મામલો મચવાનો છે, મહર્ષિજી બેઠા છે. થોડીવારમાં પંડિતેનું ટોળું જયજયનાદ ગુંજતું દાખલ થયું. તિલકધારી સાત-આઠ પંડિતે બગલમાં પુસ્તક દબાવીને સન્મુખ બેસી ગયા. ત્યાં તે ચારેબાજુથી પંડિતેના ચેલાઓએ ઈટ પથ્થરનો મારો ચલાવ્યું. સભા-મં
પમાં ધળની મોટી ડમરી ચઢી. પોલીસે દેથા આવ્યા. એટલે પંડિતે પલાયન કરી ગયા. સેવકે કપાયા. ટોળાને પીટવા ઉઠશે.
સ્વામીજીએ સૌમ્ય ને આનંદભર વાણી કાઢી કે, “ગરમ ન થશે, બચ્ચાઓ ! આ તો મદિરા-પાનને નશે કહેવાય અને મારું કાર્ય તો વૈદનું ગણાય. દારૂડીઆને વૈદે મારે નહિ, - વધ આપે. વળી હું તો આર્યધર્માની ફૂલવાડીને પામર માળી છું. ફૂલવાડીમાં ખાતર પૂરતાં પૂરતાં માળીનાં અંગ ઉપર પણ ધનકચરો છવાય, એમાં શી તાજબી છે ! મને એની ચિંતા નથી. હું તે ઝંખું છું એટલું જ કે, આ ફૂલવાડી સદા લીલીછમ રહે અને ફાલ્યા કરે.”
ત્યાગ-વીર પિંજરે પડેલો રાજહંસ ઉઘાડું દ્વાર દેખીને માનસરોવરના પંથ પર ધસવા માંડે તેમ, મૂળશંકરે પિતાનાં માતાપિતાના પ્રેમ-પિંજરમાંથી છૂટ્ટીને જે દિવસ સત ધામના કેડા ઉપર વેગવંત ડગલાં ભરવા માંડ્યાં હતાં, તે દિવસની આ કથા છે, દિવસ બધે ભયાનક અટવીએ વિધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com