Book Title: Shubh Sangraha Part 02
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 586
________________ ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત રક્તપિત્તના ઉપાયની ડૉ. રાવની શોધ (ગુજરાતીના તા.૧૮-૯-૧૯૨૭ના અંકમાંથી) દેશમાં હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અને એટલા મહત્ત્વના સવાલે દિનપ્રતિદિન ઉભરાતા જાય છે કે, ઘરને આંગણે કહો કે ખુદ ઘરમાં જ કેટલીક નાની દેખાતી પણ અવશ્ય ધ્યાન આપવા અને કદર કરવા જેવી બાબતે, જાણે બની કે બનતી જ ન હોય તેમ તે તરફ લક્ષ અને પાતું નથી. કોઈ વિદેશી વિજ્ઞાનશાસ્ત્રી કે શારીરશાસ્ત્રીએ નવી શોધ કરી હોય તો તેનાં ગુણગાન ગાવાની ફુરસદ આપણને મળે છે, પણ કમનસીબે હિંદીબંધુએ તે કંઇ કર્યું હોય તે જાણવાની પણ આપણને ન પડી હોય એવી અક્ષયે બેદરકારી આપણામાં જણાય છે. મુંબઈના સુપ્રસિદ્ધ . રાઘવેન્દ્ર રાવની રક્તપિત્ત અને ક્ષયની દવાને લગતી શેધના સંબંધમાં આવી ઉપેક્ષા થઈ છે, અને તે તરફ થોડા સમય ઉપર અત્રેના ઇથિન સોશ્યલ રીફાર્મર" નીચેની નોંધથી લક્ષ્ય ખેચ્યું છે – મુંબઈના નામાંકિત કટર રાઘવેન્દ્ર રાવ કેટલાક વખતથી રક્તપિત્તના ઉપાયની શોધખોળમાં રોકાયેલા છે, એ વાત સારી રીતે જાણવામાં આવેલી છે. તેમની આ શોધનાં પરિણામોની ભારે કદર બ્રાઝીલમાં થઈ છે. ત્યાં એક વિશેષ નામાંકિત શાસ્ત્રી એમની શોધની અજમાશય લઈ રહ્યો છે. બ્રાઝીલની રીએ ડી જેનીરીઓની, વૈદ્યક ખાતાની નેશનલ એકેડેમી આગળ ડૉ. જે. ડી. એલીવીઅર બેટેલાએ એક નિબંધ એ સંબંધમાં વાંચે છે અને તેમાં ડો. રાવની શોધને નિષ્ણાત અને જવલંત જણાવી છે. તે કહે છે:-“રાવની રસી એ એક સાચી અને યથાર્થ વ્રણ તથા ક્ષયની રસી છે. એ એવી પરિપૂર્ણ છે અને એવી સારી રીતે તૈયાર થઈ છે તથા તેની માત્રા એવી સારી રીતે નિયમિત થયેલી છે, કે હું જેમ જાણું છું, તેમ દુનિયાના ડૉકટરોના જાણવામાં આવશે તે દિવસે તે દુનિયાના સઘળા સુધરેલા ભાગમાં રક્તપિત્ત અને ક્ષયના નિદાનની પહેલી પસંદગી આપવા યોગ્ય રસી સિદ્ધ થશે.” વળી તે જણાવે છે –“આ રસીને ઉપયોગ પૂરતી રીતે જાણવામાં આવશે અને પ્રસરશે ત્યારે મને લાગે છે કે, રક્તપિત્તિયાં અને ક્ષયવાળાં રોગીઓના નિદાનસંબંધમાં દુનિયાના સઘળા ડૉકટરેને તે જવલંત પરિણામ આપનારી નીવડશે. મુંબઈની યુનીવર્સિટી શોધખેાળને આગળ વધારવાનાં પગલાં લેવા માગે છે, અહીં જ તેના પિતાના એક સભ્યનું મહાન કાર્ય તેની સમક્ષ પડેલું છે. અમને આશા છે કે, ડૉ. રાવને તેમાં જોઈતા સઘળો ટેકો મુંબઈ સરકાર અને યુનીવર્સિટી તરફથી મળશે.” - હિંદના બંગાળી વિજ્ઞાનશાસ્ત્રી બોઝ આદિની કદર કરવામાં જેવી બેદરકારી હિંદી સરકાર તરફથી બતાવાઈ હતી, તેવી ડૉ. રાવના સંબંધમાં નહિ બતાવાય, એવી આશા અમે રાખીએ છીએ; અને હિંદમાં પ્રકાશમાં નહિ આવેલાં ગુપ્ત રોને વિશ્વવિખ્યાતજ નહિ પણ વિશ્વોપગી થવામાં પૂરતી સરળતા હિંદી અને મુંબઈની સરકારે તથા યુનીવર્સિટી પણ કરી આપશે. ગોસ્વામી તુલસીદાસજીનાં વચનામૃત તુલસી સેહી ચતુરતા, જોરામનામ લવલીન, પરધન પર-મન-હરના, વેશ્યા બડી પ્રવીન. ધન્ય ધન્ય માતા પિતા, ધન્ય પુત્રવર સોઈ; તુલસી જો રામહિં ભજે, જૈસેહુ કૈસેતુ ઈ. એક ભરેસ એકબલ, એક આશ વિશ્વાસ; સ્વાતિ-બુંદ ઘનશ્યામહૈિ, ચાતક તુલસીદાસ, કલિયુગમયુગનનહિ, જેનરકતવિશ્વાસ ગાઈરામગુણગણવિમલ,ભવતબિનડિપ્રયાસ. રામ નામ મણિદીપ ધરૂ, છહ દેહરી દ્વાર; તુલસી ભીતર બહિરહુ, જો ચાહસિ ઉજીયાર. સકલ કામના-હીન જો, રામભક્તિ રસલીનનું નામ સુપ્રેમ પીયૂષહૃદ, તિનસું કિયે મન મીન. રામચંદ્રકે ભજન બિન, જે ચહે પદનિર્વાણ જ્ઞાનવંતઅપિનર, પશુ બિન પૂછવિષાણ. જs Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594