________________
ભારતવર્ષના ભાવિ વિધાયકોને
૬૫૭ ભારતવર્ષના ભાવિ વિધાયકને [ભારતભૂષણ પંડિત મદનમોહન માલવીયાજીના એક અત્યંત મનનીય વ્યાખ્યાનમાં આ મુખ્ય ભાગ મદ્રાસના “હિંદુ” પત્ર ઉપરથી તા. ૩૦-૭-૨૭ના સૌરાષ્ટ્રમાં છપાયેલે તેનો આ ઉતારો છે.]
પ્રોફેસર કૃષ્ણરાવના આ વ્યાયામ-વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જે નમુનેદાર અને તાજુબ કરનારા શારીરિક ખેલ ‘આપણી સમક્ષ ભજવી બતાવ્યા છે, તે જોઈને મને એમજ થઈ જાય છે કે એ ખેલો પતેજ, મારા શબ્દો કરતાં વધારે છટાદાર રીતે હિંદી જુવાનોને તેમનાં શરીર લ બનાવવાનો બોધ કરી રહ્યા છે. શરીરને તાલીમ આપવાથી તેને કેટલે સુધી વિકાસ સાધી શકાય છે અને શરીરવિકાસને મનુષ્યના જીવનમાં કેટલું મહત્ત્વનું સ્થાન છે; એ હું માનું છું કે, આજના મેળાવડાથી અહીં હાજર રહેલા સૌ કોઈને બરાબર સમજાયું હશે. આ વ્યાયામ-વિદ્યાલયના એક વિદ્યાર્થી ગેવિંદરાવને જ્યારે આપણે ભારે વજન ઉંચકત અને શરીર-બળના આશ્ચર્યજનક ખેલ કરતો જોતા હતા, ત્યારે મારા એક મિત્રના દિલમાં સંદેહ જા કે, શરીરને આટલી હદ સુધી ખીલવવાની શી જરૂર છે ? પણ એ વખતે જ મને મહાભારતના ગદાધર ભીમનું સ્મરણ થયું અને જ્યારે પાંચ પાંડવબંધુએ અને દ્રૌપદીજી જીવ બચાવવા લાક્ષાગૃહમાંથી સુરંગવાટે નાસતાં નાસતાં થાકી ગયાં હતાં, ત્યારે એ સૌને પીઠ ઉપર ઉપાડી એકલો ભીમ આગળ ચાલ્યો હત; એ આખી કથા મનચક્ષ સમીપ ખડી થઈ એ કથાનું સ્મરણ થતાં મને મારા મિત્રના સંદેહને જવાબ મળી ગયે. આપણું જુવાને ભીમ જેવું અદ્ભુત શરીરબળ જમાવે એ, તેમના નિર્બળ બાંધવોને અને તેમની સુકુમાર ભગિનીઓને, વિપદની વેળાએ, પીઠ ઉપર સવારી કરાવી આફતની ઝડીમાંથી બહાર લઈ જવાને માટે હું હિંદી જુવાનોને ભીમ અને હનુમાન સરખા બલવંત જેવાને તલસું છું, એટલેજ શરીરવિકાસની સંસ્થાની મુલાકાત લેવી એ મારે માટે એક મહામૂલી જીવનહાણ છે. આપણે આ ભારતવર્ષના ઉદ્ધારને માટે જે જે કાર્યો કરવાનાં છે, તેમાં આ કાર્ય–ભારતીય જુવાનોને શારીરિક તાલીમ આપવાનું કાર્યા-કાંઈ ઓછું મહત્ત્વનું નથી. આ પણ પૂર્ણ જાહોજલાલીભર્યા ભૂતકાળમાં આપણું પૂર્વજો શારીરિક શિક્ષણની કિંમત બરાબર સમજતા. હિંદુ ઇતિહાસના ઉત્તમોત્તમ સમય દરમિયાન તમે જોઈ શકશો કે, વ્યાયામનું શિક્ષણ ઉચ્ચ કે નીચ-સૌ કોઈને એકસરખું ફરજીઆત હતું. હિંદુ ઇતિહાસ કહે છે કે, કૃષ્ણ અને બળરામ વ્યાયામ કરતા: પાંડવો નિત્ય ફરજીઆત શારીરિક તાલીમ લેતા: મહાભારતનો વાચક જાણે છે કે, ભીમ અને દુર્યોધન એ બને પિતરાઈ બંધુઓ તેમની જુવાનીના કાળમાં ગદાયુદ્ધની સ્પર્ધા ખેલતા. એવી રીતે ગદાની ઉત્તમ તાલીમ પામેલા ભીમ અને જરાસંધ વચ્ચે કુસ્તી થઈ, ત્યારે કેવી જોડી જામી હતી ? એ કંઠ અઠ્ઠાવીસ દિવસ સુધી ચાલ્યું હતું અને આખરે એકલા ભીમે પિતાના અનર્ગળ બળના પ્રતાપે જરાસંધને જમીનદોસ્ત કર્યો અને તેના કારાવાસમાં ગોંધાયેલા નૃપતિઓને મુક્તિ અપાવી. તમે મહાભારત વાંચો તે આ ભીમ અને જરાસંધ વચ્ચે મચેલી કુસ્તીના અનેક દાવપેચનું સુંદર વર્ણન તમને મળી શકે. ત્યારેજ તમને ખાત્રી થાય કે, મહાભારતના યુગમાં પણ કુસ્તીની કળા ટોચે પહોંચી હતી.
જેવું ભીમ અને જરાસંધનું યુદ્ધ ઈતિહાસે નેંધ્યું છે, તેવુંજ-બકે એથી પણ ચઢી જાય એવું, ઠંદ્વયુદ્ધ શ્રીકૃષ્ણ અને તેના મામા કંસ વચ્ચે ખેલાયું હતું. જ્યારે કૃષ્ણ અને બલરામને કંસે ઠંધયુદ્ધ માટે આલાન કર્યું, ત્યારે તે પડકાર એમણે ખૂબજ આનંદથી સ્વીકારી લીધે. જો કૃષ્ણ અને બલરામે તાલીમ ન લીધી હોત તો તેઓ એ બીડું સ્વીકારી શકત ખરા ? જે એમનાં શરીર એમણે કસરત કરીને મજબૂત ન બનાવ્યાં હોત તો તેઓ એ બીડું સ્વીકારી શકત ખરા ? પણ કઠણ અને બલરામ તો મહલ હતા એટલે તેમણે એ પડકાર વધાવી લીધા અને પછી તે કંસનો સંહાર કર્યો. આ બધું પદ્ધતિસરની શારીરિક તાલીમનું જ પરિણામ છે.
આપણુ સમયમાં પણ તમે પાછી નજર કરશો તો જણાશે કે, માત્ર ત્રીસ વર્ષ ઉપરજ આપણા લોકોનો મોટો ભાગ, અત્યારે આપણે થોડુંક થયાં જે શારીરિક તાલીમ લઈએ છીએ, તેવીજ તાલીમ અતિ મોટા પ્રમાણમાં લેતા. અત્યારે પણ મેં એવા કેટલાયે ઉંચા દરજજાના પ્રતિષ્ઠિત પુરુષો-રાજવંશીઓ અને સરદાર-જોયા છે, કે જે નિત્ય નિયમિત કસરત કરેજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com