Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 581
________________ દેશદ્વારની સાચી બુદ્ધિ આવેલી જ્યારે ગણાય? આજ ભાવના મોટે ભાગે પ્રવર્તે છે. તેના મૃત્યુ પછી એનું નામસ્મરણ કરતી, સાદું અને સંયમી જીવન ગાળી જગતના લોકો તરફથી મળતાં તમામ અપમાને અને કોના ઘૂંટડી ગળી જાય છે ! આવી સ્ત્રી જાતિમાં સહીષ્ણુતા પણ કેટલી ? અનેક રૂપસુંદરીઓ અને ગુણસુંદરીઓને બેડોળ તેમજ જડભરત પુરુષ સાથે પરણાવી દીધેલી જણાય છે; છતાં લાખે અને કરોડો કુમુદસુંદરી ઓ (સરસ્વતીચંદ્રની) પ્રમાદધનને પનારે પડવા છતાં, કઠણ કાળજું કરીને પડયું પાનું નભાવી લે એમ કહી કહીને, ઉછાળા મારતા દિલને ડામી ડામીને પણ, જગતના સરસ્વતીચંદ્રોને માનસપટલ પરથી ભુંસી નાખતી, દૂર કરતી પ્રમાદધન મુજ સ્વામી સાચા એ વીણ બીજું અન્ય નહી. એ મંત્રને જીવનસૂત્ર બનાવીને, અનિષ્ટમાંથી ઈષ્ટ શોધતી તે જીવે છે. સીઝાતી, શેકાતી, બળતી, જળતી પણ તે જીવે છે. એવી સ્ત્રી જાતિ તો સ્વર્ગગંગાશી નિર્મળ ધરિત્રીસમી. સહીષ્ણુતા અને આપભોગની જીવંત પ્રતિમા જેવી જગત ઉપર આજેય માનવસમાજની વચ્ચે, પુરુષજાતિની મમતા, માન અને સહીષ્ણુતા તથા સમભાવ યાચી રહી છે, માગી રહી છે. ત્યારે પુરુષ જાતિ તેનો કેવો બદલો આપે છે? સ્ત્રીને બેવકૂફ, અક્કલડીણી, અબળા, પાનીયે. મતિ રાખનારી, બે–ગમ જેવી ગણીને પુરુષ તેને અપમાને છે; તો પોતાનાં અનેક પાપ ઉપર. સત્તાના દોરથી ઢાંકપીછેડે પાથરી રાખી, સ્ત્રી જાતિને દુષ્ટ, ન સમજી શકાય તેવા ચારિત્ર્યવાળી, દગાબાજ કલ્પી કલ્પી, તેની કથાઓ અને કવિતાઓ રચે છે. સ્ત્રીને શાસ્ત્રને અધિકાર નહિ, પતિની માલમીકતની અધિકારિણી બનવાને હક્ક નહિ, ગમે તેવા જુલ્મની ઘાણીમાં પીલાવી છતાં અરે-કાર કરવાની છુટ નહિ! એને તો માત્ર ઢોર, પશુ અને ગમારની માફક કેવળ “તાડનની અધિકારિણી” ગણવામાંજ પુરુષજાતિ પિતાની મરદાઈ માને છે ! સ્ત્રી જાતિને કેવા પ્રતિકૂળ સંજોગોમાં ઉછરવું પડે છે તેને જરાકે ખ્યાલ કર્યા વિના, કેટલાક પોતાની ખુબસુરતીના જોર ઉપર, ત કાઈક પોતાના ભણતર અને ડીગ્રીઓના મદમાં, તે કેટલાક પોતે ખેડેલી દેશપરદેશની સફરોની ખુમારીમાં, પિતાને લગ્નથી સેંપડેલી સ્ત્રીને અભણ, અજ્ઞાન, ગામડીઅણ, બદસુરત ક૯પ કલ્પીને “ભાઈ તે ભૂગોળ ને ખગળમાં રમે ત્યારે બાઈનું ચિત્ત ચૂલામાંથ’ એમ માની માનીને. તેને પોતાને મેગ્ય બનાવવાના પ્રયાસ કરવા જેટલી ધીરજ બતાવ્યા સિવાય, માનવતા માગી લે તેટલી સહીષ્ણુતામાંનો શતાંશ પણ તેની તરફ બતાવ્યા સિવાય એકદમ તેને ત્યાગ કરી બેસવામાં, કે બીજી કોઈ, જેને પોતાને યોગ્ય માની લીધી હોય તેને અપનાવી, પોતાની કરી ચૂકેલી પત્નીને દગે દેવામાં જ મર્દાઈ માને છે ! અને છતાં પોતાનાથી અનેક દરજજે ચઢિયાતી કોમ અને જાતિની પાસેથી, તેવાઓ પિતાને માટે સમાનતા અને સ્વતંત્રતા માગે છે-અભિમાનપૂર્વક માગે છે. આ કયી જાતને ન્યાય ? હું મારી એક બહેનપણીને ત્યાં મુંબઈના એક આગળ વધેલા પરામાં ગયા રવીવારે ગયેલી. ત્યાં સ્વાભાવિક રીતે જ સરલા-ત્રિવેદી લગ્નની વાત નીકળતાં, નિર્મળા જેવીની દશા સમાજમાં ચાલતાં બાળલગ્નને લીધે તેમજ કાયદો, રૂઢિ અને શાસ્ત્ર સ્ત્રીઓને પ્રતિકૂળ હોવાથીજ વિચિત્ર થાય છે; એ વાત બે સુશિક્ષિત, યુનીવર્સિટીના બેવડી પદવીઓ ધરાવનારા પુરુષોના દિલમાં ઉતરી શકતી નહોતી, એ જોઇને મને પારાવાર અજાયબી થઈ. એ પુરુષ–બેલડીમાં એક યુવાન અને બીજા પ્રૌઢ વયના છે. જીવદયા અને કૃષ્ણભક્તિમાં એમની અચળ શ્રદ્ધા છે; છતાં નિર્મળા જેવી સ્ત્રીઓને ન્યાય આપવા જેવી સહેલી ને સાઠી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594