Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 584
________________ wwwwwwwwwwwwwww wwww ધર્મની અંતિમ પરીક્ષા પેલી અજાણી સ્ત્રીએ ઉત્તર આપ્યો-“જી હાં, હજુર ! હું છું. આજે તે એક કાફર ગુલામડીને આપની સેવામાટે પકડી લાવી છું.” શાંતા આ અણધારી ઘટનાથી અત્યંત ગભરાઈ ગઈ. ભયભીત બનીને ધ્રુજવા લાગી. . અમીનાએ તેને કહ્યું: “અત્યારે રાત્રિ ઘણી વીતી ગઈ છે. માટે હમણાં મારી સાથે સામેના મકાનમાં ચાલે અને થોડીવાર વિશ્રાંતિ છે. સવારે ધર્મશાળામાં જઈ, તમારાં વડીલેને મળીશું ! ” શાંતાએ કંઈ જવાબ આપ્યો નહિ. શું કરવું તે વિચારવા લાગી ! નાસીને અજાણ્યા સ્થળે કયાં જવું? બૂમ મારું તે કેણ સાંભળે? વગેરે તર્ક-વિતર્કથી તેનું મગજ ભમી ગયું. તેને ચક્કર આવતા હતા, તોપણ એક વસ્તુનું તેને પૂર્ણ ભાન હતું, તેનું શિયળ ભયમાં હતું. તેણે દૃઢતાથી પેલી કુલટાને ઉત્તર આપ્યા: “મારે કઈ ઠેકાણે આવવું નથી. મને પાછી સ્ટેશન ઉપર પહોંચાડી દ્યો.” આ વાકય તેના મુખમાંથી નીકળતાં જ પાછળથી એક દુષ્ટ મુસલમાને તેને બાથમાં પકડી લીધી, બીજાએ મુખ ઉપર લુગડાને ડુચે દબાવી દીધા, ત્રીજાએ તેના બાળકને ઉપાડી લીધો. શાંતાને પણ ઉચકી લીધી. શાંતાએ પાપીઓના હાથમાંથી છૂટવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ યમદૂત જેવા હેઓના બળ આગળ તે સધળું વ્યર્થ હતું. - આ દુષ્ટોની એક ટોળી હતી. તેમાં અમીન પણ મળેલી હતી. તે નિત્ય સ્ટેશન ઉપર પ્રત્યેક ગાડીના સમય ઉપર હાજર રહેતી અને કોઈ અણજાણ ભૂલેલી હિંદુ અબળા હાથ લાગી જાય તો તેને ફસાવીને આ ટોળીવાળાને સોંપી દેતી. ટાળીવાળા પાપી મુસલમાનો તે સ્ત્રીનું સતીત્વ નટ કરી બળાકારે મુસલમાન બનાવી દેતા. અહીં સપડાયેલી કેાઈ સ્ત્રી ભાગ્યેજ પુનઃ પિતાના મૂળ ઠેકાણે જવા યત્ન કરતી; કારણ કે આવા સ્થળમાંથી પાછી ફરેલી સ્ત્રીને તેના કુટુંબમાં સ્વીકાર થવું પણ અસંભવિત હતો. - શાંતાને આ દુષ્ટ એક ઘરમાં ગુપ-ચૂપ લઈ ગયા. ત્યાં એકાંત એરડામાં તેને તથા તેના ગોપાલને પૂરવામાં આવ્યાં ! તે પછી બાજુના ઓરડામાં સઘળા યવને એકઠા થયા અને શાંતાનું શિયળ ભંગ કરી તેને મુસલમાન બનાવવાનો વિચાર કરવા લાગ્યા. પેલી દુટ અમીના બહારના દરવાજે ચોકી કરતી બેઠી. અહીં કેદ પકડાયેલી શાંતા અજાણ્યા એકાંત સ્થળમાં ભયભીત હાલતમાં ગોપાલને ખોળામાં લઈને મુક્ત થવા માટે અનેક તર્ક-વિતર્ક કરવા લાગી. તેને કોઈ માર્ગ સૂઝત નહોતો. નાનકડા ગોપાલ અને પિતાનું ભવિષ્ય અતિભયંકર જણાવા લાગ્યું. તેને એક વિચાર સૂઝી આવ્યો. જાજરૂ જવાનું બહાનું કાઢી નાસી છૂટવું; પણ પિતાના પ્રાણાધિક પુત્રનું શું થાય ? પુત્રને લઇને જાજરૂ જવાનું બાનું કાઢી શકાય નહિ. જે નાસી છૂટાય નહિ, તો જેના માટે ભારતની રમણીઓ ભડભડતી આગમાં ઝુકાવીને પિતાના જીવનનું બલિદાન આપી દેતી, તે મહામૂલા શિયળને સંપૂર્ણ નાશ થવાનો સંભવ હતો. પવિત્ર આર્યકુળનું ધાવણ ધાવેલી શાંતા પણ સર્વસ્વનેએકના એક પુત્રને પણ નાશ થાય તેપણુ ધર્મભ્રષ્ટ થવા તૈયાર નહોતી. શિયળ માટે પુત્રપ્રેમને તુરછ સમજનારી આયંજનની આ પૃધીમાં એકજ અને અજોડ છે. શાંતાએ પુત્રને છાતીસરસ ચેપી આંસુભરી આંખે તેને પ્રભુના ખોળે મૂકી એારડાના દ્વાર પાસે જઈ, “એ બાઈ! એ બાઈ ! ” એમ કહી પેલી દુષ્ટા અમીનાને બોલાવવા લાગી. તેનો અવાજ સાંભળી અમીના અને બે-ત્રણ યવને બારણું ઉધાડી અંદર આવ્યા. શાંતાએ તેમને નમ્રતાથી જાજરૂ જવાની ઈચ્છા દર્શાવી. પ્રથમ તો આ પાપીઓ વહેમાયા, પરંતુ શાંતાને બાળક ઓરડામાંજ હતો, એટલે તેને છોડીને તે નાસી નહિ જાય એમ જાણીને અમીના સાથે તેને ઘરબાર જાજરૂ જવાની રજા આપી. શાંતાએ કઠોર હૈયું કરીને પુત્રને છેવટને નીરખી લીધો. તેનાં નેત્રોમાં આંસુ છલકાઈ ગયાં. નીચું મુખ કરીને તે અમીને સાથે ઓરડા બહાર નીકળી. પેલા પાપીઓ પાછા પોતાના ઓરડામાં જઈ બેઠા. - શાંતાએ હવે ચંડિકાનું રૂપ ધારણ કર્યું. તેના રોમરોમમાં પવિત્રતા–સતીત્વના જોશથી ઉષ્ણ રુધિર વહેવા લાગ્યું. પેલા પાપી યવને પોતાના ખાનગી ઓરડામાં જઈ બેઠા કે તરતજ શાંતાએ તે ઓરડાનાં અંદરથી બંધ કરેલાં દ્વારને બહારની સાંકળ ચઢાવી દીધી, અને વિકરાળ વાધણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594