Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 583
________________ ધર્મની અંતિમ પરીક્ષા ધર્મની અંતિમ પરીક્ષા (“આર્યપ્રકાશ તા. ૨૫-૯-૧૯૨૭ ના અંકમાંથી) મુગલસરાયના સ્ટેશન ઉપર અસંખ્ય મનુષ્યોથી ભીડ જામી હતી. સૂર્યગ્રહણ-સ્નાનનું મહાપુણ્ય મેળવવાના હેતુથી સેંકડો ગામના યાત્રાળુઓ દૂર દૂરથી આવેલા હતા. અધીર રાત્રિના સમયે મુગલસરાયના સ્ટેશનનું પ્લેટફેમ મધમાખની પેઠે યાત્રાળુઓથી ઉભરાઈ ગયું હતું. એટલી બધી ભીડ હતી કે નબળા પોચા માણસને તેમાંથી સુરક્ષિત બહાર નીકળવું મુશ્કેલ હતું. શોરબકોર, પણ એટલો હતો કે, કોઈ કાઈની વાત સ્પષ્ટ સાંભળી શકાતી નહોતી. કેટલાક એકબીજાને હાથ પકડીને કંપાઉંડ બહાર જવા માટે પ્રયત્ન કરતા હતા. કેટલાક એક સ્થળે ઉભા રહી ભીડ ઓછી થવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક ગભરાયેલી હાલતમાં પિતાનાથી છૂટ્ટા પડી ગયેલાને ખૂમ, પાડી રહ્યા હતા. આ ભયંકર ભીડમાંથી એક બાળા છૂટી પડી જવાથી પ્લેટફ઼ૉર્મના એક ખૂણું ઉપર ઉભી ઉભી કાંપતી હતી. તેનું વય આશરે ૨૨ વર્ષનું હશે. તેણે બે-ત્રણ વર્ષનું એક નાનું બાળક તેડેલું, હતું. તેનાં વસ્ત્ર વગેરે જોઈ તે કઈ કુલીન ઘરની વિધવા હશે, એમ સહજ અનુમાન થઈ શકતું હતું; અને ખરેખર તે વિધવાજ હતી. તેનું નામ શાંતા. ૧૮ વર્ષની ભરયુવાનીમાં સગર્ભાવસ્થામાં પ્રભુએ તેને વૈધવ્ય આપ્યું હતું. ઉગતી જુવાનીમાં પતિવિહીન બનેલી શાંતા પિતાના નાના બાળકને નું મુખ જોઈ વૈધવ્યદુઃખને વિસરી જવા મથતી હતી. આ બાળકને તે પોતાનું સર્વસ્વ સમજતી હતી. તેનાં સાસુ-સસરા તેના ઉપર ઘણીજ માયા રાખતાં હતાં. પેતાની પુત્રી પ્રમાણે પુત્રવધુપ્રત્યે વતાં હતાં, અત્યંત ધાર્મિક હતાં. તેઓ આજે સૂર્યગ્રહણુપ્રસંગે નદી સ્નાન કરવા માટે શાંતાને લઈને મુગલસરાય આવ્યા હતા. અત્યંત ભીડમાં શાંતા તેમનાથી શ્રી પડી જવાથી હેટર્ફોર્મના એક ખૂણામાં ઉભી રહી સાસુ-સસરાને શોધી રહી હતી. અધી રાત્રે અજાણ્યા સ્થળે આમ એકાએક વડીલેથી જૂદી પડી જવાથી તે ગભરાઈ ગઈ હતી. તેણે બે હાથમાં ગોપાલને (તેને પુત્ર) તેડયો હતો. સાસુ-સસરાને જોવા માટે તે વ્યાકુળ હૃદયે ઉંચી થઇ થઇને ચારે બાજુ દષ્ટિ ફેરવી રહી હતી. એવામાં એક આધેડ વયની સ્ત્રી તેની બાજુમાં આવીને ઉભી. થોડીવારે તેણે શાંતાને પૂછયું-“બહેન ! ક્યાં જવાનાં છે ?” શાંતા તેના સામું જોઈ રહી. કંઈ બોલી નહિ. થોડીવારે વળી પેલી સ્ત્રીએ અતિનમ્રતા અને મીઠાશથી પૂછ્યું “તમે કયાં જવાનાં છો? કે તમારી સાથે છે કે એકલાં છે ?” શાંતાએ કહ્યું -“મારી સાથે મારા વડીલે છે, તેઓ મારાથી છુટા પડી ગયાં છે. તેમની શોધમાં હું અહીં ઉભી છું.' પેલી સ્ત્રીએ કહ્યું-બહેન! તમે ગભરાશો નહિ. હમણાં તેઓ આવી પહોંચશે, નહિ તો હું તેમને શેધી કાઢીશ.” શાંતા–“પણ આટલી ભારી ભીડમાં તેઓ શી રીતે હાથ લાગશે ?” પેલી સ્ત્રીએ કહ્યું –“હાં, ભીડ તો ઘણું છે. મને લાગે છે કે કદાચ તેઓ સ્ટેશનની બહાર પણ નીકળી ગયાં હોય! તમે મારી સાથે ચાલો. આપણે બહાર નીકળીને તેમની તપાસ કરીએ !” કદી પણ ઘરની બહાર નહિ નીકળેલી ભોળી શાંતા ગભરાયેલી હાલતમાં ગોપાલસહિત તે અજાણીની પાછળ પાછળ ચાલવા લાગી. સ્ટેશનની બહાર ઘોર અંધારું હતું. અહીં તે નજીક ઉભેલું માણસ પણ હાથ લાગે તેમ નહોતું. પેલી અજાણી સ્ત્રીએ શાંતાને કહ્યું કે, અહીંયી થોડે દર સામે એક મોટી ધર્મશાળા છે. ત્યાં સઘળા જાત્રાળુઓ એકઠા થાય છે, માટે આપણે જઈશું તો જરૂર તમારાં વડીલો મળી જશે. - શાંતાની બુદ્ધિ ગુમ થઈ ગઈ હતી. તેને આ સૂચના ઠીક લાગી. આગળ પેલી સ્ત્રી અને પાછળ બાળકને તેડી શાંતા ચાલવા લાગી. અર્ધી રાત્રિ વીતી ગઈ હતી. સ્ટેશન સામેના જનશુન્ય ડુંક આગળ ચાલ્યાં તેટલામાં એક મોટા વૃક્ષ પાછળથી ત્રણ પુરુષી નીકળી આવ્યા. તેમાંના એક જણે પ્રશ્ન કર્યો–“કોણ અમીના ?” * હિંદી ઉપરથી ભાષાનુવાદિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594